કુશોક બાકુલા રિન્પોચે વિમાનમથક
કુશોક બાકુલા રિન્પોચે વિમાનમથક ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા જમ્મુ અને કાશ્મીર રાજ્યના લેહ જિલ્લાના મુખ્ય શહેર એવાં લેહ કે જે લોકપ્રિય પર્યટન સ્થળ છે, ત્યાનું વ્યવ્સાયિક વિમાનમથક છે.સ્થાનિક ધાર્મિક અગ્રણી કુશોક બાકુલાના નામ પરથી આ હવાઈ મથકનું નામ કુશોક બાકુલા રિન્પોચે વિમાનમથક રાખવામાં આવ્યું છે.બરફાચ્છાદિત પ્રદેશમાં આવેલું લેહ વિમાનમથક ૩,૨૫૬ મીટર (૧૦,૬૮૨ ફૂટ) ની ઊંચાઈ પર સ્થિત છે.