કેદારકંઠ ભારતનાં ઉત્તરાખંડ રાજ્યમાં હિમાલય પર્વતમાળામાં આવેલું એક પર્વતશિખર છે. સરેરાશ સમુદ્ર સ્તરથી આ શિખરની મહત્તમ ઊંચાઈ ૧૨,૫૦૦ ફૂટ જેટલી છે.[૧][૨] કેદારકંઠ ઉત્તરકાશી જિલ્લામાં ગોવિંદ વન્યજીવન અભયારણ્યના વિસ્તારમાં આવેલું છે.[૩]

કેદારકંઠ
શિખર માહિતી
ઉંચાઇ12,500 ft (3,800 m)
ભૂગોળ
દેશભારત
રાજ્યઉત્તરાખંડ
જિલ્લોઉત્તરકાશી
પિતૃ પર્વતમાળાગઢવાલ હિમાલય

આ શિખર પર આરોહણ માટે સાંકરી નામના એક નાનાં ગામ ખાતેથી શરૂઆત કરવામાં આવે છે. સમુદ્રસ્તરથી લગભગ ૨૦૦૦ મિટરની ઊંચાઈએ વસેલું સાંકરી ગામ વાહન માર્ગે દહેરાદૂનથી ૨૧૦ કિમી દૂર આવેલું છે જે અંતર કાપતા લગભગ દસ કલાકનો સમય લાગે છે.[૪] ઉત્તરાખંડ પ્રવાસન વિકાસ નિગમ અને અન્ય ખાનગી સંસ્થાઓ વર્ષ દરમ્યાન વિવિધ જૂથારોહણનું આયોજન કરતા હોય છે જેમાં શિખર પર જઈ ને પાછા આવવા માટેનો કુલ ૫-૬ દિવસનો કાર્યક્રમ ઘડવામાં આવતો હોય છે. આ શિખરની ટોચ ઉપરથી હિમાલય પર્વતમાળાનાં અન્ય ૧૩ શિખરો જોઈ શકાય છે.

સંદર્ભો ફેરફાર કરો

  1. Shah, Sonali (૬ નવેમ્બર ૨૦૧૬). "Want to go trekking in the Himalayas? Here's a list recommended by experts". Hindustan Times. મેળવેલ ૧૪ જાન્યુઆરી ૨૦૧૮.
  2. Duttagupta, Samonway (૧ ડિસેમ્બર ૨૦૧૫). "Best winter treks in India". India Today. મેળવેલ ૧૪ જાન્યુઆરી ૨૦૧૮.
  3. Mishra, Gaurav K; Upreti, Dalip K (મે ૨૦૧૫). "Altitudinal distribution of cetrarioid lichens in Govind Wildlife Sanctuary, Garhwal Himalaya, Uttarakhand, India". Geophytology. 45 (1): 9–19. ISSN 0376-5156.
  4. "Kedarkantha Winter Trek". uttarakhandtourism.gov.in (અંગ્રેજીમાં). Uttarakhand Tourism Development Board. મૂળ સંગ્રહિત માંથી ૧૨ મે ૨૦૨૨ પર સંગ્રહિત. મેળવેલ ૧૨ મે ૨૦૨૨.

બાહ્ય કડીઓ ફેરફાર કરો