વિક્રમ સંવત
વિક્રમ સંવત એ ભારતીય ઉપખંડમાં પ્રચલિત એવા હિંદુ ધર્મના વૈદિક પંચાંગની એક પ્રણાલી પ્રમાણે વર્ષનું નામ છે. ખાસ કરીને ઉત્તર ભારત અને ગુજરાતમાં વિક્રમ સંવત અનુસરવામાં આવે છે.
ઇતિહાસફેરફાર કરો
એક માન્યતા પ્રમાણે રાજા વિક્રમાદિત્યએ શક રાજાઓને હરાવીને અવન્તિ દેશને મુક્ત કર્યો હતો એના માનમાં ઈસ્વીસન પૂર્વે છપ્પનમાં આ સંવતની શરુઆત કરવામાં આવી હતી. ભારતીય પ્રદેશો પૈકી ગુજરાતમાં સોલંકી રાજાઓના સમયથી વિક્રમ સંવત પ્રચલીત રહ્યું છે.
મહિનાઓફેરફાર કરો
આ પંચાંગ મુજબ વર્ષના બાર મહિનાઓ હોય છે. જેના દિવસોની ગણતરી ચંદ્રની કળાને આધારે કરવામાં આવે છે. ગુજરાતી પંચાંગ મુજબ દરેક મહિનાની મધ્યમાં એટલે કે પંદરમા દિવસે પૂનમ આવે છે, જ્યારે મહિનાને અંતે એટલે કે ત્રીસમા દિવસે અમાસ આવે છે. દરેક મહિનામાં બે પખવાડિયાં હોય છે, સુદ અને વદ (શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ).
આ વિક્રમ સંવંત મુજબ વર્ષના મહિનાઓ નીચે મુજબ છે.
- પહેલો: કારતક મહિનો
- બીજો: માગશર મહિનો
- ત્રીજો: પોષ મહિનો
- ચોથો: મહા મહિનો
- પાંચમો: ફાગણ મહિનો
- છઠ્ઠો: ચૈત્ર મહિનો
- સાતમો: વૈશાખ મહિનો
- આઠમો: જેઠ મહિનો
- નવમો: અષાઢ મહિનો
- દસમો: શ્રાવણ મહિનો
- અગિયારમો: ભાદરવો મહિનો
- બારમો: આસો મહિનો
- લગભગ દર ત્રણ વર્ષે: પુરૂષોત્તમ માસ/અધિક માસ (જેનો પૂર્વનિર્ધારિત ક્રમ નથી)
ગુજરાતમાં દિવાળી પછીનો દિવસ વિક્રમ સંવત પ્રમાણે નવા વર્ષનો પહેલો દિવસ (કારતક મહિનો) ગણાય છે.[૧]
સંદર્ભફેરફાર કરો
- ↑ "ગુજરાતના મુખ્યમંત્રીએ લોકોને નવાં વર્ષની શુભકામનાઓ આપી". ૧૯ ઓક્ટોબર ૨૦૧૪. Retrieved ૨૪ ઓક્ટોબર ૨૦૧૪. Check date values in:
|accessdate=, |date=
(મદદ)
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |