ખેતમજૂરી એટલે અન્ય ખેડૂત માટે ખેતીનું કાર્ય કરવું. આ કાર્ય કરવા બદલ ખેડૂત ખેતમજૂરને મજૂરી ચૂકવે છે.

ખેતરમાં ખેતીકામ.

ખેતમજૂરી કરનાર મજૂર વાવણી, રોપણી, કાપણી, નિંદણ, ગોડવું, ખેડવું, ખાડા ખોદવું, ખાતર નાખવું, દવા છાંટવી, પાકનું રક્ષણ કરવું, ફળ ચૂંટવા, ફળ વેડવાં, ખેતરમાં પાણી સિંચવું, તૈયાર ઉત્પાદનનું વહન કરવું, ઉત્પાદનને સ્વચ્છ કરવું, વગેરે ખેતી માટેનાં ઉપયોગી કાર્યો કરી એના બદલે મજૂરી પેટે પૈસા મેળવી પોતાનું ગુજરાન ચલાવે છે.

ગુજરાત રાજ્યમાં લઘુત્તમ વેતન ધારામાં નક્કી કરવામાં આવેલ મહેનતાણા કરતાં ઓછા રૂપિયા મજૂરી પેટે આપવા ગેરકાનૂની છે.