ગોપી ( સંસ્કૃત: गोपी ) અથવા ગોપિકાઓને હિંદુ ધર્મના વૈષ્ણવ અને શ્રીકૃષ્ણને માનનાર પરંપરામાં તથા ભાગવત પુરાણ અને અન્ય પુરાણ સાહિત્ય જેવા સંસ્કૃત ગ્રંથોમાં વર્ણવ્યા મુજબ, ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યેના તેમના નિસ્વાર્થ પ્રેમ અને ભક્તિ માટે, શ્રીકૃષ્ણના સખી અને ભક્તો તરીકે પૂજવામાં આવે છે.[૨] ગોપીઓને ઘણીવાર દેવી રાધાના વિસ્તરીત સ્વરૂપ તરીકે પણ ગણવામાં આવે છે, જેઓ કૃષ્ણની મુખ્ય સખી છે.[૩][૪] કૃષ્ણ સાથેની ગોપીઓની રાસલીલાએ વિવિધ પરંપરાગત પ્રદર્શન કલા સ્વરૂપો અને સાહિત્યને પ્રેરણા આપી છે.[૫]

ગોપીઓ
વ્રજના જંગલમાં શ્રી કૃષ્ણ સાથે ગોપીઓ
અન્ય નામોકૃષ્ણસખી, કૃષ્ણપ્રેયસી
ધર્મરાધા વલ્લભ સંપ્રદાય, નિંબાર્કા સંપ્રદાય, ગૌડીય વષ્ણવ સંપ્રદાય, પુષ્ટિમાર્ગ
જોડાણોરાધાનો અવતાર,[૧] કૃષ્ણ ધર્મ, વૈષ્ણવ ધર્મ
રહેઠાણગોલોક, વૃંદાવન, બરસાણા
ગ્રંથોબ્રહ્મ વૈવ્રત પુરાણ, ગર્ગ સંહિતા, ગીત ગોવિંદ, ભાગવત પુરાણ, તિરુપ્પાવઈ
લિંગમહિલા
ક્ષેત્રવ્રજ
મંદિરઅષ્તસખી મંદિર વૃંદાવન
ઉત્સવોશરદ પૂર્ણિમા, કારતક પૂર્ણિમા, હોળી, લઠમાર હોળી
વ્યક્તિગત માહિતી
આવિર્ભાવ
વ્રજ
જીવનસાથીશ્રી કૃષ્ણ

ભારતીય દાર્શનિક, જીવા ગોસ્વામીના મતે, ગોપીઓને કૃષ્ણની શાશ્વત પ્રિયાઓ માનવામાં આવે છે અને તેઓ શ્રીકૃષ્ણની આંતરિક આધ્યાત્મિક શક્તિની અભિવ્યક્તિ છે. ગોપીઓમાં, રાધા મુખ્ય ગોપી છે અને તે શ્રી કૃષ્ણની આનંદ શક્તિ (આહ્‌લાદની શક્તિ)નું સ્વરૂપ માનવામાં આવે છે.[૬] તે એકલી જ કૃષ્ણ માટેના સર્વોચ્ચ પ્રેમ એટલે કે મહાભાવને પ્રગટ કરે છે, અને સંખ્યાબંધ ધાર્મિક પરંપરાઓમાં મહત્તમ આદર અને મહત્વનું સ્થાન ધરાવે છે.[૭]

વ્યુત્પત્તિશાસ્ત્ર ફેરફાર કરો

ગોપી (गोपी) એ સંસ્કૃત શબ્દ છે જે ગોપ શબ્દ પરથી આવ્યો છે. હિંદુ ધર્મમાં, ગોપિકા અથવા ગોપી નામનો ઉપયોગ ખાસ કરીને વ્રજ પ્રદેશની ગોવાળણો કે મહિયારીઓ માટે કરવામાં આવે છે.[૮] બહુવચનમાં ગોપીઓ શબ્દ ગોવાળ સ્ત્રીઓના સમૂહને દર્શાવે કરે છે જેઓ કૃષ્ણ પ્રત્યે અનન્ય ભક્તિ ધરાવે છે. જ્યારે તેનો ઉપયોગ એકવચન ("ગોપી") તરીકે થાય છે, ત્યારે તે સામાન્ય રીતે રાધાનો ઉલ્લેખ કરે છે, જે કૃષ્ણની પ્રિય ગોપી હતી.[૯]

અગ્રણી ગોપીઓ ફેરફાર કરો

વૃંદાવનની અગ્રણી ગોપીઓની સંખ્યા ૧૦૮ની છે. તેઓ રાધા કૃષ્ણ સાથે શાશ્વત ગાઢ મૈત્રી ધરાવે કરે છે. દૈવી દંપત્તિમાં તેમના જેટલો પ્રેમની કોઈ ધરાવતું નથી.[૧૦] ૧૦૮ ગોપીઓમાંથી, રાધારાણી પછી કૃષ્ણના ભક્તોમાં પ્રાથમિક આઠ ગોપીઓને અગ્રણી માનવામાં આવે છે, તેમના નામ નીચે મુજબ છે:[૧૧]

  • રાધા (મુખ્ય ગોપી, કૃષ્ણની પ્રિય)
  • લલિતા
  • વિશાખા
  • ચંપકલતા
  • ચિત્રા
  • તુંગવિદ્યા
  • ઈન્દુલેખા
  • રંગદેવી
  • સુદેવી

આ આઠ પ્રાથમિક ગોપીઓનો સમૂહ રાધા અને કૃષ્ણની અષ્ટસખીઓ તરીકે ઓળખાય છે.

નિસ્વાર્થ પ્રેમ ફેરફાર કરો

 
ગોપીઓ સાથે રાધા કૃષ્ણ

હિંદુ વૈષ્ણવ ધર્મશાસ્ત્ર મુજબ, ગોપીઓ વિશેની વાર્તાઓ શુદ્ધ-ભક્તિનું ઉદાહરણ પૂરું પાડે છે જે ભગવાન (શ્રીકૃષ્ણ) માટે નિસ્વાર્થ પ્રેમનું સર્વોચ્ચ સ્વરૂપ છે. તેમની સ્વયંસ્ફુરિત અને અતૂટ ભક્તિનું ગૂઢ વર્ણન ભાગવત પુરાણ પછીના અધ્યાયોમાં, કૃષ્ણની વૃંદાવનની લીલાઓમાં અને ઋષિ ઉદ્ધવની વાર્તાઓમાં કરવામાં આવ્યું છે.[૧૧]

વૈષ્ણવ પરંપરામાં, ગોપીઓના કૃષ્ણ પ્રત્યેના પ્રેમ અને ભક્તિનું સૌથી મહત્વપૂર્ણ નિરૂપણ ભાગવત પુરાણ (૧૦.૨૯-૩૩)માં રાસલીલા પંચાધ્યાયના નામની એક વાર્તામાં આપેલું છે. આ વાર્તામાં ગોપીઓ જે ભક્તિ વ્યક્ત કરે છે તેને ચૈતન્ય પરંપરામાં ભક્તિના સર્વોચ્ચ સ્વરૂપનું ઉદાહરણ માનવામાં આવે છે. આ વાર્તામાં, કૃષ્ણની વાંસળીમાંથી નીકળતું સંગીત ગોપીઓનું ધ્યાન આકર્ષિત કરે છે, અને તેઓ કૃષ્ણની ભક્તિનો આનંદ માણવા તેમના પરિવાર અને ઘર છોડીને ચાલી નીકળે છે.[૯] :

એ મધુર સંગીત સાંભળીને,

તેમના પ્રત્યેની ભાવનાઓ વિસ્તરી,

વ્રેજની યુવતીઓ, જેમના

મન કૃષ્ણને આધીન બન્યા હતાં,

એકબીજાથી અજાણ,

તે સ્થળે ચાલી નીકળી

જ્યાં તેમનો પ્રિયતમ તેમની રાહ જોઈ રહ્યો હતો,

તેમની કાનના લટકણીયા મુક્ત રીતે ઝૂલતી હતા

(ભાગવત પુરાણ ૧૦.૨૯.૪)

સંદર્ભ ફેરફાર કરો

  1. Phyllis G. Jestice (2004). Holy People of the World: A Cross-cultural Encyclopedia. ABC-CLIO. પૃષ્ઠ 316–317. ISBN 1576073556.
  2. Walters, Holly (2016-12-01). "Playing God: Participant Frameworks in the Ras Lilas of Krishna". The Journal of Religion and Popular Culture. 28 (2–3): 135–144. doi:10.3138/jrpc.28.2-3.3611. ISSN 1703-289X.
  3. Jestice, Phyllis G. (2004). Holy People of the World: A Cross-cultural Encyclopedia (અંગ્રેજીમાં). ABC-CLIO. પૃષ્ઠ 316–317. ISBN 978-1-57607-355-1.CS1 maint: date and year (link)
  4. Hawley, John Stratton (1992). At Play with Krishna: Pilgrimage Dramas from Brindavan (અંગ્રેજીમાં). Motilal Banarsidass Publ. પૃષ્ઠ 17. ISBN 978-81-208-0945-1. Radha expresses herself in the multiple forms of gopis
  5. Mohapatra, J. (2013). Wellness In Indian Festivals & Rituals (અંગ્રેજીમાં). Partridge Publishing. પૃષ્ઠ 164. ISBN 978-1-4828-1690-7.
  6. Mohanty, Prafulla Kumar (2003). "Mask and Creative Symbolisation in Contemporary Oriya Literature : Krishna, Radha and Ahalya". Indian Literature. 47 (2 (214)): 181–189. ISSN 0019-5804. JSTOR 23341400.
  7. Francis Bryant, Edwin (2007). Krishna: A Sourcebook. United States of America: Oxford University Press. પૃષ્ઠ 382. ISBN 978-019-514891-6.
  8. Walters, Holly (2016-12-01). "Playing God: Participant Frameworks in the Ras Lilas of Krishna". The Journal of Religion and Popular Culture. 28 (2–3): 135–144. doi:10.3138/jrpc.28.2-3.3611. ISSN 1703-289X.
  9. ૯.૦ ૯.૧ Schweig, Graham M. (2007). "Chapter 18: The Divine Feminine in the Theology of Krishna". માં Bryant, Edwin (સંપાદક). Krishna : a sourcebook. Oxford: Oxford University Press. પૃષ્ઠ 448–450. ISBN 978-0-19-972431-4. OCLC 181731713.
  10. "Gopis".
  11. ૧૧.૦ ૧૧.૧ Ph.D, Lavanya Vemsani (2016-06-13). Krishna in History, Thought, and Culture: An Encyclopedia of the Hindu Lord of Many Names: An Encyclopedia of the Hindu Lord of Many Names (અંગ્રેજીમાં). United States of America: ABC-CLIO. પૃષ્ઠ 107–108. ISBN 978-1-61069-211-3.CS1 maint: date and year (link)

આ પણ જુઓ ફેરફાર કરો

બાહ્ય કડીઓ ફેરફાર કરો