લાલપુર

ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

લાલપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જામનગર જિલ્લાના લાલપુર તાલુકાનું નગર છે, જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે. લાલપુર નગરના લોકોનો મુખ્ય વ્યવસાય વેપાર, ખેતી, તેમ જ પશુપાલન છે. અહીં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. લાલપુરમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, હોસ્પિટલ, તાલુકા સેવા સદન, પોલીસ સ્ટેશન, મામલતદાર કચેરી, કોર્ટ, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

લાલપુર
—  નગર  —
લાલપુરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°11′18″N 69°57′45″E / 22.188239°N 69.962478°E / 22.188239; 69.962478
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો જામનગર
તાલુકો લાલપુર
વસ્તી ૧૭,૧૦૯ (૨૦૧૧[૧])
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ ઘઉં, જીરુ, મગફળી, તલ,
બાજરી, ચણા, કપાસ, દિવેલા,
રજકો તેમજ અન્ય શાકભાજી

લાલપુર જામનગરથી ૩૫ કિમી અને રાજકોટથી ૧૨૩ કિમીના અંતરે આવેલું છે. લાલપુરની પૂર્વ દિશામાં રૂપાવટી તથા પશ્ચિમે ઢાઢર નદી વહે છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. "Lalpur Population - Jamnagar, Gujarat". મેળવેલ ૧૫ ઓક્ટોબર ૨૦૧૬.