ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી

આણંદ, ગુજરાત ખાતે આવેલી વિશ્વવિદ્યાલય

ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ચાંગા, આણંદમાં આવેલું એક વિશ્વવિદ્યાલય છે અને તેની સ્થાપના ૨૦૦૯માં થયેલ હતી. આ સંસ્થાની સ્થાપના ૧૯૯૫ના ગુજરાત રાજ્યના ગુજરાત અધિનિયમ ૮ હેઠળ થઈ હતી અને તે યુ.જી.સી. દ્વારા પ્રમાણીત છે.

ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી
ભૂતપૂર્વ નામ
ચરોતર ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી
મુદ્રાલેખજ્ઞાન અનંત છે.
પ્રકારખાનગી યુનિવર્સીટી
સ્થાપના૨૦૦૯ []
પ્રમુખસુરેન્દ્ર પટેલ[]
પ્રોવોસ્ટડો. પંકજ જોશી[]
સ્થાનચાંગા, ગુજરાત, ભારત
22°35′58″N 72°49′13″E / 22.59944°N 72.82028°E / 22.59944; 72.82028
જોડાણોUGC, AICTE
વેબસાઇટwww.charusat.ac.in

આ સંસ્થાની સ્થાપના શ્રી ચરોતર મોટી સત્યાવીસ પાટીદાર કેળવણી મંડળ કે જે ચરોતર મોટી સત્યાવીસ પાટીદાર સમાજની પેટા સંસ્થા છે દ્વારા થઈ હતી. છોટાભાઈ ભીખાભાઈ પટેલ અને ડો. કે.સી.પટેલે સૌ પ્રથમ ચાંગા ગામમાં શૈક્ષણીક સંકુલની સ્થાપના કરી હતી. ૨૦૦૦ની સાલમાં સંસ્થાની સૌ પ્રથમ ચરોતર ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીની સ્થાપના કરવામાં આવી હતી. ૨૦૦૯ની સાલમાં ગુજરાત રાજ્ય સરકાર અને યુ.જી.સી. દ્વારા આ સંસ્થાને યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવ્યો હતો. સંસ્થામાં ૪૫૦ થી પણ વધારે પ્રાધ્યાપકો અને ૬૫૦૦થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

યુનિવર્સિટી સંચાલીત વિદ્યાશાખાઓ

ફેરફાર કરો
  • ચંદુભાઇ એસ. પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ્ ટેકનોલોજી: ઇજનેરી વિદ્યાલય
  • દેવાંગ પટેલ એડવાન્સ ટેકનોલોજી એન્ડ રીસર્ચ: કોમ્પ્યુટર અને વિજાણુ વિભાગ.
  • ફેકલ્ટી ઓફ કોમ્પ્યુટર સાયન્સ: એમ.સી.એ. અભ્યાસક્રમ.
  • ફેકલ્ટી ઓફ ફારમસી
  • ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ: ઇન્દુકાકા ઇપ્કોવાલા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ
  • ફેકલ્ટી ઓફ એપ્લાઈડ સાયન્સ: ભૌતિકશાસ્ત્ર, રસાયણ શાસ્ત્ર અને ગણિતના વિષયોને લગતા અભ્યાસક્રમો.
  • ફેકલ્ટી ઓફ મેડિકલ સાયન્સ: ફિઝીયોથેરાપી, નર્સીંગ અને પેરામેડિકલ અભ્યાસક્રમો.
  1. "આર્કાઇવ ક .પિ" (PDF). મૂળ (PDF) માંથી 2016-03-03 પર સંગ્રહિત. મેળવેલ 2022-01-02.
  2. "CHARUSAT President Message". મૂળ માંથી 2013-05-22 પર સંગ્રહિત. CS1 maint: discouraged parameter (link)
  3. "CHARUSAT Provost's Welcome". મૂળ માંથી 2013-05-22 પર સંગ્રહિત. CS1 maint: discouraged parameter (link)