શિરાજી કાબર
(ઘોડા કાબર થી અહીં વાળેલું)
શિરાજી કાબર | |
---|---|
શિરાજી કાબર | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Animalia |
Phylum: | Chordata |
Class: | Aves |
Order: | Passeriformes |
Family: | Sturnidae |
Genus: | 'Acridotheres' |
Species: | ''A. ginginianus'' |
દ્વિનામી નામ | |
Acridotheres ginginianus (Latham, 1790)
|
કદ અને દેખાવ
ફેરફાર કરોકદમાં આ પક્ષી કાબર કરતાં નાનું અને રંગ ભૂરાશ પડતો રાખોડી તથા ઇંટજેવા રાતા રંગની ચાંચ,આંખ પાસેની ચામડી પણ એજ રંગની.પગ પીળા અને પાંખમાં સફેદ કે આંખ ફરતેની ચામડી જેવા રંગનો ડાઘ હોય છે.નર-માદા સરખા રંગના હોય છે.
વિસ્તાર
ફેરફાર કરોશ્થાનિક બધેજ જોવા મળે છે.ભારત,પાકિસ્તાન,બાંગ્લાદેશ,અફઘાનિસ્તાન એમ તમામ જગ્યાએ થાય છે.અન્ય શ્થાનિક ભાષાઓમાં, ગંગામેના(હિન્દી),ગંગસલીક(બંગાળી),બારડમેના(બિહાર),બારડીમેના(નેપાળ),લાલી(સિંધ) અને દર્યલમેના(યુ.પી.)થી ઓળખાય છે.મોટાભાગે વસ્તીવાળા વિસ્તારોમાં,ચરાણોમાં,નદીકિનારે એમ જોવા મળે છે.
ખોરાક
ફેરફાર કરોફળ,અનાજનાં દાણા તથા જીવાત ખાય છે.
માળો
ફેરફાર કરોમે થી ઓગષ્ટમાં ઘાસ,તણખલા વગેરેનો,નદી કિનારે ઊંચી ભેખડોની ઊભી દિવાલો પર બાકોરામાં માળો બનાવે છે. જેમાં ૩ થી ૫ પીળાશ પડતાં ભૂરા રંગના ઇંડા મૂકે છે.