ઘંટાકર્ણ મહાવીર જૈન ધર્મની શ્વેતાંબર સંપ્રદાયના ૫૨ વીરો (રક્ષક દેવતાઓ)માંના એક છે.[૧] તે મુખ્યત્વે એક સાધુ વંશ તપ ગચ્છ સાથે સંકળાયેલ છે. તેઓ જૈન તાંત્રિક પરંપરાના દેવ હતા. ઓગણીસમી સદીમાં જૈન સાધુ બુદ્ધિસાગરસુરિ દ્વારા સ્થાપિત મહુડી જૈન મંદિરમાં તેમને સમર્પિત એક મંદિર છે. તે ભારતના લોકપ્રિય જૈન તીર્થસ્થળોમાંનું એક છે.

ઘંટાકર્ણ મહાવીર
વીર (રક્ષક દેવતા)
દેવતાની છબી
ઘંટાકર્ણ મહાવીર
ધર્મજૈન ધર્મ
મંત્રઘંટાકર્ણ મંત્ર સ્તોત્ર
શસ્ત્રતીર-ધનુષ
ક્ષેત્રગુજરાત, ભારત
ઉત્સવોકાળી ચૌદશ

ઇતિહાસ ફેરફાર કરો

ઘંટાકર્ણ મહાવીર એ જૈન પરંપરાના એક જૈન દેવતા છે અને કેટલાક ચોક્કસ મઠ વંશ અને કદાચ ઘણા સામાન્ય લોકો દ્વારા તેની પૂજા અને પૂજા કરવામાં આવે છે. તેમને બાવન વીરોમાંનો એક એવો મહાવીર કહેવામાં આવે છે. [૧] વિમલચંદ્ર રચિતઘંટાકર્ણ મંત્ર સ્તોત્રનો શ્લોક ૬૭ કહે છે કે તેમની પૂજા હરીભદ્ર (૬-૮મી શતાબ્દી)ના સમયથી થાય છે. સમર્થનમાંઅન્ય પુરાવા પણ છે.

ઘંટાકર્ણ-કલ્પ માં, વિમલચંદ્રે તેમનો ઉલ્લેખ એક વીર તરીકે કર્યો છે તથા એક ક્ષેત્રપાલ (જમીનના વાલી દેવતા) તરીકે તેમની ગણના કરી છે. નમિનાથ-સ્તવ (શ્લોક ૧) પર અંતમાં ટિપ્પણીમાં પણ તેમની પૂજા -પ્રાર્થનાનો ઉલ્લેખ છે. તેમનો આદર શિક્ષકથી શિષ્યમાં પ્રસારિત થયો. રવિસાગરસુરીએ બુદ્ધિસાગરસુરિને ફેબ્રુઆરી ૧૮૯૮માં દીક્ષા આપી. ઘંટકાર્ણના પ્રત્યક્ષ દર્શન કર્યા પછી, બુદ્ધિસાગરસૂરીએ મહુડી જૈન મંદિરમાં ઘંટાકર્ણની પ્રતિમા સ્થાપિત કરી. આ પૂજાને જયસિંહ સુરી, સારાભાઈ નવાબ અને અન્ય શ્વેતાંબર લોકોએ વધુ પ્રખ્યાત કરી છે. દિગંબર જૈનોમાં ઘંટાકર્ણ જાણીતા નથી.[૨] જ્હોન ઇ. કોર્ટે તેને ભક્તિભાવપૂર્ણ જાહેર પરંપરામાં ખાનગી પરંપરાના સુધારા તરીકે જણાવ્યું છે.

પૂજા ફેરફાર કરો

 
મહુડી જૈન મંદિર

ઘંટાકર્ણને રોગચાળા, રોગો, અગ્નિ, આક્રમણ, ભૂત જેવી વિવિધ અવરોધો અને મુશ્કેલીઓથી બચાવવા માટે વિનંતી કરવામાં આવે છે.[૨][૧] તેમને જૈન ધર્મના વિરોધીઓથી બચાવવા માટે પણ હાકલ કરવામાં આવે છે.

મહુડી જૈન મંદિર ભારતના લોકપ્રિય જૈન તીર્થસ્થાનમાંનું એક છે.[૧] ભક્તો ત્યાં હજારોની સંખ્યામાં મુલાકાત લે છે અને તેમને મીઠી સુખડી ચડાવે છે. અર્પણ કર્યા પછી તેને મંદિર સંકુલમાં ભક્તો દ્વારા ખાવામાં આવે છે. ઘંટાકર્ણ મહાવીરની છબીઓ ગુજરાત અને પશ્ચિમ ભારતના અન્ય જૈન મંદિરોમાં પણ જોવા મળે છે.[૨][૩]

કાળી ચૌદશના દિવસે હજારો મુલાકાતીઓ મહુડીમાં હવનમાં ભાગ લેવા માટે મુલાકાત લે છે.[૩][૪]

સંદર્ભો ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ Cort, John E. (16 July 2000). "Worship of Bell-Ears the Great Hero, a Jain Tantric Deity". માં David Gordon White (સંપાદક). Tantra in Practice. Princeton University Press. પૃષ્ઠ 417–433. ISBN 978-0-691-05779-8.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ Shah, U. P. (September–December 1982). "Minor Jaina deities". Journal of the Oriental Institute. Baroda: Oriental Institute, Maharaja Sayajirao University of Baroda. XXXII (1–2): 95–97.
  3. ૩.૦ ૩.૧ Dave, Pranav (2013-11-02). "Kali Chaudas havan revered by all faiths". The Times of India. Ahmedabad. મેળવેલ 2013-11-02.
  4. "Kali Chaudas Celebrated at Shri Ghantakarna Mahavir Temple at Mahudi, Gujarat". Ahimsa Times. 2013 – herenow4u વડે.