કાલા રામ મંદિર, નાસિક
કાલા રામ મંદિર એક પ્રાચીન હિન્દૂ મંદિર છે, જ્યાં ભગવાન રામની મૂર્તિ સ્થાપિત છે. આ મંદિર મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લાના પંચવટી નજીક સ્થિત છે.[૧]
ઇતિહાસ
ફેરફાર કરોપેશવાના સરદાર રંગરાવ ઓઢેકર દ્વારા આ મંદિર ૧૭૮૨ના વર્ષમાં નાગર શૈલીમાં બાંધવામાં આવ્યું હતું, જે લગભગ ૧૭૮૮ના વર્ષમાં તૈયાર થયું હતું. આ મંદિરમાં બિરાજેલ રામની મૂર્તિ કાળા પથ્થરમાંથી બનેલ છે, તેથી તેને 'કાલા રામ' કહેવામાં આવે છે.[૨] આ મંદિર ૭૪ મીટર લાંબું અને ૩૨ મીટર પહોળું છે. આ મંદિર ચાર દિશામાં ચાર દરવાજા છે. આ મંદિરની કળશ સુધીની ઊંચાઇ ૬૯ ફીટ અને કળશ શુદ્ધ સોનામાંથી બનાવવામાં આવેલ છે. પૂર્વ મહાદ્વારથી પ્રવેશતા પર ભવ્ય સભામંડપ નજરે પડે છે, જેની ઊંચાઇ ૧૨ ફીટની છે તેમ જ અહીં ચાલીસ સ્તંભ છે. અહીં બિરાજમાન હનુમાન મંદિરમાં તેઓ આરાધ્ય દેવ રામના ચરણો તરફ જોતા હોય તેમ પ્રતીત થાય છે. એવું કહેવાય છે કે આ મંદિર એક પર્ણકુટીના સ્થળ પર બાંધવામાં આવેલ છે, જ્યાં પૂર્વસમયમાં નાથપંથી સાધુ નિવાસ કરતા હતા. એક દિવસ સાધુઓને અરુણા-વરૂણા નદીઓ પાસે રામ મૂર્તિ પ્રાપ્ત થઈ અને તેમણે તે લાકડાના મંદિરમાં બિરાજમાન કરી. ત્યારબાદ માધવરાવ પેશવાના માતૃશ્રી ગોપિકાબાઈની સૂચનાથી આ મંદિરનું નિર્માણ હાથ ધરવામાં આવ્યું હતું. તે સમયગાળામાં આ મંદિરના બાંધકામમાં ૨૩ લાખનો ખર્ચ થયાનો થયો હોવાનો અંદાજ છે.[૩]
ઘટના
ફેરફાર કરોભારતમાં દલિત આંદોલનમાં આ મંદિરની નિર્ણાયક ભૂમિકા રહી છે. માર્ચ ૨, ૧૯૩૦ના રોજ મંદિર બહાર ડૉ. ભીમરાવ રામજી આંબેડકરના નેતૃત્વમાં એક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, પરિણામે દલિતોને મંદિરમાં દાખલ થવા માટેની પરવાનગી મળી.[૪][૫]
પરિવહન
ફેરફાર કરોનાસિક મુંબઇ થી ૧૬૦ કિમી અને પુનાથી ૨૧૦ કિ. મી. અંતરે સ્થિત છે. મુંબઈથી નાસિક હવાઈ માર્ગ દ્વારા પણ જઈ શકાય છે. નાસિક મધ્ય રેલવે પરનું મહત્વપૂર્ણ જંકશન પણ છે. મુંબઈ તરફ જતી રેલગાડીઓ અધિકતમ નાસિક થી પસાર થાય છે. મુંબઇ-આગ્રા રાષ્ટ્રીય ધોરી માર્ગ નાસિક થી પસાર થાય છે.
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "Dalit Movement in India and Its Leaders, 1857-1956". મેળવેલ ૧૨ ઓગસ્ટ ૨૦૧૬.
- ↑ Faiths Across Time: 5,000 Years of Religious History ,5,000 Years of Religious History (અંગ્રેજીમાં). મેળવેલ ૧૨ ઓગસ્ટ ૨૦૧૬.
- ↑ નાસિકનું કાલા રામ મંદિર
- ↑ રામચંદ્ર ક્ષીરસાગર (જાન્યુઆરી ૧, ૨૦૦૫). Dalit Movement in India and Its Leaders, 1857-1956 (અંગ્રેજીમાં). એમ ડી પબ્લિકેશન પ્રા. લિ. પૃષ્ઠ ૧૨૩–. ISBN 978-81-85880-43-3. Unknown parameter
|trans_title=
ignored (|trans-title=
suggested) (મદદ) - ↑ કે એન જાધવ (જાન્યુઆરી ૧, ૨૦૦૫). Dr. Ambedkar and the Significance of His Movement (અંગ્રેજીમાં). પોપ્યુલર પ્રકાશન. પૃષ્ઠ ૯૩–. ISBN 978-81-7154-329-8.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- અધિકૃતજાળસ્થળ સંગ્રહિત ૨૦૧૮-૧૦-૨૯ ના રોજ વેબેક મશિનઅધિકૃત વેબસાઇટ
- કાલા રામ મંદિર - ઈન્ડિયા એરપોર્ટ ગ્લોબલ વેબસાઇટ (અંગ્રેજી ભાષામાં)