કિન્નોર જિલ્લો
કિન્નોર જિલ્લો ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા હિમાચલ પ્રદેશ રાજ્યના ૧૨ જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. કિન્નોર જિલ્લાનું મુખ્ય મથક રેકોન્ગ પેઓ નગર ખાતે આવેલું છે.[૧] પૌરાણિક કિન્નરોની ભૂમિ તરીકે ઓળખાતો આ જિલ્લો હિમાચલ પ્રદેશના ઉત્તર-પૂર્વ ભાગમાં આવેલ છે.
ઊંંચા ઊંચા પહાડો અને લીલાં વૃક્ષોથી ઘેરાયેલ આ ક્ષેત્ર ઉપરી, મધ્ય અને નીચલા એમ ત્રણ ભાગોમાં વહેંચાયેલ છે. અહીં પહોંચવાનો માર્ગ દુર્ગમ હોવાને કારણે આ વિસ્તાર પર્યટકોથી ઘણા લાંબા સમય સુધી અજાણ્યો રહ્યો છે, પરંતુ વર્તમાન સમયમાં સાહસિક અને રોમાંચપ્રિય પર્યટકો અહીં મોટી સંખ્યામાં આવતા થયા છે. પ્રાકૃતિક દ્રશ્યોથી ભરપૂર આ જિલ્લાની સરહદો તિબેટ સાથે જોડાયેલ છે, જે સલામતીની દૃષ્ટિએ મહત્વપૂર્ણ છે. આ જિલ્લાનું મુખ્ય મથક રેકોન્ગ પેઓ રાજ્યની રાજધાની શિમલા થી આશરે ૨૫૦ કિલોમીટર જેટલા અંતરે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૨૨ પર આવેલ છે. આ વિસ્તારની સુંદરતામાં પહાડો તેમ જ વનરાજી વચ્ચેથી પસાર થતી સતલજ, સ્પિતિ વગેરે નદીઓ અનેકગણો વધારો કરે છે.
-
રેકોંગ પી
-
કલ્પ
-
NH-505
-
સતલુજ નદી
-
ખબ અને નાકો વચ્ચે
-
નાકો
-
નાકો અને ચેંગો વચ્ચે
-
ચેંગો
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "फ़ैक्ट फ़ाइल- किन्नौर". મૂળ માંથી 2012-09-25 પર સંગ્રહિત. મેળવેલ ५ सितंबर २०१३. Check date values in:
|access-date=
(મદદ)
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |