ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય

કૃષ્ણ ને ભજે તે વૈષ્ણવ. અને ગૌડ, તે પશ્ચિમ બંગાળમાં આવેલો પ્રદેશ છે, વૈષ્ણવની આ શાખાનો ઉદ્ભવ ગૌડ પ્રદેશમાંથી થયો હોવાથી, તેને ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય તરીકે ઓળખવામાં આવે છે. ગૌડીય વૈષ્ણવ સંપ્રદાયના સંસ્થાપક આચાર્ય ચૈતન્ય મહાપ્રભુ હતા. ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય ભારતમાં ખાસ કરીને બંગાળ અને ઓરિસ્સામાં છેલ્લ પાંચસો વર્ષોથી અતુટ રીતે ચાલી આવી છે, એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ એ આ વૈષ્ણવ પરંપરાનાં સિદ્ધાંતો અને શિક્ષા પાશ્ચાત્ય દેશો સુધી પહોંચાડ્યા અને તે માટેનું માધ્યમ હતું તેમણે લખેલા પુસ્તકો અને શાસ્ત્રોના કરેલા અનુવાદો. તેમણે ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે (અંગ્રેજીમાં Bhagavad Gita As It Is), શ્રીમદ્ ભાગવતમ્, ચૈતન્ય ચરિતામૃત તથા અન્ય અનેક પુસ્તકોના અનુવાદ અંગ્રેજીમાં ટિકા સાથે કર્યા છે. આ અનુવાદો આજે ૬૦થી વધુ ભાષાઓમાં ઉપલબ્ધ છે.

મહા મંત્ર

ફેરફાર કરો
 
ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય ના ભક્તો વાપરતા તુલસીની જપમાળા

ભક્તો મહામંત્ર મોટેથી વાધ્યો સાથે મંદિરમાં અને નગર સંકિર્તન દરમ્યાન તાલબધ્ધ રીતે ગાય છે અને જપમાળા ઉપર તેનો જાપ કરે છે. સોળ શબ્દોના બનેલા આ મંત્રમાં કૃષ્ણ, રામ અને ભગવાનની અંતરંગ શક્તિ હરે (રાધા રાણી અને સીતા)નું ઉચ્ચારણ છે. આ મંત્રના સતત ઉચ્ચારણથી ઉત્પન્ન થતાં તરંગો ભગવદ્ ભક્તિ અને કૃષ્ણ ભાવનામૃતની વૃધ્ધિ કરે છે.

મહામંત્ર:

હરે કૃષ્ણ હરે કૃષ્ણ |
કૃષ્ણ કૃષ્ણ હરે હરે ||
હરે રામ હરે રામ |
રામ રામ હરે હરે ||