ઘોરખોદિયું
(ઘોર ખોદીયું થી અહીં વાળેલું)
ઘોરખોદિયું નિશાચર અને બહુ શરમાળ પ્રાણી છે, તેથી જોવાની શક્યતા ઓછી રહે છે. તે નદી કાંઠે દર બનાવીને રહે છે. આ પ્રાણી કબર ખોદીને મડદાં ચોરી જતું હોવાની માન્યતાને કારણે "ઘોરખોદિયું" નામ પડેલ છે.
ઘોરખોદિયું | |
---|---|
ઘોરખોદિયું | |
સ્થાનિક નામ | ઘોરખોદિયું, ઘોર ખોદીયું, વેઝુ, બરટોડી, ઘૂરનાર |
અંગ્રેજી નામ | Honey Badger કે Indian Ratel |
વૈજ્ઞાનિક નામ | Mellivora capensis |
આયુષ્ય | ૨૦ વર્ષ |
લંબાઇ | ૬૦ સેમી. (પુંછડી ૧૫ સેમી.) |
ઉંચાઇ | ૨૫ થી ૩૦ સેમી. |
વજન | ૮ થી ૧૦ કિલો |
ગર્ભકાળ | ૬ માસ, ૨ બચ્ચા |
દેખાવ | રીંછ જેવો દેખાવ, તિક્ષ્ણ નહોર અને મજબુત દાંત, શરીરનો ઉપલો અડધો ભાગ સફેદ-રાખોડી અને નીચેનો અડધો ભાગ કાળો હોય છે. |
ખોરાક | નાના પશુ, પક્ષી, જીવડાં, ફળ અને મધ. |
વ્યાપ | સમગ્ર ગુજરાત |
રહેણાંક | પાનખર જંગલો, ખડકાળ વિસ્તાર અને નદીનાં કોતરો |
ઉપસ્થિતિ ના ચિન્હો | જમીનમાંથી કંદ કાઢી ખાવાની આદતને કારણે કંદ ખોદાયેલ જગ્યાઓ પરથી ઉપસ્થિતિ જાણી શકાય છે. |
નોંધ આ માહિતી 'વન વિભાગ ગુજરાત' દ્વારા પ્રકાશીત "ગુજરાતના સસ્તન વન્ય પ્રાણીઓ" પુસ્તક,પાના ક્રમાંક-૧૮ ના આધારે અપાયેલ છે. |
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
વિકિમીડિયા કૉમન્સ પર ઘોરખોદિયું વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.