મહી પશ્ચિમ ભારતમાં આવેલી એક નદી છે. તે મધ્ય પ્રદેશમાંથી નીકળીને રાજસ્થાનના વાગડ વિસ્તારમાં થઇને ગુજરાતમાં દાખલ થાય છે અને અરબી સમુદ્રમાં ભળી જાય છે. તે નર્મદા અને તાપી નદીઓની જેમ પશ્ચિમ દિશામાં વહેતી એક નદી છે. જ્યારે મોટાભાગની ઉચ્ચપ્રદેશની નદીઓ પૂર્વ દિશામાં વહીને બંગાળના અખાતમાં ભળે છે.

મહી
નદી
દેશ  ભારત
સ્ત્રોત
 - સ્થાન મધ્ય પ્રદેશ, વિંધ્યાચલ
મુખ ખંભાતનો અખાત (અરબી સમુદ્ર)
 - સ્થાન આણંદ જિલ્લો, ગુજરાત
લંબાઈ ૫૮૦ km (૩૬૦ mi) અંદાજે
Discharge for સેવલિયા
 - સરેરાશ ૩૮૩ m3/s (૧૩,૫૨૬ cu ft/s) [૧]
 - મહત્તમ ૧૦,૮૮૭ m3/s (૩,૮૪,૪૭૧ cu ft/s)
 - ન્યૂનતમ ૦ m3/s (૦ cu ft/s)
મહી નદીનું સ્થાન અન્ય નદીઓ સાથે

મહી નદીનું ચોક્કસ ઉદ્ભવ સ્થાન મિન્ડા ગામ છે, જે મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં આવેલું છે.

મહી નદીના કાંઠે સંખ્યાબંધ ધાર્મિક સ્થળો આવેલા છે. તે તેના વિશાળ પટના કારણે મહી સાગર તરીકે પણ જાણીતી છે. ગુજરાતમાં મહીસાગર જિલ્લો મહી નદીના નામ પરથી બનાવવામાં આવેલો છે.

બંધોફેરફાર કરો

બાંસવારા બંધફેરફાર કરો

મહી નદી પર રાજસ્થાનમાં બાંસવારા નજીક બંધ આવેલો છે. ગુજરાતને મોટાભાગે આ બંધમાંથી પાણી મળે છે. આ બંધને ૧૬ દરવાજા આવેલા છે. બંધના સરોવરમાં ઘડિયાલ, મગર અને કાચબાઓની જીવસૃષ્ટિ રહેલી છે.

કડાણા બંધફેરફાર કરો

કડાણા બંધ ૧૯૭૯ની સાલમાં સિંચાઇ અને જળવિદ્યુતના હેતુ સર બાંધવામાં આવ્યો હતો.[૨]

વણાકબોરી બંધફેરફાર કરો

વણાકબોરી ગામ ખાતે મહી નદી પર સિંચાઇ યોજના હેઠળ બંધ બાંધવામાં આવેલો છે.[૩] આ ઉપરાંત અહીં વણાકબોરી તાપ વિદ્યુત કેન્દ્ર પણ આવેલું છે.

સંદર્ભફેરફાર કરો

  1. "Mahi Basin Station: Sevalia". UNH/GRDC. Retrieved ૧ ઓક્ટોબર ૨૦૧૩. Check date values in: |accessdate= (મદદ)
  2. "Narmada, Water Resources, Water Supply and Kalpsar Department- Kadana Dam".
  3. "મહિ તબક્કો-૧ જળાશય યોજના". Retrieved ૧૦ ઓક્ટોબર ૨૦૧૬. Check date values in: |accessdate= (મદદ)

બાહ્ય કડીઓફેરફાર કરો