ધોળકા
ભારતના ગુજરાત રાજ્યનું એક નગર
ધોળકા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાનું મુખ્ય મથક છે.
ધોળકા | |
— નગર — | |
અક્ષાંશ-રેખાંશ | 22°43′35″N 72°26′33″E / 22.726276°N 72.442625°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | અમદાવાદ |
તાલુકો | ધોળકા |
વસ્તી | ૮૦,૯૪૫[૧] (૨૦૧૧) |
લિંગ પ્રમાણ | ૯૩૨ ♂/♀ |
સાક્ષરતા | ૮૨.૧% |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
વિસ્તાર • ઉંચાઇ |
• 17 metres (56 ft) |
ઇતિહાસ
ફેરફાર કરો૧૮મી સદીની અંધાધૂંધી દરમિયાન ઇ.સ. ૧૭૩૬માં ધોળકા મરાઠાઓના શાસન હેઠળ હતું અને બ્રિટિશરો વડે ઇ.સ. ૧૭૪૧માં તેનો કબ્જો લેવાયો હતો ત્યાર પછી ફરીથી તે ઇ.સ. ૧૭૫૭માં ગાયકવાડ રાજ્ય હેઠળ ઇ.સ. ૧૮૦૪ સુધી બ્રિટિશરોને સોંપાયું ત્યાં સુધી રહ્યું હતું. ઇ.સ. ૧૮૧૩ના દુષ્કાળમાં ધોળકાએ ભારે નુકશાન વેઠ્યું હતું. ૧૮૨૦-૨૨ના સર્વેક્ષણમાં ધોળકા પાછું બેઠું થતું જણાયું હતું.[૨]
જોવાલાયક સ્થળો
ફેરફાર કરોધોળકાનું મુખ્ય આકર્ષણ મલાવ તળાવ છે, જે સિદ્ધરાજ જયસિંહની માતા મીનળદેવી વડે બંધાયેલું છે.[૩]
હિંદુ મંદિરોમાં ઇ.સ. ૧૭૫૧માં ગાયકવાડના અધિકારી અંતાજી રાવ દ્વારા બંધાયેલું નાગેશ્વર અથવા ચંદ્રેશ્વર મહાદેવનું મંદિર જોવાલાયક છે.[૨]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Dholka Population, Caste Data Ahmadabad Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મેળવેલ ૩૦ નવેમ્બર ૨૦૧૭.[હંમેશ માટે મૃત કડી]
- ↑ ૨.૦ ૨.૧ Gazetteer of the Bombay Presidency: Ahmedabad (Public Domain text). Government Central Press. ૧૮૭૯. પૃષ્ઠ ૩૩૭-૩૩૮.
- ↑ Shastri, Parth (૨૭ સપ્ટેમ્બર ૨૦૧૫). "ASI to renovate 2 Gujarat's ancient lakes". The Times of India. મેળવેલ ૨ ડિસેમ્બર ૨૦૧૬.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |