ગાઝિયાબાદ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તર પ્રદેશ રાજ્યના ગાજિયાબાદ જિલ્લાનું મુખ્ય મથક છે.

ગાઝિયાબાદ રેલ્વે સ્ટેશન

ગાજિયાબાદ નામ નગરના સ્થાપક ગાજી-ઉદ્-દીનના નામ પરથી પડ્યું છે. ગાજી-ઉદ્-દીને આ શહેરનું નામ પોતાના નામ પર ગાજીઉદ્દીનનગર કહીને પાડ્યું હતુ, પછીના સમયમાં આ શહેરનું નામ ગાજિયાબાદ થઇ ગયું, જે ઉપયોગમાં નાનું અને સરળ હતું. અહીં ઉચ્ચ સ્તરીય દૂરસંચાર પ્રશિક્ષણ કેન્દ્ર (ALTTC) આવેલું છે. આ એક મોટા ઔદ્યોગિક શહેરની જેમ સારી રીતે સડક માર્ગે તેમ જ રેલ માર્ગ દ્વારા જોડાયેલું છે.

હાલના સમયમાં મોટી સંખ્યામાં શહેરમાં મૉલ અને મલ્ટીપ્લેક્સ ખુલી ગયાં છે. સડકોને પહોળા કરવામાં આવી રહ્યા છે તેમ જ સાથે સાથે ઠેર ઠેર ઉડનપુલો (ફ્લાય ઓવર)નું નિર્માણ અને સુધારવાનું કાર્ય ચાલી રહ્યું છે. આ ઘટનાઓના કારણે આ શહેર ન્યૂઝવીક ઇન્ટરનેશનલ તરફથી ઈ. સ. ૨૦૦૬ના વર્ષ માટે દુનિયાના ૧૦ સૌથી વધુ પ્રગતિશીલ શહેરોમાં સામેલ કર્યું હતું.

ગાજિયાબાદ હવાઈ માર્ગ, રેલ માર્ગ તેમ જ સડક માર્ગ દ્વારા સરળતાથી પહોચી શકાય છે. સૌથી નજીકનું હવાઈ મથક, ગાજિયાબાદથી લગભગ ૪૫ કિલોમીટરના અંતરે ઇંદિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક, દિલ્હી ખાતે આવેલું છે. સડક માર્ગ દ્વારા ગાજિયાબાદ ચારે તરફથી દિલ્હી , નોએડા, હાપુડ, મેરઠ, સહારનપુર, હરિદ્વાર વગેરે સ્થળો સાથે જોડાયેલું છે. ગાજિયાબાદથી ઘણી મોટી સંખ્યામાં લોકો દર રોજ કામ કરવા માટે દિલ્હી જાય છે. દિલ્લી પરિવહન નિગમ (ડીટીસી) પણ એએલટીટીસી થી આઈટીઓ, દિલ્હી જવા માટે બસો ચલાવે છે. આ બસ સેવા ગાજિયાબાદ શહેરથી દર પંદર મિનિટના અંતરાલે ચાલે છે. એક અન્ય ડીટીસી બસ સેવા પ્રતાપ વિહારથી શિવાજી સ્ટેડિયમ (કોનૉટ પ્લેસ), નવી દિલ્હી જવા માટે ઉપલબ્ધ છે. ગાજિયાબાદ રેલવે માર્ગ દ્વારા પણ દેશના અન્ય ભાગો સાથે સારી રીતે જોડાયેલું છે. ગાજિયાબાદ એક રેલવે જંક્શન છે અને ઘણી રેલ્વે લાઇનો ગાજિયાબાદ શહેરમાંથી પસાર થાય છે. મુખ્ય રેલવે સ્ટેશન શહેરની વચ્ચે આવેલું છે.

ગાજિયાબાદ શહેરના મુખ્ય બસ અડ્ડા (ડેપો) મોહન નગર, લોહિયા નગર, વસુંધરા તેમ જ મેરઠ રોડ વિસ્તારોમાં આવેલા છે, જ્યાંથી ઉત્તર પ્રદેશ રાજ્ય સડક પરિવહન નિગમની બસો આખા રાજ્યનાં મહત્વનાં સ્થળોએ જવા માટે દોડાવવામાં આવે છે.