Coordinates: 23°0′43″N 72°34′48″E / 23.01194°N 72.58000°E / 23.01194; 72.58000

ગાયકવાડ હવેલીઅમદાવાદમાં આવેલી એક ઐતિહાસિક હવેલી છે. તેનું બાંધકામ ૧૭૩૮માં કરાવામાં આવ્યું હતું. અમદાવાદ પર મરાઠા રાજના સમયમાં આ હવેલી ગાયકવાડી બેઠક તરીકે વપરાતી. બ્રિટિશ સત્તાકાળમાં આ હવેલી ને છાવણી અને શસ્ત્રાગારમાં ફેરવી નખાવામાં આવી. ત્યાર બાદ તેનો ઉપયોગ રેલવે ડેપો અને પોલીસ ક્રાઇમ બ્રાન્ચના વડા મથક તરીકે પણ કરવામાં આવ્યો.[][] ૨૦૧૪માં આ હવેલીનું પુનઃસ્થાપન કરવામાં આવ્યું હતું.

ઈ.સ. ૧૭૩૮ માં જ્યારે અમદાવાદ પેશ્વાઈ અને મોગલ સુબેદાર મોમિન ખાનના સંયુક્ત કબ્જા હેઠળ હતું ત્યારે સાબરમતી નદીને કિનારે ગાયકવાડ હવેલી બાંધવામાં આવી હતી. ઈ.સ. ૧૭૫૩માં દામાજી ગાયકવાડ અને પેશ્વા રઘુનાથ રાવની સંયુક્ત સેનાઓએ મોગલો ને હરાવ્યા અને શહેર પર સાશન કરવા માંડ્યું. ઈ.સ. ૧૭૫૬માં મોમીન ખાને ફરીથી શહેર પર કબ્જો મેળવ્યો. ત્યાર બાદ ૧૭૫૭થી ફેબ્રુઆરી ૧૭૫૮ના એક વર્ષના ઘેરા પછી તે શરણે આવ્યો. આ શહેરની ઉપજ પેશવા અને ગાયક્વાડ વચ્ચે સરખે ભાગે વહેંચાતી, પરંતુ શહેરના ૧૧ દરવાજાઓનો કબ્જો પેશ્વા પાસે હતો. શહેરનું એક માત્ર દરવાજો જમાલપુર દરવાજો ગાયકવાડ હસ્તક હતો. આ દરવાજા નજીકની હવેલી દામાજી ગાયકવાડ હેઠળ આવી. તેમણે હવેલીને સુધરાવી અને કોટ ચણાવ્યો. આ હવેલીના કોટની દીવાલ અનિયમિત આકાર ધરાવે છે. તેની અંદરનો ભાગ ત્રણ ક્ષેત્રમાં વિભાજીત છે. ઉત્તર દિશામાં શરૂઆતમાં બગીચો હતો જે કોસ દ્વારા સિંચાતો હતો. મધ્ય અને આંતરિકભાગ જે શહેરના કોટ પર હતો. અને દક્ષિણ ભાગ ૧૮૧૪માં કેશોબા પંડિત દ્વારા ઉમેરવામાં આવ્યો હતો. અબા શેલુકરની બાજીરાવ બીજા એ ઉપજ પર દેખરેખ રાખવા, પેશ્વાના સરસુબા તરીકે નિમણુંક કરી હતી. તે પ્રજા પર જુલમ કરી ધન કઢાવતો હતો માટે તે ખૂબ બદનામ બન્યો. તેણે ગાયકવાડ હવેલી પર કબજો કરી સમગ્ર શહેર પર પોતાની જોહુકમી ચલાવવા પ્રયત્ન કર્યો. આથી ગાયકવાડે પોતાની સેના મોકલી અને ભદ્રનો કિલ્લો કબ્જે કર્યો. છેવટે ૧૭૯૯માં પેશ્વાએ શેલુકરની ધરપકડ કરી અને પુણે મોકલી દીધો. ત્યાં તેને સાત વર્ષની કેદ આપવામાં આવી.[][][][] ગુજરાતી રૂઢી પ્રયોગ: હાથમાં દાંડો, બગલમાં મોઇ, હવેલી લેતા ગુજરાત ખોઈ આ ઘટનાને આધારિત છે. શેલુકરના દમનને દર્શાવતા ગરબા પણ રચાયા છે, આ ગરબાઓ ફાર્બસ ગુજરાતી સભામાં સચવાયેલા છે.[]

તે ગરબો આ મુજબ છે:

પુણેથી શેલુકર આવીયો રે, ગરબા કરવા અમદાવાદના રાજ રે;
આવ્યો ત્યારે પોશલા ઓઢી, ગયો ત્યારે ચાદર ઓઢીયા.

ત્યારબાદ પેશ્વાએ આ શહેર ગાયકવાડને ભાડે આપવા સહમતી આપી.[][] બ્રિટિશ ઇસ્ટ ઈંડિયા કમ્પનીએ ૧૮૧૭માં આ શહેરનો તાબો લીધોઅને હવેલીને સેનાની છાવણીમાં ફેરવી દેવાઈ. ૧૮૨૪ સુધી તેનો ઉપયોગ છાવણી તરીકે થયો. ૧૮૩૩માં આ હવેલીને ઉત્તર વિભાગની સેનાના શસ્ત્રાગારમાં ફેરવી દેવાઈ. ૧૮૬૩માં અમદાવાદ અને મુંબઈ વચ્ચે રેલ્વે શરૂ થતા આનો આયુધ ડેપો તરીકે ઉપયોગ થવા લાગ્યો. ૧૯૬૯માં આ હવેલીને પોલીસ ક્રાઈમ બ્રાંચના વડા મથક તરીકે ફેરવી દેવાઈ.[][]

પુનઃસ્થાપન

ફેરફાર કરો

ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશન દ્વારા મળેલી રૂ. ૨૨ લાખની ગ્રાંટ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ગાયકવાડ હ્વેલીનું પુનઃસ્થાપનનું કાર્ય હાથ ધર્યું. આ હેઠળ આછા કથ્થઇ રંગના ધાંગધ્રા પથ્થર વાપરી બંધાયેલા નએ ગેરુના લાલ રંગે રંગાયેલા મુખ્ય દરવાજા અને તેની પાછળ અવલોકન મિનારાનું પુનઃસ્થાપન કરવામં આવ્યું. અવલોકન મિનારાને પાછળથી પોલીસ સંગ્રહાલયમાં દેરવી દેવામાં આવ્યો. હવેલીને ૧.૭ કિમી લાંબી કોટ દીવાલ અને તેના છ દરવાજાઓને પણ પુનઃ સ્થાપિત કરવમાં આવ્યા. આ સાથે ૧૯૮૦થી બંધ પડેલ અમદાવાદ પોલીસ ઑફીસર્સ સ્પોર્ટ્સ ઍન્ડ રિક્રિયેશનલ ક્લબ પણ પુનઃસ્થાપિત કરાયું. આ ક્લબની સ્થપના ૨૩ મે ૧૯૫૨ના દિવસે મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી મોરારજી દેસાઈએ કરી હતી.[][]

૧૯૪૬ના કોમી રમખાણો દરમ્યાન લોકોની જાન બચાવતા મૃત્યુ પામનાર વસંત-રજબનું એક સ્મારક પણ અહીં ૨૦૧૫માં બનાવાયું છે.[]

સંદર્ભો

ફેરફાર કરો
  1. "History repeats itself at Gaekwad Haveli". Times of India. February 18, 2011. મેળવેલ 4 December 2014.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ "અ'વાદમાં કોન્સ્ટેબલની હત્યા થઇ તે ગાયકવાડ હવેલીનો આવો છે ઇતિહાસ". divyabhaskar. 26 April 2016. મેળવેલ 2 May 2016.
  3. Achyut Yagnik (2 February 2011). Ahmedabad: From Royal city to Megacity. Penguin Books Limited. પૃષ્ઠ 92–96. ISBN 978-81-8475-473-5.
  4. ૪.૦ ૪.૧ ૪.૨ Qureshi, Zahid (October 4, 2014). "Come Diwali, Gaekwad Haveli will shine bright". Ahmedabad Mirror. મૂળ માંથી ડિસેમ્બર 13, 2014 પર સંગ્રહિત. મેળવેલ December 3, 2014.
  5. ૫.૦ ૫.૧ Gazetteer of the Bombay Presidency: Ahmedabad. Government Central Press. 1879. પૃષ્ઠ 277.
  6. John Holland Rose; Arthur Percival Newton; Ernest Alfred Benians; Henry Dodwell (1929). The Cambridge History of the British Empire. CUP Archive. પૃષ્ઠ 368–. GGKEY:55QQ9L73P70.
  7. "Garba songs are slices of history". The Times of India. 1 October 2008. મેળવેલ 4 December 2014.
  8. John Holland Rose; Arthur Percival Newton; Ernest Alfred Benians; Henry Dodwell (1929). The Cambridge History of the British Empire. CUP Archive. પૃષ્ઠ 368–. GGKEY:55QQ9L73P70.
  9. DeshGujarat (30 June 2015). "Ahmedabad to get another museum, it has been created in 'burj'". DeshGujarat. મેળવેલ 2 May 2016.
  • આ લેખ પબ્લિક ડોમેનમાં રહેલા પુસ્તક Gazetteer of the Bombay Presidency: Ahmedabad. Government Central Press. 1879. પૃષ્ઠ 277. માંથી લખાણના અંશો ધરાવે છે.