જપમાળા હિંદુ ધર્મના લોકોમાં પુજાઅર્ચના કરતી વેળા જાપ કરવાની માળા છે. જપમાળાના મણકા ફેરવતા જઇને જાપ કરવાથી ચોક્કસ સંખ્યા મળે છે. આ જપમાળામાં હંમેશા ૧૦૮ મણકા હોય છે, જેના ઉપરના ભાગે સુમેરુ હોય છે. જપમાળા તુલસી, રુદ્રાક્ષ, ચંદન વગેરેની બનાવવામા આવે છે. શાસ્ત્રોમાં ભગવદ્ પ્રાપ્તી માટે યુગ પ્રમાણે અલગ અલગ ઉપાય છે. સત્યયુગમાં ધ્યાન, ત્રેતાયુગમાં યજ્ઞ, દ્વાપરયુગમાં ભગવાનના અર્ચ વિગ્રહની સેવા, કળિયુગમાં જપ.

તુલસીની જપમાળા
ભારતના વારાણસીમાં વિવિધ પ્રકારની જાપ માળા (પ્રાર્થનાની માળા) વેચાય છે

જપમાળામાં રહેલા ૧૦૮ મણકા નક્ષત્ર વિજ્ઞાન આધારિત હોય છે. પ્રકૃતિ-વિજ્ઞાનની દૃષ્ટિએ બ્રહ્માંડમાં ૨૭ નક્ષત્રોને માન્યતા આપવામાં આવેલ છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ દરેક નક્ષત્રના ચાર (૪) ચરણ હોય છે. આ નક્ષત્રની સંખ્યાને ને ચરણની સંખ્યા વડે ગુણવાથી ૧૦૮ સંખ્યા પ્રાપ્ત થાય છે, આમ ૧૦૮ સંખ્યા સમગ્ર જગતનું પ્રતિનિધિત્વ કરે છે, એવી માન્યતાને આધારે માળામાં ૧૦૮ મણકા હોય છે. બ્રહ્માંડમાં સુમેરુનું સ્થાન સર્વોપરી ગણાતું હોય, માળામાં પણ સુમેરુનું સ્થાન સર્વોપરી રાખવામાં આવે છે, તેમ જ તેનું ઉલ્લંઘન કરવામાં આવતું નથી.

બાહ્ય કડીઓફેરફાર કરો