ગણેશ મંદિર, કોઠ

કોઠ, (ધોળકા‌) ગુજરાતમાં આવેલું ગણેશ મંદિર

ગણપતપુરા કે ગણેશપુરા તરીકે ઓળખાતું ગણેશ મંદિર ધોળકા નગરની નજીકમાં આવેલું સુપ્રસિદ્ધ મંદિર છે. આ મંદિર ધોળકા તાલુકાના કોઠ ગામ પાસે આવેલું છે. જે ધોળકાથી આશરે ૨૦ કિલોમીટર તેમ જ જિલ્લા મથક અમદાવાદથી ૬૨ કિલોમીટર અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા બગોદરાથી ૧૪ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે. આ મંદિરમાં ગણેશજીની સ્વંયભૂ મૂર્તિના દર્શન થાય છે. આ મૂર્તિની ખાસિયત એ છે કે ઘણાં મંદિરોમાં ગણપતિની સૂંઢ ડાબી બાજુ વળેલી હોય છે, જ્યારે આ મૂર્તિની સૂંઢ જમણી બાજુ વળેલી છે. આ ઉપરાંત એક દંતી અને સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિ છે. આ મૂર્તિ છ ફૂટ જેટલી ઊંંચી છે. અમદાવાદથી આ ગણપતિ મંદિરનાં દર્શને જવા માટે ઘણી બસો ઉપલ્બધ છે.

ગણેશ મંદિર
ગણપતપુરા
ધર્મ
જોડાણહિંદુ
જિલ્લોઅમદાવાદ
દેવી-દેવતાગણેશ
સ્થાન
રાજ્યગુજરાત
દેશભારત

બાહ્ય કડીઓ

ફેરફાર કરો