ગોમતી નદી (રાજસ્થાન)

ભારતની નદી

Coordinates: 24°17′N 74°01′E / 24.283°N 74.017°E / 24.283; 74.017

ગોમતી નદી એક નાની નદી છે, જે પશ્ચિમ ભારતમાં રાજસ્થાન રાજ્યમાં વહે છે. ગોમતી નદી ચિત્તોડગઢના ખોડીયોં કા ખેરા (બડી સાદરી) ગામમાંથી શરૂ થાય છે. તે નીકળે છે ઉદયપુર જિલ્લોના મધ્ય ભાગમાંની પહાડીઓમાંથી અને દક્ષિણ દિશામાં વહેતી જિલ્લાના દક્ષિણ ભાગમાં મહી નદીની સહાયક એવી સોમ નદીમાં મળી જાય છે.

જયસમંદ તળાવ

ફેરફાર કરો
 
રાણી રુઠી મહેલ પરથી દેખાતું જયસમંદ તળાવ.

આ નદી પર બંધ બનાવી ૧૭મી સદીમાં ઢેબર તળાવ બનાવવામાં આવ્યું હતું, જે જયસમંદ સરોવર તરીકે પણ ઓળખાય છે અને આ તળાવનો વિસ્તાર ૮૦ કિ.મી. જેટલો છે.