પેશવા
મરાઠા સામ્રાજ્યના પ્રધાનમંત્રીઓને પેશવા (મરાઠી: पेशवे ) કહેવામાં આવતા હતા. પેશવા રાજાના સલાહકાર પરિષદ અષ્ટપ્રધાન પૈકી પ્રમુખ (મુખ્ય) ગણાતા હતા. રાજા પછીનું પેશવાનું સ્થાન રહેતું. શિવાજીના અષ્ટપ્રધાન મંત્રીમંડળના વડાપ્રધાન અથવા વજીર સમાન હોદ્દો (પદ) ગણવામાં આવતો હતો. 'પેશવા' ફારસી શબ્દ છે જેનો અર્થ થાય છે 'અગ્રણી'.
પેશવાઓનો શાસનકાળ
ફેરફાર કરો- બાલાજી વિશ્વનાથ પેશવા (૧૭૧૪-૧૭૨૦)
- પ્રથમ બાજીરાવ પેશવા (૧૭૨૦-૧૭૪૦)
- બાળાજી બાજીરાવ પેશવા, ઉપનામ નાનાસાહેબ પેશવા (૧૭૪૦-૧૭૬૧)
- માધવરાવ બલ્લાલ પેશવા, ઉપનામ થોરલે માધવરાવ પેશવા (૧૭૬૧-૧૭૭૨)
- નારાયણરાવ પેશવા (૧૭૭૨-૧૭૭૪)
- રઘુનાથરાવ પેશવા (અલ્પકાળ)
- સવાઈ માધવરાવ પેશવા (૧૭૭૪-૧૭૯૫)
- દ્વિતિય બાજીરાવ પેશવા (૧૭૯૬-૧૮૧૮)
- દ્વિતિય નાનાસાહેબ પેશવા (હોદ્દા પર બેસી ન શક્યા)
સંદર્ભ ગ્રંથો
ફેરફાર કરો- (૧) ગ્રાન્ટ ડફ: મરાઠાઓનો ઇતિહાસ;
- (૨) જી. એસ. સરદેસાઈ: મરાઠાઓનો ઇતિહાસ;
- (૩) ડો. જટુનાથ સરકાર : મુઘલ સામ્રાજ્યનું પતન;
- (૪) ડો. વી. જી. દિઘે: પેશવા બાજીરાવ અને મરાઠા સામ્રાજ્યનું વિસ્તરણ;
- (૫) અનિલચંદ્ર બેનર્જી: પેશવા માધવરાવ પ્રથમ;
- (૬) ડૉ. આર. ડી. ચોક્સે: અંતિમ ચરણ ;
- (૭) એચ. એન સિંહા: પેશવાઓનો ઉદય;
- (૮) કેમ્બ્રિજ: ભારતનો ઈતિહાસ, પુસ્તક ૫;
- (૯) ડો. સુરેન્દ્રનાથ સેન: મરાઠાઓની વહીવટી પ્રણાલી.