વસંતપંચમી

હિન્દુ તહેવાર

વસંતપંચમી ગુજરાતી પંચાંગ મુજમ મહા સુદ પાંચમના દિવસે ઊજવાતો હિંદુ તહેવાર છે જે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં કે જાન્યુઆરી મહિનાના અંતમાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ, કૃષ્ણ, રાધા અને માતા સરસ્વતીને પીળા રંગનાં વસ્ત્રો અને ફૂલોથી શણગારીને ગુલાલ, ધૂપ-દીપ અને જળ અર્પણ કરીને તેમની પૂજા કરવામાં આવે છે. વસંતપંચમીનો તહેવાર સરસ્વતી પૂજા અને શ્રી પંચમી તરીકે પણ જાણીતો છે. શીખ સમાજના લોકો આ દિવસે પતંગોત્સવ ઊજવે છે.

વસંતપંચમી
વસંતનો તહેવાર
અધિકૃત નામવસંતપંચમી
બીજું નામશ્રી પંચમી; સરસ્વતી પૂજા
ઉજવવામાં આવે છેસરસ્વતી પૂજા - હિંદુ ધર્મ
પ્રાસંગિક - વિવિધ ધર્મો
સૂફી બસંત - સૂફી મુસ્લિમો
બસંત પતંગોત્સવ - પંજાબ
ગુરુદ્વારા - શીખ
Liturgical Colorપીળો
પ્રકારધાર્મિક અને સામાજીક
ધાર્મિક ઉજવણીઓપૂજા અને સામાજીક પ્રસંગો
તારીખમહા સુદ ૫

હિંદુ સંસ્કૃતિમાં વસંતપંચમીનો દિવસ તે વસંત ઋતુનો પ્રથમ દિવસ ગણવામાં આવે છે, એટલે કે આ દિવસથી વસંત ઋતુની શરૂઆત થાય છે.