ગુજરાત સાયન્સ સીટી
હેબતપુર, અમદાવાદમાં આવેલ વિજ્ઞાન કેન્દ્ર
ગુજરાત સાયન્સ સીટી હેબતપુરમાં સરખેજ-ગાંધીનગર હાઈવેની પાછળ અમદાવાદમાં આવેલું છે. સાયન્સ સીટી મનોરંજન અને અનુભવના જ્ઞાનના ઉપયોગ સાથે સામાન્ય નાગરિકના મનમાં વિજ્ઞાન અંગેની જિજ્ઞાસા ઊભી થાયે તે માટેનો ગુજરાત સરકારનો મહત્વકાંક્ષી પ્રયાસ છે. ૧૦૭ હેક્ટરથી પણ વધુ વિસ્તારને આવરી લેતાં ગુજરાત સાયન્ય સીટીનો વિચાર કાલ્પનિક પ્રદર્શનો, વ્યવહારુ વાસ્તવિક પ્રવૃતિની જગ્યા અને સહેલાઈથી સમજી શકાય એવી જીવંત નિદર્શનનું સર્જન કરવાનો છે.
ગુજરાત સાયન્સ સીટી | |
સ્થાન | અમદાવાદ, ગુજરાત, ભારત |
---|---|
અક્ષાંશ-રેખાંશ | 23°4′48″N 72°29′46″E / 23.08000°N 72.49611°E |
સ્થિતિ | કાર્યરત |
શરુઆત | મે ૨૦૦૧ |
માલિક | ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સીટી |
વિષય | Science education and entertainment |
સમય | સમગ્ર વર્ષ |
વિસ્તાર | 107[૧] ha (260 acres) |
વેબસાઇટ | અધિકૃત વેબસાઇટ |
૨૦૨૧માં બીજા તબક્કાના નિર્માણમાં ₹૨૬૪ crore (US$૩૫ million) ના ખર્ચે માછલી ઘર, ₹૧૨૭ crore (US$૧૭ million) ના ખર્ચે રોબોટિક્સ ગેલેરી અને ₹૧૪ crore (US$૧.૮ million) ના ખર્ચે નેચર પાર્કની શરૂઆત ૧૬ જુલાઇ ૨૦૨૧ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાઇ હતી.[૨][૩]
સુવિધાઓ
ફેરફાર કરો- હૉલ ઓફ સ્પેસ
- હૉલ ઓફ સાયન્સ
- લાઇફ સાયન્સ પાર્ક
- ઇલેક્ટ્રોડોમ
- પ્લેનેટ અર્થ[૪]
- ૩-ડી આઈમેક્સ થિયેટર
- સંગીતમય નૃત્ય કરતા ફુવારા
- ઊર્જા ઉદ્યાન
- સ્ટીમ્યુલેશન રાઈડો
- એમ્ફી થિએટર
સાયન્સ સીટીનો ઉદ્યાન બપોરના ૧૨ થી રાત્રે ૯ વાગ્યા સુધી ખુલ્લો રહે છે.
છબીઓ
ફેરફાર કરો-
સાયન્સ સિટીમાં ડાયનોસોરનું મોડેલ
-
અવરોધનો વૈજ્ઞાનિક પ્રયોગ.
-
ઇલેક્ટ્રોડોમ રૂમમાંનો એક પ્રયોગ
-
માછલીઘર
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Science City".
- ↑ "Robotics and aquatic galleries, nature park: Here are the new additions to Gujarat Science City — see pics". The Financial Express (અંગ્રેજીમાં). 2021-07-19. મેળવેલ 2021-07-22.
- ↑ "Into the deep: Sharks, penguins at Ahmedabad's soon-to-be-launched aquatic gallery". The Indian Express (અંગ્રેજીમાં). 2021-07-14. મેળવેલ 2021-07-22.
- ↑ Shastri, Parth (૨૨ જૂન ૨૦૧૨). "Will Earth Pavilion see light of the day soon?". Times of India. મૂળ માંથી 2013-11-05 પર સંગ્રહિત. મેળવેલ ૧૨ જુલાઇ ૨૦૧૨.
બાહ્ય કડીઓ
ફેરફાર કરોવિકિમીડિયા કોમન્સ પર ગુજરાત સાયન્સ સીટી સંબંધિત માધ્યમો છે.
- અધિકૃત વેબસાઇટ સંગ્રહિત ૨૦૨૩-૦૩-૨૭ ના રોજ વેબેક મશિન