ખેરખટ્ટો

(ખખેડો થી અહીં વાળેલું)

ખેરખટ્ટો એ ભારતીય ઉપખંડમાં જોવા મળતું કાગડા કુળનું એક પક્ષી છે. આ પક્ષી એકલું કે જોડીમાં ફરતું જોવા મળે છે, કદીય ટોળામાં ફરતું નથી. તેનો અવાજ ઘડીકમાં મીઠો તો ઘડીકમાં કર્કશ સંભળાય છે.

Rufous Treepie
A Pair Of Rufous Treepie In Mangaon, Maharastra.
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Chordata
Class: Aves
Order: Passeriformes
Family: Corvidae
Genus: 'Dendrocitta'
Species: ''D. vagabunda''
દ્વિનામી નામ
Dendrocitta vagabunda
(Latham, 1790)
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ

Dendrocitta rufa

કાગડા કુળનાં પંખીઓમાં આ પક્ષી સૌથી આકર્ષક દેખાવ ધરાવે છે. તે રંગ અને રૂપથી દેખાવડો હોય છે. તેનું માથું, ડોક, ગળું, તથા છાતી ધૂમાડીયા કાળા રંગનાં અને બાકીનું શરીર કથ્થાઈ હોય છે. તેની પાંખ પર મોટું ધોળું ધાબું અને બાજુનો બાકીનો ભાગ કાળો હોય છે. તેની લાંબા કદની પૂંછડીના ઉપરના ભાગે રાખોડી રંગ અને છેડા પર કાળા રંગની પટ્ટી હોય છે. તેની ચાંચ નાની અને સહેજ વળેલી હોય છે. પગ ભૂખરા રંગના હોય છે. આ પક્ષી દેખાવમાં નર અને માદા સરખાં જ હોય છે..[]

ખેરખટ્ટો બગીચા, જંગલ, ઝાડી ઉપરાંત ગામમાં મોટાં વૃક્ષો પર માર્ચ મહીનાથી શરૂ કરીને મે-જૂન સુધીમાં પોતાનો માળો બનાવે છે. તેનો માળો ઉંચા વૃક્ષ પર બેલાખામાં હોય છે. તેના ઈંડાનો રંગ લીલાશ પડતો હોય છે અને એના પર રાખોડી કથ્થાઈ છાંટણા હોય છે.[]

કાગડાની જેમ ખોરાક તરીકે સર્વભક્ષી, ફળો, જીવડાં, ઈંડાં, નાના પક્ષીઓનાં બચ્ચાં, ઉંદર વગેરે બધું જ ખાય છે. ખોરાકથી ધરાઈ ગયા પછી વધુ ખોરાક ઝાડની કે મકાનની બખોલમાં છુપાવે છે.

સંદર્ભો

ફેરફાર કરો
  1. BirdLife International (2012). "Dendrocitta vagabunda". IUCN Red List of Threatened Species. Version 2012.1. International Union for Conservation of Nature. CS1 maint: discouraged parameter (link) CS1 maint: ref=harv (link)
  2. Rasmussen, PC & JC Anderton (2005). Birds of South Asia: The Ripley guide. Volume 2. Smithsonian Institution & Lynx Edicions. પૃષ્ઠ 595.
  3. દેસાઈ, પ્રદ્યુમ્ન કંચનરાઈ (1982). પંખીજગત. અમદાવાદ: પ્રકાશ સાહિત્ય ભંડાર. પૃષ્ઠ ૫-૬.