કુતુબ-એ-આલમની મસ્જિદ અને મકબરો, જેને વટવા દરગાહ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતના અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલી એક મધ્યયુગીન મસ્જિદ અને મકબરાનું સંકુલ છે.

કુતુબ-એ-આલમની મસ્જીદ અને મકબરો
કુતુબ-એ-આલમની મસ્જીદ અને મકબરો
ધર્મ
જોડાણઇસ્લામ
સ્થિતિસક્રીય
સ્થાન
સ્થાનવટવા, અમદાવાદ
નગરપાલિકાઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
રાજ્યગુજરાત
કુતુબ-એ-આલમની મસ્જીદ is located in ગુજરાત
કુતુબ-એ-આલમની મસ્જીદ
Location in Gujarat, India
અક્ષાંશ-રેખાંશ22°57′24″N 72°36′49″E / 22.9565584°N 72.6135886°E / 22.9565584; 72.6135886
સ્થાપત્ય
સ્થાપત્ય પ્રકારમસ્જીદ અને મકબરો
સ્થાપત્ય શૈલીભારતીય-ઇસ્લામી વાસ્તુ

ઇતિહાસ અને સ્થાપત્ય ફેરફાર કરો

શાહ-એ-આલમના પિતા હઝરત સૈયદ બુરહાનુદ્દીન કુતુબ-ઉલ-આલમ, હઝરત સૈયદ મકદૂમ જહાનીઅન જહાંગસ્તના પૌત્ર હતા. અહમદ શાહ પ્રથમના દરબાર તરફ આકર્ષિત થઈને તે વટવા સ્થાયી થયા અને ૧૪૫૨ માં ત્યાં તેમનું અવસાન થયું. તેમણે ગુજરાતના બુખારીયા સંપ્રદાયની સ્થાપના કરી. અહમદ શાહ અને સુલતાન કુતુબુદ્દીન અહમદ શાહ (દ્વીતીય)ના દરબારના ઉમરાવોએ પહેલાં અહીં એક નાની દરગાહ ઉભી કરી. તે પછી એક મસ્જિદ, તેના એક પુત્રોની એક સમાધિ, અનેક બાજુ ધરાવતો એક વિશાળ તળાવ, અને એક વિશાળ સમાધિ મહમદ બેગડા દ્વારા બંધાવવામાં આવી. મસ્જિદ અને પુત્રની સમાધિની કમાનો અને મીનારા સીધી રીતે હિન્દુ શૈલીના છે. પરંતુ વિશાળ મકબરામાં, કમાન ભાલનું સ્થાન લે છે, અને બીજા સ્તરની કમાન દ્વારા ગુંબજ હવામાં ઊંચે ચઢે છે. દરેક કમાનમાં એક સરખી અને સુસંગત ડિઝાઇન છે જે તેની સુંદરતા અને સમૃદ્ધિ વધારે છે. આ સમાધિ એ એક ખૂબ જ વિસ્તૃત કારીગરી છે તેમાં અંદર તરફ એક છત્રી (કેનોપી) છે. અલબત્ આ મકાન અપૂર્ણ છે, તેમાં બાહ્ય ગલિયારા ખૂટે છે અને તેની બારીઓમાં પત્થરની જાળીનું કામ નથી.[૧][૨]

સંદર્ભ ફેરફાર કરો

  1. Gazetteer of the Bombay Presidency: Ahmedabad. Government Central Press. 1879. પૃષ્ઠ 287.
  2. "AHMEDABADS OTHER ROZAS". Times of India Publications. 25 February 2011. મેળવેલ 7 December 2014.