કોકમ એ રસોઈમાં ખટાસ લાવવા માટે વપરાતો મસાલો છે. તેનું શાસ્ત્રીય નામ ગ્રેસીનીયા ઈંડિકા (Garcinia indica) છે. કોકમ એ રસોઈ, ઉદ્યોગ અને દવા બનાવવા માટે ઉપયોગિ છે.

કોકમ(Garcinia indica)
Kokum fruits, seeds, pulp and rinds.jpg
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
(unranked): Angiosperms
(unranked): Eudicots
(unranked): Rosids
Order: Malpighiales
Family: Clusiaceae
Subfamily: Clusioideae
Tribe: Garcinieae
Genus: 'Garcinia'
Species: ''G. indica''
Choisy
દ્વિનામી નામ
Garcinia indica


The genus Garcinia, belonging to the family Clusiaceae, includes about 200 species found in the Old World tropics, mostly in Asia and Africa.

રસોઈ આદિમાં વપરાતા કોકમ (ગ્રેસીનીયા ઈંડિકા)એ ભારતના પશ્ચિમ કિનારા ને સમાંતર આવેલા પશ્ચિમઘાટનું વતની છે. Of the 35 species found in India, 17 are endemic. Of these, seven are endemic to the Western Ghats, six in the Andaman and Nicobar Islands and four in the northeastern region of India.

કોકમના વૃક્ષો જંગલોમાં, નદી કિનારે અને પડતર જમીનમાં ઉગે છે. આ વૃક્ષો નિત્ય લીલાં જગલોમાં સરસ વિકસે છે પણ ઓછા વરસદી ક્ષેત્રોમાં પણ તે ઉગે છે. નાના પ્રમાણમાં તેની ખેતી પણ થાય છે. આને સિંચન, જંતુનાશક કે ખાતરની જરૂર હોતી નથી.

રસોઈમાં વપરાશ

ફેરફાર કરો
 
કોકમના ફળની સૂકી છાલ

કોકમના ફળની છાલને સૂકવીને સૂકવેલા કોકમ અથવા આમચૂર મેળવવામાં આવે છે. મહારાષ્ટ્રીય અને ગુજરાતી રસોઈમાં ખટાશ લાવનારા પદાર્થ તરીકે તે વપરાય છે. કોકમ વાપરતા વાનગીને એક વિશિષ્ટ સુગંધ અને ઘેરો રંગ મળે છે. કોંકણની વાનગીમાં આમલીને બદલે કોકમ વપરાય છે. ગુજરતમાં પણ દાળ બનાવવા માટે કોકમ વપરાય છે. તે સિવાય દક્ષિણ ભારતના અમુક ક્ષેત્રોમાં પણ કોકમ વાપરવામાં આવે છે.

 
કોકમમાંથી તૈયાર કરેલ શરબત. જમણે ભીંજાવેલા કોકમ અને ડાબે કોકમનું ગાળેલું સીરપ

કોકમમાંથી ખાટું મીઠું આકર્ષક ઘેરા ગુલાબી રંગનું શરબત બનાવવામાં આવે છે. એમ માનવામાં આવે છે કે કોકમ શરબત ઉનાલાના દિવસોમઆં ઠંડક આપે છે અને પાચનમાં સહાયક હોય છે.[સંદર્ભ આપો].

કોકમના અર્કને કોંકણની અને મરાઠી ભાષામાં "આગળ" કહે છે. સોલકઢી બનાવતી વખતે નારિયેળના દુધ સાથે કોકમ વાપરવામાં આવે છે.

ઔદ્યોગિક વપરાશ

ફેરફાર કરો

કોકમમાં ૨૩-૨૬% જેટલું તેલ હોય છે. આ તેલની ખાસિયત હોય છે કે તે ઓરડાના સામાન્ય તાપમાને ઘન સ્વરૂપે રહે છે. આનો ઉપયોગ પીપેરમીંટ, દવાઓ અને સૌંદર્ય પ્રસાધનોની બનાવટમાં થાય છે.

હાલના સમયમાં ઉદ્યોગો આના ફળની છાલમાંથી હાયડ્રોક્સિસાયટ્રીક ઍસિડ (HCA) કાઢે છે.[સંદર્ભ આપો]

અન્ય વપરાશો

ફેરફાર કરો

આ વૃક્ષ તેની ઘટાદાર પર્ણ છત્રી અને લાલાસ પડતી ઝાંય ધરાવતા નાના પાંડડાને કારાણે સુંદર દેખાય છે. આથી આનો ઉપયોગ સુશોભન વૃક્ષતરીકે થાય છે. કોકમના તેલનો ઉપયોગ પગની માલિશ કરવા થાય છે.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો