ગર્જિયાદેવી મંદિર (ઉત્તરાખંડ)
ભારતના ઉત્તરાખંડ રાજ્યમાં આવેલ એક પ્રસિદ્ધ મંદિર
ગર્જિયાદેવી મંદિર ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા પહાડી રાજ્ય ઉત્તરાખંડમાં સ્થિત એક પ્રસિદ્ધ મંદિર છે. આ મંદિર નૈનિતાલ જિલ્લામાં આવેલા સુંદરખાલ ગામમાં આવેલું છે. રામનગર શહેર કે જે જિમ કોર્બેટ નેશનલ પાર્કનું મુખ્ય મથક પણ છે, ત્યાંથી આ મંદિર લગભગ ૧૫ કિમી જેટલા અંતરે આવેલું છે. આ મંદિર એક નાના-સરખા પહાડ જેવા વિશાળ કદના પથ્થરની ટોચ પર બનાવવામાં આવેલું છે. કોસી નદી આ મંદિરની નજીકમાંથી પસાર થાય છે.
અહીં કારતક સુદ પૂર્ણિમાના દિવસે દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જામે છે.
બાહ્ય કડીઓ
ફેરફાર કરોઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |