ચર્ચા:એમોનિયા

છેલ્લી ટીપ્પણી: Dsvyas વડે ૧૧ વર્ષ પહેલાં
સહમત, દૂર કર્યું.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૦૦, ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર
ભાઈઓ, મને એક પ્રશ્ન છે. આ માહિતી એક સરકારી વેબસાઈટ પરથી લીધેલ છે. તો શું તેને પણ પ્રકાશન અધિકાર લાગુ પડે? તે તો પ્રકાશન અધિકારથી મુક્ત ન હોવું જોઈએ.--Vyom25 (talk) ૧૦:૨૮, ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર
ખરી રીતે કોપીરાઇટ મુક્ત હોવું જોઇએ, પણ નથી હોતું એ વાત અલગ છે :) એટલે જ્યાં સુધી એ અંગે સ્પષ્ટતા ન કરેલી હોય ત્યાં સુધી તેને કોપીરાઇટેડ જ ગણવું તેવું મારું માનવું છે --KartikMistry (talk) ૧૨:૪૩, ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર
સરકાર જે માહિતી આપે અથવા બહાર પાડે તેને જાહેર ક્ષેત્રમાં છે તેમ કહેવાય અને તે કરતાં પણ જો શબ્દોનો સહારો ન લઈએ તો આ કિસ્સામાં જે માહિતી વેબસાઈટ પર મૂકેલ છે તે જાહેર જનતાના લાભાર્થે છે અને તેના માર્ગદર્શન માટે છે માટે તેનું પુનઃપ્રકાશન વાંધાજનક ન હોવું જોઈએ. જોકે કાર્તિકભાઈની વાત એ સાચી છે કે સ્પષ્ટતા જરૂરી છે.--Vyom25 (talk) ૧૬:૨૨, ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર
વ્યોમજી અને કાર્તિકભાઈની વાત વાજબી જ છે. સરકારી વેબ પરની વિગતો આપણે અહીં લઈએ જ છીએ ને ! એ પ્રકાશનાધિકાર હેઠળ (જ્યાં વેબ પર ચોખવટ હોય ત્યાં) ન ગણતાં, જાહેર માહિતી જ ગણીએ છીએ. જો કે અહીં મુદ્દો પ્રકાશનાધિકારનો નહિ પણ લેખનાં મથાળાને અનુરૂપતા અને ૧૦૦% કોપી-પેસ્ટનો હતો. સરકારી વેબ પરથી આપણે વિકિલાયક માહિતી લઈએ એ એક વાત છે (જો કે એ માહિતી કઈ વેબ પરથી લીધી એ બાબત સંદર્ભમાં જણાવવાનું સૌજન્ય પણ વિકિ પર દાખવીએ છીએ) અને ત્યાંથી બેઠેબેઠું કોપી-પેસ્ટ કરીએ એ બીજી વાત છે. એમ જ કરવું એ કરતાં તો ઉત્તમ એ કે આપણે ‘બાહ્ય કડીઓ’ અંતર્ગત જે તે વેબનું એડ્ડ્રેસ લખીએ. અહીં એમોનિયા વિશે પ્રાથમિક લેખ કરી અને તેનાં ગળતર સમયનાં સાવચેતીનાં પગલાં જેવા પેટા વિષય હેઠળ આ વિગતો/લિંક હોય તો ચાલે (મારી સમજ પ્રમાણે !). માન.સભ્યશ્રીઓએ રસ દાખવી ચર્ચા કરી, એકબીજાને ઉપયોગી માહિતીઓથી અવગત કરાવ્યા અને શ્રી.ધવલભાઈએ ટૅગ પર નિર્ણય આપ્યો એ બદલ આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૫૭, ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર
ભાઈઓ, આજના દિવસમાં આટલી બધી ચર્ચા થઈ ગઈ અને હું ઉંઘતો રહ્યો. એક વાત એમ છે કે, સરકાર જે લખે તે પ્રકાશનાધિકારથી મુક્ત હોવું જોઈએ તેમ કેવી રીતે કહી શકીએ? સરકાર એટલે કોણ? કોઈ એક વ્યક્તિ પાસે કે વ્યક્તિસમુહ પાસે જ સરકાર નામનું તંત્ર લખાણ લખાવતું હોય છે. આમા આ કોન્ટ્રાક્ટેડ વર્ક થયું ગણાય. જો સરકારે કોન્ટ્રાક્ટ હેઠળ પોતાના પ્રકાશનાધિકાર ન રાખ્યા હોય તો લેખકના હક્કો લાગુ પડે. બંને એ સ્વૈચ્છિક રીતે લખાણ લોકકોશમાં (પબ્લિક ડોમેનમાં) રિલિઝ કર્યું હોય તો જ પ્રકાશનાધિકારથી મુક્ત ગણાય.
આ જે લખાણ હતું તે સ્પષ્ટપણે પ્રકાશનાધિકાર હેઠળ છે, એટલે આને કોપીરાઇટેડ ગણવું કે નહિ તે પ્રશ્ન ઉપસ્થિત થવો જ ન જોઈએ. અશોકભાઈએ જે કડી આપી છે, તેની મુલાકાત લેતા જોવા મળશે કે ત્યાં કોપીરાઇટ નોટીસ મુકેલી જ છે, આ લખાણ નાગરિક સંરક્ષણ નિર્દેશાલય - ગુજરાત સરકારના પ્રકાશનાધિકાર હેઠળ છે.
અને છેલ્લે, અશોકભાઈનું લેખને ડિલિટ ટેગ મારવા પાછળનું મૂળ કારણ હતું તે એ કે લખાણ વિષય વિષે નહિ પણ વિષયને કારણે થતી અસરોના રેમેડિએશન પર હતું, જે વિષયવસ્તુને ન્યાય નહોતું આપતું.--ધવલચર્ચા/યોગદાન ૦૨:૩૪, ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર
Return to "એમોનિયા" page.