કાલરાત્રિ

નવદુર્ગાનું સાતમુ સ્વરૂપ છે

હિંદુ ધર્મનાં પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે કાલરાત્રિનવદુર્ગાનું સાતમુ સ્વરૂપ છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં ખડગ અને બીજા હાથમાં તિક્ષણ લોહ અસ્ત્ર ધારણ કરેલું છે. ત્રીજો અને ચોથો હાથ અભયમુદ્રા અને વરદમુદ્રામાં છે. તેમનું વાહન ગદર્ભ છે. નવરાત્રીના સાતમા દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે. દેવીનો વર્ણ કૃષ્ણ છે.

કાલરાત્રિ
નવદુર્ગા માંહેનાં સાતમા દેવીના સભ્ય
દેવી કાલરાત્રિ, સંઘશ્રી, કાલીઘાટ, કોલકાતા
જોડાણોનવદુર્ગા
મંત્ર

કામિસ્વરૂપિણી ત્વંહિ, શત્રુસંધ વિદારિણીમ્,
ધમૉર્થ કામદાયિનીમ્, કાલરાત્રિં પ્રણમામ્યહમ્
ઓમ્ કર્લીં કાલરાત્રિં ક્ષૌં,
ક્ષૌં મમ સુખ-શાંતિ દેહિ, દેહિ સ્વાહા

શસ્ત્રખડગ, લોહ અસ્ત્ર
વાહનગર્દભ
જીવનસાથીશિવ

પૌરાણિક કથા પ્રમાણે શુંભ અને નિશુંભ નામક અસુરોનો સંહાર કરવા માટે દેવી પાર્વતીએ કાલરાત્રી સ્વરૂપ ધારણ કરેલું હતું. શનિ (ગ્રહ)નું સંચાલન દેવી કાલરાત્રી દ્વારા કરાય છે. આ સ્વરૂપની ઉપાસના કરનારને અભ્ય પ્રાપ્ત થતું હોય અને તેમનું શુભ થતું હોય આ દેવી "શુભંકરી" તરીકે પણ ઓળખાય છે.[][][]

एकवेणी जपाकर्णपूरा नग्ना खरास्थिता |
लम्बोष्ठी कर्णिकाकर्णी तैलाभ्यक्तशरीरिणी ||
वामपादोल्लसल्लोहलताकण्टकभूषणा |
वर्धन्मूर्धध्वजा कृष्णा कालरात्रिर्भयन्करि ||

  1. દિવ્ય ભાસ્કર-લેખ
  2. દ્રિકપંચાંગ.કોમ
  3. "હિંદુઈઝમ.કોમ". મૂળ માંથી 2013-10-14 પર સંગ્રહિત. મેળવેલ 2013-10-06.