ચંપારણ્ય
ભારતના છત્તીસગઢ રાજ્યનું એક ગામ
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
ભારતના છત્તીસગઢ રાજ્યના રાયપુર જિલ્લામાં રાયપુરથી ૬૦ કિ.મી. દૂર આવેલું ચંપારણ્ય પુષ્ટિમાર્ગનાં પ્રવર્તક મહાપ્રભુ વલ્લભાચાર્યનું જન્મ સ્થાન હોવાને કારણે યાત્રાધામ તરીકે પ્રખ્યાત છે.[૧]
અહીં વિક્રમ સંવત ૧૫૩૫ના ચૈત્રવદી એકાદશીના મઘ્યાહ્ને મહાપ્રભુજીનું પ્રાકટય થયાની કથા છે. ચંપારણ્યમાં બેઠકજી મંદિર સંચાલિત ગૌશાળા તેમજ ત્રણ ધર્મશાળાઓ, તેમજ ભાવાત્મક યમુનાઘાટ આવેલો છે. તે ઉપરાંત ચંપેશ્વર મહાદેવજીનું મંદિર, તેની બાજુમાં શ્રીરામ-જાનકીનું મંદિર પણ આવેલું છે. આ મંદિરની એક અજૉડ વાત એ છે કે ઐતિહાસિક ધામ હોવા છતાં પણ, બેઠકજીની દીવાલો પર લખ્યા મુજબ, અહીં કોઇ પણ ન્યોછાવરની પ્રથા નથી. ઉપરાંત મહાપ્રભુજીના મંદિરમાં પણ રોકડ રકમ, સોનું, ચાંદી કે અન્ય ધાતુની વસ્તુ મૂકવાની મનાઇ છે.
સંદર્ભો
ફેરફાર કરો- ↑ Champaran સંગ્રહિત ૨૦૧૪-૦૨-૦૫ ના રોજ વેબેક મશિન www.tourismofchhattisgarh.com.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- દિવ્યભાસ્કરમાં ચંપારણ્ય ધામ સંગ્રહિત ૨૦૦૮-૦૩-૧૨ ના રોજ વેબેક મશિન