ગીધકુટ પર્વત
ગિધકુટ પર્વત ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા મધ્ય પ્રદેશ રાજ્યના સતના જિલ્લામાં આવેલ એક ડુંગર છે. આ ડુંગર ધાર્મિક, પુરાતત્વીય અને પર્યાવરણની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ડુંગરને ગીધરાજ પર્વત પણ કહેવાય છે. સ્થાનિક લોકો તેને ગીદ્ધહા પહાડ કહે છે.
આ પહાડ સતના જિલ્લાના રામનગર તાલુકામાં આવેલા દેવરાજનગર નજીક આવેલ છે, જેનું અંતર સતના થી આશરે ૬૫ કિલોમીટર જેટલું છે. આ પર્વતની ઉત્તર દિશામાં કૈમૂર પર્વતશૃંખલા તેમ જ દક્ષિણ દિશામાં મૈકલ પર્વતશૃંખલા આવેલી છે.
આ સ્થળ પર પહાડીમાં ચાર જેટલી પ્રાચીન ગુફાઓ આવેલી છે, જેની અંદર શિલા પર દોરેલાં ચિત્રો (રોક પેઈન્ટીંગ) તેમ જ ભીંતચિત્રો (મુરાલ પેઈન્ટીંગ) જોઈ શકાય છે, જેથી પુરાતત્વની દૃષ્ટિએ આ સ્થળ નોંધપાત્ર છે.
દર વર્ષે મહા મહિનામાં વસંતપંચમીના દિવસે અહીં મોટો મેળો ભરાય છે. મોટી સંખ્યામાં અહીં લોકો મેળામાં આવે છે અને ગંગા-સ્નાન પણ કરે છે.
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |