ગૌરીશંકર તળાવ
ગૌરીશંકર તળાવ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર શહેરમાં આવેલું એક તળાવ છે. આ તળાવનું બાંધકામ ૧૮૭૧માં શરૂ કરવામાં આવ્યું જે ૧૮૭૨માં પુર્ણ થયું હતુ[૧].
ગૌરીશંકર તળાવ | |
---|---|
ગૌરીશંકર જળાશય | |
સ્થાન | ભાવનગર, ગુજરાત રાજ્ય |
અક્ષાંશ-રેખાંશ | 21°44′36″N 72°06′58″E / 21.74333°N 72.11611°E |
પ્રકાર | તળાવ |
મુખ્ય જળઆવક | ભીકડાની કેનાલ |
મુખ્ય નિકાસ | કંસારાનું નાળુ અને ગઢેચીનું નાળું |
સ્ત્રાવક્ષેત્ર વિસ્તાર | માળનાથ ડુંગરમાળા |
બેસિન દેશો | ભારત |
મહત્તમ ઊંડાઇ | ૪૦ ફીટ |
ક્ષારતા | ના. પીવાલાયક પાણી. |
થીજેલું | ના |
ટાપુઓ | ૩ |
રહેણાંક વિસ્તાર | ભાવનગર |
વિગત
ફેરફાર કરોઆ રમણીય તેમ જ વિશાળ તળાવ નગરની શોભા વધારે છે. ભાવનગર રાજ્યના એક સમયના દીવાન શ્રી ગૌરીશંકર ઓઝાના નામ પરથી આ જળાશયનું નામ ગૌરીશંકર તળાવ રાખવામાં આવ્યું છે. આ તળાવને કીનારે થાપનાથ મહાદેવનું મંદિર, કૈલાશવાટીકા નામની બાલવાટીકા, બોટ-ક્લબ, સુંદરાવાસ બંગલો અને ભાવવિલાસ પેલેસ આવેલા છે. તળાવમાં આવેલા ટાપુઓમાંના એક ટાપુ પર રજવાડાના સમયમાં હવાખાવા માટેનું સ્થળ બનાવાયેલું પણ હાલ એ બંધ હાલતમાં છે. આ તળાવમાં ન્હાવાની, કપડા ધોવાની કે માછીમારી કરવાની મનાઈ રજવાડાના વખતથી અમલમાં છે.
કૈલાશ વાટીકા
ફેરફાર કરોકૈલાશ વાટીકા કે બાલ વાટીકા એ ગૌરીશંકર તળાવની બાજુમાં બાળકોને માટે રમત ગમત માટેનું ઉદ્યાન છે.
થાપનાથ મહાદેવ
ફેરફાર કરોથાપનાથ મહાદેવ એ ગૌરીશંકર તળાવના કિનારે આવેલું ભગવાન શંકરનું મંદિર છે. શ્રાવણ મહીનાના દરેક સોમવારે થાપનાથ મહાદેવના પરીસરમાં લોક-મેળો ભરાય છે.
ભીકડાની કેનાલ
ફેરફાર કરોભીકડાની કેનાલ ભાવનગરની જીવાદોરી | |
---|---|
Length | 12.4275 miles (20.0001 km) |
History | |
Original owner | ગૌરીશંકર વોટર-વર્કસ, ભાવનગર |
Construction began | ૧૮૭૧ |
Date completed | ૧૮૭૨ |
Geography | |
Start point | ભીકડા |
End point | ગૌરીશંકર તળાવ, ભાવનગર |
Branch of | માલેશ્રી નદી |
માળનાથની ડુંગરમાળામાંથી માલેશ્રી નદીના અનેક ફાંટા નિકળે છે. ગૌરીશંકર તળાવના બાંધકામની સાથે જ માલેશ્રી નદીના આવા એક વરતેજ ગામ તરફ વહેતા વહેણને ભીકડા ગામ પાસે રોકીને નહેર દ્વારા આ તળાવ તરફ વાળવામાં આવ્યું છે. ભાવનગરના દિર્ઘદ્રષ્ટા રાજવીઓ એ એવી વ્યવસ્થા કરાવી છે કે ગૌરીશંકર તળાવ ભરાઇ જાય એટલે નહેરમા પાણી આવતું અટકાવી શકાય જેથી ભાવનગર શહેર પર ક્યારેય પુરની આફતના આવે. જો ભુલેચુકે પણ વહેણ બદલવાનું રહી જાય તો પણ વધારાનું પાણી "વૅસ્ટ વીયર" દ્વારા કંસારાના નાળા વાટે શહેર પર આફત બન્યા વગર દરિયામાં વહી જાય તેવું પણ આયોજન અહીંયા છે.
વેસ્ટ વિઅર અને કંસારાનું નાળું
ફેરફાર કરોગૌરીશંકર તળાવના એકદમ દક્ષીણ ભાગ પર આવેલા બંધને વેસ્ટ વિઅર કહે છે. તળાવ ભરાઇ જાય ત્યારે તેમાંથી છલકાતું પાણી કાળવી બીડ, સુભાષનગર, આનંદનગર વગેરે વિસ્તારમાંથી પસાર થતા અને કંસારાના નાળા તરીકે ઓળખાતા નાળા દ્વારા દરીયા તરફ વાળવામાં આવેલ છે. આ નાળા પર નવા બંદર રોડ, સુભાષનગર, સરદારનગર અને તળાજા રોડ એમ ચાર જગ્યાએ પુલ બાંધવામાં આવ્યા છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ગુજરાત પ્રવાસન નિગમ. "ગુજરાત પ્રવાસન નિગમના જાળ-સ્થળ પર ગૌરીશંકર તળાવ વિષે માહિતિ". ગુજરાત પ્રવાસન નિગમ. મૂળ માંથી ૨૦ ડિસેમ્બર ૨૦૧૫ પર સંગ્રહિત.
આ ગુજરાતની ભૂગોળ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |