ગુજ્જુભાઈ - મોસ્ટ વોન્ટેડ (ચલચિત્ર)

ગુજ્જુભાઈ - મોસ્ટ વોન્ટેડ એક ૨૦૧૮ની ઇશાન રાંદેરીયા દ્વારા નિર્દેશિત ભારતીય ગુજરાતી કોમેડી ફિલ્મ છે. આ ગુજ્જુભાઈ ફિલ્મ સિરીઝની બીજી ફિલ્મ  ગુજ્જુભાઈ ધ ગ્રેટ(૨૦૧૫)ની સિક્વલ છે. તેમાં  સિદ્ધાર્થ રાંદેરીયા અને જિમીત ત્રિવેદી મુખ્ય ભૂમિકા ધરાવે છે. આ ફિલ્મ ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૮ અએ પર પ્રકાશિત થૈ હતી.[]

ગુજ્જુભાઈ - મોસ્ટ વોન્ટેડ
દિગ્દર્શકઇશાન રાંદેરીયા
લેખકઇશાન રાંદેરીયા
નિર્માતા
કલાકારો
છબીકલાશ્રેયાસ કૃષ્ણ
સંપાદનતુષાર પારેખ
સંગીત
  • અદ્વૈત નેમલેકર
  • પાર્થ ભરત ઠક્કર
  • સાગર દેસાઈ
નિર્માણ
* પેન ઇન્ડિયા પ્રા.લિ.
  • સિદ્ધાર્થ રાંદેરીયા પિકચર્સ
વિતરણપી.વી.આર. પિકચર્સ
રજૂઆત તારીખ
૨૩ ફેબ્રુઆરી ૨૦૧૮
અવધિ
૧૫૭ મિનિટ
દેશભારત
ભાષાગુજરાતી
બોક્સ ઓફિસ ૧૦ કરોડ[]
  • સિદ્ધાર્થ રાંદેરીયા, અરવિંદ દિવેટિયા તરીકે
  • જિમીત ત્રિવેદી, ખગેશ દિવેટિયા તરીકે
  • જયેશ મોરે, એજન્ટ વિક્રાંત વાઘમરે તરીકે
  • તેજલ વ્યાસ, ઈન્દુ(અરવિંદના પત્ની) તરીકે
  • પુર્વી વ્યાસ, ચન્દ્રિકા(માતા-માં કાયદો અરવિંદ) તરીકે
  • વ્યોમા નંદી
  • સુનિલ વિશ્રાની, નાગડા તરીકે
  • રાગી જાની, પોલીસ ઇન્સ્પેક્ટર ઝોરાવર સિંહ જાડેજા તરીકે
  • અનિલ માંગે, આતંકવાદી ૧ તરીકે
  • આલોક ગગડેકર
  • શફિક અન્સારી
  • ફિરોઝ ઇરાની (ખાસ મહેમાન દેખાવ)

નિર્માણ

ફેરફાર કરો

પેન ઇન્ડિયા પ્રા.લિ.એ ફિલ્મ નિર્માણ કરીને ગુજરાતી સિનેમામાં પ્રવેશ કર્યો.[]

સિધ્ધાર્થ રેંડેરિયાના પુત્ર ઇશાન રેંડેરિયાએ ફિલ્મ, ફિલ્મની પટકથા(સ્ક્રીનપ્લે) અને ફિલ્મનું દિગ્દર્શન કર્યું. આ ફિલ્મમાં સિદ્ધાર્થ રેંડેરિયા અને જિમીત ત્રિવેદી પિતા અને પુત્ર તરીકે છે. ફેબ્રુઆરી ૨૦૧૭ માં અમદાવાદમાં આ ફિલ્મનું શૂટિંગ થયું હતું.. ફિલ્મના કેટલાક ભાગો ભુજ, કચ્છમાં આવેલ ભુજિયા કિલ્લામાં શૉટ થયા હતા..

સાઉન્ડટ્રેક

ફેરફાર કરો

સંગીતનું નિર્દેશન અદ્વૈત નેમલેકર, પાર્થ ભરત ઠક્કર અને સાગર દેસાઈ દ્વારા અને ગીતોનું લખાણ નિરેન ભટ્ટ દ્વારા કરાયું છે. ફિલ્મનું પ્રથમ ગીત આદિત્ય ગઢવી અને રિયા શાહ દ્વારા ગવાયેલું "સર સર કે", ૨ જાન્યુઆરી ૨૦૧૮ ના રોજ યુટ્યુબ પર રિલિઝ થયું હતું અને ૨૪ કલાકમાં ૧૦ લાખ દર્શકોએ જોઈ લીધું હતું.

ગીત સૂચિ
ક્રમશીર્ષકગાયક(ઓ)અવધિ
1."સર સર કે"આદિત્ય ગઢવી અને રીયા શાહ૨:૫૯
2."લે લે મેરી જાન"રિતુરાજ મોહંતી૨:૩૬
3."ઓઢની ઓઢું"ઐશ્વર્યા મજમુદાર,વિકાસ અંબૉર૩:૪૧

પ્રકાશન

ફેરફાર કરો

આ ફિલ્મ શરૂઆતમાં ૧૯ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ રજૂ થવાની હતી પરંતુ પદ્માવત અને પૅડ મેન સાથે અથડામણને ટાળવા માટે ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૮ એ ખસેડવામાં આવી હતી. []

ફિલ્મને મિશ્ર પ્રતિભાવો મળ્યા. દેશગુજરાતના સિનેમાવાળાએ પ્રદર્શન અને ઉત્પાદનની પ્રશંસા કરી, પરંતુ વાર્તા અને લંબાઈની ટીકા કરી હતી.[] ધ ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના શ્રુતિ જમબેકરએ ફિલ્મને પાંચમાંથી ચારમાં રેટિંગ્સ આપ્યા અને કોમેડી અને સંવાદોની પ્રશંસા કરી હતી.[] ન્યૂઝફૉલોના શુભમ દ્વિવેદીએ વાર્તા અને હાસ્યાસ્પદ માટે ફિલ્મની ટીકા કરી હતી.[]

પ્રથમ બે સપ્તાહમાં, બૉક્સ ઑફિસ પર ફિલ્મએ ૧૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.[]

સંદર્ભો

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ Webdunia. "'ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ' પ્રથમ ફિલ્મ જેણે કર્યો, કમાણી 10 કરોડ પહોંચી". મેળવેલ 2018-03-13.
  2. "Gujjubhai Most Wanted- The biggest family Entertainer is hitting cinemas on 19th January". મેળવેલ 27 December 2017.[હંમેશ માટે મૃત કડી]
  3. "Gujjubhai 2 shoot goes on floors from February end - Times of India". The Times of India. મેળવેલ 2017-12-28.
  4. IANS. "Padmavati to be released as Padmavat on 25 January, to clash with Akshay's Pad Man". Cinestaan. મૂળ માંથી 2018-01-26 પર સંગ્રહિત. મેળવેલ 2018-01-25.
  5. "Gujarati Film review: Gujjubhai Most Wanted". DeshGujarat (અંગ્રેજીમાં). 2018-02-24. મેળવેલ 2018-03-13.Check date values in: 2018-02-24 (help)
  6. "GujjuBhai: Most Wanted - Movie Review". The Times of India. મેળવેલ 2018-03-13.
  7. "GujjuBhai Most Wanted movie review: Only errors in comedy of error". Newsfolo (અંગ્રેજીમાં). મેળવેલ 2018-03-13.