અહીં ભારતનાં ગોઆ રાજ્યનાં મુખ્યમંત્રીઓની યાદી અપાયેલી છે. ગોઆમાં ૧૯૬૧માં પોર્ટુગીઝ શાસનના અંત પછી ૧૯૬૩માં પ્રથમ ચૂંટણી થઈ જેમાં મહારાષ્ટ્રવાદી ગોમાન્તક પક્ષ સાંકડી બહુમતથી ચુંટાઈ આવ્યો અને તેના દયાનંદ બંદોડકર, જેઓ વ્યવસાયે ખાણ માલિક હતા, ગોઆનાં પ્રથમ મુખ્યમંત્રી બન્યા.

ગોઆ રાજ્ય પશ્ચિમ ભારતમાં સ્થિત છે.

જો કે હજુ ગોઆ, દમણ અને દીવ સમેત કેન્દ્રશાસિત પ્રદેશ જ હતો. ૧૯૮૭માં ગોઆ દમણ અને દીવથી અલગ પડી ભારતનાં ૨૫માં રાજ્યનો દરજ્જો પામ્યું. રાજ્યનો દરજ્જો પામ્યા પછીના ગોઆ રાજ્યનાં પ્રથમ મુખ્યમંત્રી પ્રતાપસિંહ રાણે બન્યા. ગોઆ અત્યાર સુધીમાં પાંચ વખત રાષ્ટ્રપતિ શાસન હેઠળ આવેલું છે.

ગોઆના હાલનાં મુખ્યમંત્રી મનોહર પરિકર (ભાજપા) છે જેઓએ ૯ માર્ચ, ૨૦૧૨ થી પદભાર સંભાળેલો છે.[]

ગોઆના મુખ્યમંત્રીઓ

ફેરફાર કરો
# નામ પદ સંભાળ્યા તારીખ પદ છોડ્યા તારીખ પક્ષ
દયાનંદ બંદોડકર ૨૦ ડિસે. ૧૯૬૩ ૨ ડિસે. ૧૯૬૬ મહારાષ્ટ્રવાદી ગોમાન્તક પક્ષ (MGP)
રા.૧ રાષ્ટ્રપતિ શાસન ૨ ડિસે. ૧૯૬૬ ૫ એપ્રિલ ૧૯૬૭
દયાનંદ બંદોડકર (૨) ૫ એપ્રિલ ૧૯૬૭ ૧૨ ઓગ. ૧૯૭૩ મહારાષ્ટ્રવાદી ગોમાન્તક પક્ષ (MGP)
શશીકલા કાકોડકર ૧૨ ઓગ. ૧૯૭૩ ૨૭ એપ્રિલ ૧૯૭૯ મહારાષ્ટ્રવાદી ગોમાન્તક પક્ષ (MGP)
રા.૨ રાષ્ટ્રપતિ શાસન ૨૭ એપ્રિલ ૧૯૭૯ ૧૬ જાન્યુ. ૧૯૮૦
પ્રતાપસિંહ રાણે ૧૬ જાન્યુ. ૧૯૮૦ ૨૭ માર્ચ ૧૯૯૦ કોંગ્રેસ (INC) (ચુંટાયા કોંગ્રેસ-યુ તરીકે, કોંગ્રેસ-આઈમાં પરિવર્તન)
ચર્ચીલ અલેમાઓ ૨૭ માર્ચ ૧૯૯૦ ૧૪ એપ્રિલ ૧૯૯૦ પ્રોગ્રેસિવ ડેમોક્રેટિક ફ્રન્ટ
ડૉ.લુઈસ બારબોસા ૧૪ એપ્રિલ ૧૯૯૦ ૧૪ ડિસે. ૧૯૯૦ પ્રોગ્રેસિવ ડેમોક્રેટિક ફ્રન્ટ
રા.૩ રાષ્ટ્રપતિ શાસન ૧૪ ડિસે. ૧૯૯૦ ૨૫ જાન્યુ. ૧૯૯૧
રવિ એસ. નાઈક ૨૫ જાન્યુ. ૧૯૯૧ ૧૮ મે ૧૯૯૩ કોંગ્રેસ કોંગ્રેસ, મહારાષ્ટ્રવાદી ગોમાન્તક પક્ષમાંથી વિભાજન.
ડૉ.વિલ્ફ્રેડ ડિસોઝા ૧૮ મે ૧૯૯૩ ૨ એપ્રિલ ૧૯૯૪ કોંગ્રેસ કોંગ્રેસ
રવિ એસ. નાઈક (૨) ૨ એપ્રિલ ૧૯૯૪ ૮ એપ્રિલ ૧૯૯૪ કોંગ્રેસ INC, રાજ્યપાલ ભાનુ પ્રકાશ સિંઘનાં નિર્ણયને આધારીત થોડા દિવસ સત્તામાં.
૧૦ ડૉ.વિલ્ફ્રેડ ડિસોઝા (૨) ૮ એપ્રિલ ૧૯૯૪ ૧૬ ડિસે. ૧૯૯૪ કોંગ્રેસ INC
૧૧ પ્રતાપસિંહ રાણે (૨) ૧૬ ડિસે. ૧૯૯૪ ૩૦ જુલાઈ ૧૯૯૮ કોંગ્રેસ INC
૧૨ ડૉ.વિલ્ફ્રેડ ડિસોઝા (૩) ૩૦ જુલાઈ ૧૯૯૮ ૨૬ નવે. ૧૯૯૮ ગોઆ રાજીવ કોંગ્રેસ, કોંગ્રેસમાંથી અલગ પડેલું જૂથ.
૧૩ લ્યુઝિન્હો ફાલૈરો (Luizinho Faleiro) ૨૬ નવે. ૧૯૯૮ ૯ ફેબ્રુ. ૧૯૯૯ કોંગ્રેસ કોંગ્રેસ
રા.૪ રાષ્ટ્રપતિ શાસન ૯ ફેબ્રુ. ૧૯૯૯ ૯ જૂન ૧૯૯૯
૧૪ લ્યુઝિન્હો ફાલૈરો (Luizinho Faleiro) (૨) ૯ જૂન ૧૯૯૯ ૨૪ નવે. ૧૯૯૯ કોંગ્રેસ INC
૧૫ ફ્રાન્સિસ્કો સાર્ડિન્હા ૨૪ નવે. ૧૯૯૯ ૨૪ ઓક્ટો. ૨૦૦૦ ગોઆ પીપલ્સ કોંગ્રેસ, કોંગ્રેસમાંથી અલગ પડેલું ભાજપાનાં ટેકા વાળુ જૂથ.
૧૬ મનોહર પારિકર ૨૪ ઓક્ટો. ૨૦૦૦ ૨ ફેબ્રુ. ૨૦૦૫ ભાજપા
૧૭ પ્રતાપસિંહ રાણે (૩) ૨ ફેબ્રુ. ૨૦૦૫ ૪ માર્ચ ૨૦૦૫ કોંગ્રેસ
રા.૫ રાષ્ટ્રપતિ શાસન ૪ માર્ચ ૨૦૦૫ ૭ જૂન ૨૦૦૫
૧૮ પ્રતાપસિંહ રાણે (૪) ૭ જૂન ૨૦૦૫ ૮ જૂન ૨૦૦૭ કોંગ્રેસ
૧૯ દિગંબર કામત ૮ જૂન ૨૦૦૭ ૯ માર્ચ ૨૦૧૨ કોંગ્રેસ
૨૦ મનોહર પારિકર[] ૯ માર્ચ ૨૦૧૨ હાલમાં ભાજપા

આ પણ જુઓ

ફેરફાર કરો

સંદર્ભો

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ "Manohar Parrikar takes oath as Goa chief minister". 9 March 2012. મૂળ માંથી 9 માર્ચ 2012 પર સંગ્રહિત. મેળવેલ 10 March 2012.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો