ગોપ ડુંગર (ગોપનાથ મહાદેવ)

ગુજરાતમાં આવેલું એક શિવ મંદિર

ગોપ ડુંગર અથવા ગોપનાથ મહાદેવ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારના જામનગર જિલ્લામાં આવેલા જામજોધપુર તાલુકામાં આવેલા મોટી ગોપ ગામ નજીક આવેલું શિવ મંદિર છે.[૧] આ મંદિર પર લાલપુરથી ભાણવડ જતા ત્રણ પાટીયા રસ્તાથી ગોપના ડુંગર પર ૬ (છ) કિલોમીટર જેટલા સડક માર્ગ દ્વારા અથવા પાંચસો જેટલાં પગથિયાં ચડી પહોંચી શકાય છે. આ ડુંગર દરિયાઈ સપાટીથી આશરે ૩૩૦ મીટર (૧૦૮૨ ફૂટ) જેટલી ઊંચાઈ અને આશરે ૨ (બે) ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર ધરાવે છે. તળેટીથી આ ડુંગર આશરે ૧૫૦ મીટર (૪૯૨ ફૂટ) જેટલી ઊંચાઈ ધરાવે છે.

કથા ફેરફાર કરો

સ્થાનિક કથા મુજબ પાંચ હજાર વર્ષ પહેલા ગોપ બાળાઓને ઝીણાવારી ગામ પાસે એક રાક્ષસ દ્વારા ભોંયરામાં કેદ કરવામાં આવી હતી, આ ગોપીઓની પ્રાર્થના સાંભળી શ્રીકૃષ્ણ ભગવાન ગોપ આવ્યા હતા અને ભોયરામાંથી ગોપીઓને છોડાવી હતી તથા રાક્ષસનો વધ કર્યો હતો. ત્યારબાદ અહીંથી ગોપ ડુંગર પર પહોંચી ગોપનાથ મહાદેવની સ્થાપના કરી હતી. ઝીણાવારી ગામે આજે પણ પ્રાચીન ગુફા, ભોંયરૂ તેમ જ નદી કિનારે શિવાલય અને કૃષ્ણ ભગવાનના પગલાંની છાપ જોવા મળે છે. આમ શ્રીકૃષ્ણ દ્વારા સ્થાપિત આ ગોપનાથ મહાદેવ મંદિર પાંચ હજાર વર્ષ જૂનું છે.[૨]

પહેલાં ગોપનાથ મહાદેવના દર્શન માટે ડુંગર પર પગથીયાં ચડી જવું પડતું હતું, પણ મંદિરના મહંત દ્વારા ડુંગર ચઢવાનો રસ્તો બનાવી છેક ઉપર સુધી વાહનો ચડી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે. મંદિર નજીક ગુરૂઓની સમાધી પણ છે. ડુંગર પરથી તળેટીમાં આવેલ મોટી ગોપ ગામ ઉપરાંત ચોતરફ ઝરણાં, ચેકડેમ, તળાવ તથા અન્ય ડુંગરો આવેલા છે. આ ઉપરાંત ડુંગરની ઉત્તર-પૂર્વ દિશા તરફની તળેટીમાં ટપકેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર આવેલુ છે.[૩]

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. "ગોપ ડુંગર ઉપર સ્થિત કષ્ણ ભગવાન સ્થાપિત ગોપનાથ મહાદેવ". દિવ્ય ભાસ્કર. ૯ ઓગસ્ટ ૨૦૧૪. મેળવેલ ૫ ફેબ્રુઆરી ૨૦૧૮.
  2. "મહાભારત કાળથી મહત્ત્વ ધરાવતું ગોપ ડુંગર પર આવેલુ ગોપેશ્વર મહાદેવ મંદિર". દિવ્ય ભાસ્કર. ૨૨ ઓગસ્ટ ૨૦૧૬. મેળવેલ ૫ ફેબ્રુઆરી ૨૦૧૮.
  3. "ઇતિહાસ (લાલપુર તાલુકો)". લાલપુર તાલુકા પંચાયત. મેળવેલ ૫ ફેબ્રુઆરી ૨૦૧૮.

બાહ્ય કડીઓ ફેરફાર કરો