ગુજરાત પોલીસ ગુજરાત રાજ્યની કાયદા સુરક્ષાની સંસ્થા છે. તેનું મુખ્ય મથક રાજ્યના મુખ્ય મથક ગાંધીનગર ખાતે આવેલું છે.

ગુજરાત પોલીસના વડા ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) છે. તેમના હાથ નીચે ૪ કમિશ્નરો હોય છે: અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત. ગુજરાત પોલીસ દળને સાત વિસ્તારો અમદાવાદ, સુરત, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, જુનાગઢ અને સીમા વિસ્તારમાં વહેંચવામાં આવ્યું છે. વધુમાં, ૨૬ જિલ્લાઓ અને પશ્ચિમ રેલ્વે પોલીસ વિભાગો આવેલા છે.

વધુમાં પોલીસ દળને ત્રણ વિભાગોમાં વહેંચવામાં આવેલ છે: ક્રાઇમ, એન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને ઇન્ટેલિજેન્સ શાખા. ૨૦૦૭-૦૮ દરમિયાન વિવિધ શહેરોમાં થયેલા બોમ્બ ધડાકાઓના કિસ્સાને ઉકેલવામાં ગુજરાત પોલીસને સૌપ્રથમ સફળતા મળી હતી.[]

  1. "Cracking the case was Herculean effort | Latest News & Updates at Daily News & Analysis". dna (અંગ્રેજીમાં). ૧૮ ઓગસ્ટ ૨૦૦૮. મેળવેલ ૨૫ મે ૨૦૧૭.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો