કુંવરબાઇનું મામેરું ગુજરાતી સાહિત્યના આદ્ય કવિ નરસિંહ મહેતાની રચના છે.

કથા ફેરફાર કરો

નરસિંહ મહેતાનાં પુત્રી કુંવરબાઇના વિવાહ વખતે એમનું મામેરું (મોસાળું) કરવા માટે કોઇ જ ન આવતાં ખુદ શ્રી કૃષ્ણ ભગવાન શેઠ સગાળશા બની આવ્યા હતા અને એમણે ધામધૂમથી મામેરું કર્યું હતું. આ ઘટનાને વર્ણવતી પદ્ય રચના નરસિંહ મહેતાએ કુંવરબાઇનું મામેરું તરીકે લખી હતી.

ચલચિત્ર ફેરફાર કરો

થોડા વર્ષો પહેલાં આ શિર્ષક ધરાવતું એક ચલચિત્રનું પણ ગુજરાતી ભાષામાં નિર્માણ કરવામાં આવ્યું હતું.

સરકારી યોજના ફેરફાર કરો

ગુજરાતમાં કુંવરબાઈનું મામેરું નામની સરકારી યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં અનુસુચિત જાતિઓના કુટુંબની પુખ્ત વયની એક કન્યાના લગ્ન પ્રસંગે મામેરા માટે રૂપિયા ૧૦,૦૦૦ ની સહાય સરકાર તરફથી આપવામાં આવે છે.[૧]

સંદર્ભ ફેરફાર કરો

  1. "સાબરકાંઠા જીલ્લા પંચાયત - મહિલાઓ માટે". મેળવેલ ૧૫ માર્ચ ૨૦૧૬.[હંમેશ માટે મૃત કડી]

બાહ્ય કડીઓ ફેરફાર કરો