ખાબ, હિમાચલ પ્રદેશ
ભારતનું ગામ
ખાબ (અંગ્રેજી: Khab) ભારત દેશના હિમાચલ પ્રદેશ રાજ્યના કિન્નોર જિલ્લામાં આવેલ એક નાનું ગામ છે.
ખાબ | |
---|---|
ગામ | |
સ્પિતી અને સતલજ નદીઓનો સંગમ | |
અક્ષાંશ-રેખાંશ: 31°48′00″N 78°38′39″E / 31.799975°N 78.644128°E | |
દેશ | ભારત |
રાજ્ય | હિમાચલ પ્રદેશ |
જિલ્લો | કિન્નોર |
ઊંચાઇ | ૨,૪૩૮ m (૭૯૯૯ ft) |
ભાષાઓ | |
• અધિકૃત | હિંદી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
વાહન નોંધણી | HP |
આ ગામ ભારત-તિબેટ સરહદ નજીક સતલજ નદીના ખીણ-વિસ્તારમાં આવેલ છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૨૨ દ્વારા ખાબ રાજ્યની રાજધાની શિમલા સાથે જોડાય છે. ખાબ ખાતે સ્પિતી નદી અને સતલજ નદીનો સંગમ થાય છે. સ્પિતી નદીના ખીણ પ્રદેશમાંથી વહેતી સ્પિતી નદી અહીં સતલજ નદીને મળે છે, જે તિબેટમાં આવેલા માન સરોવર તળાવ ખાતેથી નીકળે છે. પ્રાચીન બૌદ્ધ મઠ તાશીગંગ ગોમ્પા અહીંથી નજીક આવેલ છે. રીઓ પુરગીલ શિખર અહીંથી દેખાય છે કે જેની દરિયાઈ સપાટીથી ઊંચાઈ 22,400 feet (6,800 m) જેટલી છે અને સ્પિતીનો ઠંડા રણનો પ્રદેશ અહીથી નજીકના પુલ પછી શરૂ થાય છે.