ગુલાબસિંહ

મણિલાલ દ્વિવેદી કૃત ગુજરાતી નવલકથા

ગુલાબસિંહ એ ગુજરાતી લેખક મણિલાલ દ્વિવેદી દ્વારા લખવામાં આવેલ નવલકથા છે. આ નવલકથા લૉર્ડ લિટન કૃત અંગ્રેજી રહસ્યવાદી નવલકથા 'ઝેનોની' પર આધારિત છે.

ગુલાબસિંહ
પ્રથમ આવૃત્તિનું મુખપૃષ્ઠ; ૧૮૯૭
લેખકમણિલાલ દ્વિવેદી
દેશભારત
ભાષાગુજરાતી
પ્રકારરહસ્યવાદી નવલકથા
પ્રકાશન તારીખ
૧૮૯૭
દશાંશ વર્ગીકરણ
891.473
મૂળ પુસ્તકગુલાબસિંહ વિકિસ્રોત પર

પ્રકાશનનો ઈતિહાસ

ફેરફાર કરો

મણિલાલે ઓગસ્ટ ૧૮૮૫થી પોતાના સામયિક 'પ્રિયંવદા'માં ગુલાબસિંહ નવલકથા હપ્તાવાર છાપવાની શરૂઆત કરી હતી, જે જૂન ૧૮૯૫ના સુદર્શનના અંકમાં પૂરી થઈ હતી. આ નવલકથા ૧૮૯૭ના જૂન મહિનામાં પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ હતી.[]

કથાવસ્તુ

ફેરફાર કરો

સાત તરંગમાં વહેંચાયેલી આ નવલકથા લૉર્ડ લિટનની અંગ્રેજીમાં લખાયેલ રહસ્યવાદી નવલકથા 'ઝેનોની'ની વસ્તુસંકલનાને અનુસરે છે અને ભારતીય દેશકાળને અનુરૂપ એનો વિન્યાસ અપનાવે છે. આ નવલકથાનું કથાનક જ્ઞાનમાર્ગી મત્સેન્દ્ર અને પ્રેમમાર્ગી ગુલાબસિંહ તેમજ રમાની આસપાસ ગૂંથાયેલું છે.[]

સંદર્ભો

ફેરફાર કરો
  1. ઠાકર, ધીરુભાઈ (1956). મણિલાલ નભુભાઇ: સાહિત્ય સાધના. અમદાવાદ: ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. પૃષ્ઠ ૨૧૫–૨૧૬. OCLC 80129512.
  2. ટોપીવાળા, ચન્દ્રકાન્ત; સોની, રમણ; દવે, રમેશ ર., સંપા. (૧૯૯૦). ગુજરાતી સાહિત્ય કોશ: અર્વાચીનકાળ. ખંડ ૨. અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. p. ૧૦૩. OCLC 26636333.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો