કોપ્પલ જિલ્લો(कन्नड़:ಕೊಪ್ಪಳ) ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા કર્ણાટક રાજ્યમાં આવેલા કુલ ૨૭ (સત્તાવીસ) જિલ્લાઓ પૈકીનો એક એવો મહત્વનો જિલ્લો છે. કોપ્પલ જિલ્લાનું મુખ્ય મથક કોપ્પલ શહેરમાં આવેલું છે.

કર્ણાટક રાજ્યના ૨૭ જિલ્લાઓ દર્શાવતો નકશો

આ જિલ્લો વિશેષ રીતે જુદાં જુદાં મંદિરો તેમ જ કિલ્લાઓ માટે પ્રસિદ્ધ છે. આ જિલ્લો ઐતિહાસિક નજરે પણ ખુબ જ મહત્વ ધરાવે છે. કોપ્પાલ નગરનો ઇતિહાસ પણ લગભગ ૬૦૦ વર્ષ પુરાણો છે. આ જિલ્લો ૭,૧૯૦ ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારમાં ફેલાયેલો છે અને આ જિલ્લાની કુલ વસ્તી વસ્તીગણતરી ૨૦૦૧ મુજબ ૧૧,૯૬,૦૮૯ જેટલી છે. વિશ્વભરમાં પ્રસિદ્ધ્ વિશ્વ ધરોહર સ્થળ હમ્પી પણ આ જિલ્લામાં આવે છે, કે જ્યાં પુરાતન સંસ્કૃતિના અભ્યાસુઓ સતત આવતા રહે છે. .

બાહ્ય કડીઓ

ફેરફાર કરો