ચરોતરી બોલી
ચરોતરી બોલી ચરોતર (સાબરમતી નદી થી મહીસાગર નદીની વચ્ચેનો પ્રદેશ) અને તેની આસપાસ આવેલા વિસ્તારોમાં બોલાય છે.
લાક્ષણિકતાઓ
ફેરફાર કરો- "શ"ની જગ્યાએ "સ" = ‘હ’ બોલવામાં આવે છે.
દા.ત. સાણશી – હોંણશી.
- "ઈ"ની જગ્યાએ "ઐ/ય" બોલવામાં આવે છે.
દા.ત. ભાઈ - ભૈય, આઈ - આય
- "આ"ની જગ્યાએ "ઓ" બોલવામાં આવે છે.
દા.ત. પાણી – પોણી, કાણી – કોણી, માણસ - મોણહ.
- "ઇ", "ળ"ની જગ્યાએ "એ", "ર" બોલવામાં આવે છે.
દા.ત. નિશાળ – નેહાર, પિપળો - પેપરો
ઉદાહરણ
ફેરફાર કરોએક વાણિયો’તો એના સાર સોકરા તા ને એનો બાપ મોંદે પડ્યો, એણે વસ્યાર કરયો કે હું મરેશ તારે સોકરા વઢિ મરશે તેથી તે પસે જિવતા જિવે મોટા તૈણને બસેં બસેં રુપિયા આલ્યા.