માલેશ્રી (નદી)

ભાવનગર શહેર પાસેની એક નદી

માલેશ્રી નદીભાવનગર જિલ્લામાં આવેલ માળનાથ ડુંગરમાળામાં મુખ ધરાવતી અને મુખ્ય ત્રણ ફાંટા ઘરાવતી નદી છે. માલેશ્રી નદી બારમાસી નદી નથી.

માલેશ્રી
સ્થાન
રાજ્યગુજરાત
દેશભારત
ભૌગોલિક લક્ષણો
સ્રોતમાળનાથ ડંગરમાળા
 ⁃ સ્થાનભાવનગર જિલ્લો
નદીનું મુખખંભાતનો અખાત (અરબી સમુદ્ર)
લંબાઇ૩૦ કિમી
કાંઠાની લાક્ષણિકતાઓ
જળસ્રોતોગૌરીશંકર તળાવ, લાખણકા ડેમ

પ્રથમ ફાંટો ફેરફાર કરો

માલેશ્રી નદીનો પ્રથમ ફાંટો નાના ખોખરા અને મોટા ખોખરા પાસેથી પસાર થઇ વરતેજ પાસેથી નિકળી કુંભારવાડા જળપ્લાવિત ક્ષેત્ર બનાવીને પછી ભાવનગરનાં જુના બંદરની ખાડીમાં મળે છે. આ જ ફાંટા પર ભિકડા ગામ પાસે કેનાલ બનાવીને આ પ્રવાહને ભાવનગરના ગૌરીશંકર તળાવ તરફ વાળવામાં આવ્યો છે. જેને ભિકડાની કેનાલ કહેવામાં આવે છે. ગૌરીશંકર તળાવ જ્યારે ભરાઇ જાય ત્યારે તેના બંધમાંથી નિકળતું પાણી ભાવનગર શહેરના ગઢેચી વડલા વિસ્તાર પાસે થઇને કુંભારવાડા જળપ્લાવિત ક્ષેત્રમાં સમાઇ જાય છે. અને વેસ્ટ-વિયરમાંથી નિકળતું પાણી કંસારાના નાળા દ્વારા ભાવનગરના નવા બંદર પાસે અખાતમાં ભળી જાય છે.

બીજો ફાંટો ફેરફાર કરો

માલેશ્રી નદીનો બીજો ફાંટો લાખણકા, માલણકા થઇને ઘોઘા અને ભાવનગરની વચ્ચેથી નિકળી ખંભાતના અખાતને મળે છે. આ ફાંટા પર લાખણકા ગામ પાસે લાખણકા બંધ[૧] બાંધવામાં આવ્યો છે.

ત્રીજો ફાંટો ફેરફાર કરો

માલેશ્રી નદીનો લંબાઇમાં સૌથી મોટો એવો ત્રીજો ફાંટો ભંડારીયા થઇને કોળીયાક પાસે નિષ્કલંક મહાદેવની જગ્યા પાસે અખાતમાં ભળી જાય છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. "માલેશ્રી (નદી)". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મેળવેલ ૮ ડિસેમ્બર ૨૦૧૫.