ગૂગોલ એ અત્યંત મોટી સંખ્યા 10100 માટે વપરાતો શબ્દ છે. દશાંશ પદ્ધતિ પ્રમાણે તે ૧ પછી ૧૦૦ શૂન્યો વડે બનતી સંખ્યા છે:

10000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000

આ શબ્દ ૧૯૨૦માં અમેરિકન ગણિતશાસ્ત્રી એડવર્ડ કાસ્નેરના ૯ વર્ષના ભત્રીજા મિલ્ટોન સિરોટ્ટા (૧૯૧૧-૧૯૮૧) એ બનાવ્યો હતો.[]કાસ્નેરે આ ખ્યાલ તેના પુસ્તક મેથેમેટિક્સ એન્ડ ધ ઇમેજિનેશનમાં ૧૯૪૦માં લોકપ્રિય બનાવ્યો હતો.[]

ગૂગોલનું ગણિતમાં કોઇ ખાસ મહત્વ નથી. તેમ છતાં, તે ઘણી મોટી સંખ્યાની વસ્તુઓની સરખામણી કરવામાં ઉપયોગમાં આવે છે. દાખલા તરીકે દ્રશ્યમાન વિશ્વમાં રહેલા અણુઓ અથવા ચેસની રમતની શક્ય ચાલો.

ગુણધર્મો

ફેરફાર કરો

ગૂગોલ એ લગભગ ૭૦! (૭૦નું ફેક્ટોરિયલ) જેટલી છે. ગૂગોલનું પ્રતિનિધિત્વ કરવા માટે ૩૩૩ બીટ્સની જરૂર પડે છે. એટલે કે, ૧ ગૂગોલ ≈ 2332.19280949, અથવા ચોક્કસ રીતે  . તેમ છતાં, ગૂગોલ એ IEEE 754 double-precision floating point પ્રકારની સીમાની અંદર આવી જાય છે.

ગૂગોલ શ્રેણી (મોડ n) એ નીચે પ્રમાણે છે:

0, 0, 1, 0, 0, 4, 4, 0, 1, 0, 1, 4, 3, 4, 10, 0, 4, 10, 9, 0, 4, 12, 13, 16, 0, 16, 10, 4, 16, 10, 5, 0, 1, 4, 25, 28, 10, 28, 16, 0, 1, 4, 31, 12, 10, 36, 27, 16, 11, 0, ... (OEISમાં શ્રેણી A066298)

આ પણ જુઓ

ફેરફાર કરો
  1. Bialik, Carl (૧૪ જૂન ૨૦૧૪). "There Could Be No Google Without Edward Kasner". The Wall Street Journal Online.
  2. Kasner, Edward; Newman, James R. (૧૯૪૦). Mathematics and the Imagination. Simon and Schuster, New York. ISBN 0-486-41703-4.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો
  • Padilla, Tony; Symonds, Ria. "Googol and Googolplex". Numberphile. Brady Haran. મૂળ માંથી 2014-03-29 પર સંગ્રહિત. મેળવેલ 2015-12-22.