અમદાવાદથી ૩૦-૪૦ કિલોમીટર દુર બાવળા તાલુકામાં એક કેરાલા ગામ આવેલ છે એ વાત સાચી એને લીધે સમગ્ર કેરળ રાજ્યને ગુજરાતનાં જિલ્લાઓ ની શ્રેણીમાં સામેલ થવાનું અહોભાગ્ય પ્રાપ્ત થઈ જાય એ કેવું? અને એને લીધે ગુજરાત પણ God's own country બની જાય એ શક્યતા વિષે વિચારીને ગુજરાત સરકારના પ્રવાસન વિભાગે આ બાબત જલદી પગલા લેવા જોઇએ ...

અરે, આ જુઓ ગોવા પણ ગુજરાતનાં જિલ્લાઓ માં જ છે.

કોઇકે કરેલ આ સુંદર પરીકલ્પનાને હટાવવાનો કોઇ રસ્તો ખરો? --Tekina ૧૬:૦૪, ૬ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)

અરે ભાઈ, છો ને કેરળની પ્રગતિ થતી અને તે અત્યંત ઝડપથી વિકસી રહેલા ગુજરાતના એક જિલ્લાનો ભાગ બનતું? કોઈકની પ્રગતિથી આપણે શું કામ દાઝવું?
મજાક બદલ માફ કરજો. ફંફોસી જોયું પણ કાંઈ નજરે ચઢતું નથી, આ કોઈની સુંદર પરિકલ્પના નહી પણ કોઈકની અજાણે કરેલી સુંદર ભૂલનું પરિણામ લાગે છે. થોડા ખાંખાખોળા કરવા પડશે. ધ્યાન દોરવા બદલ આભાર.--ધવલચર્ચા/યોગદાન ૨૩:૦૦, ૬ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
આભાર.--Tekina ૦૩:૧૯, ૭ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)

ખોટી શ્રેણીઓ બતાવવાનું કારણ:

ફેરફાર કરો

ગોઆ અને કેરળ બાબતે વાત સાચી છે. તે બંન્નેમાં શ્રેણી:ગુજરાતના જિલ્લાઓ દર્શાવે છે. ઘણાં ખાંખાખોળા પછી કારણ એ મળ્યું છે કે તે બંન્નેમાં આ શ્રેણી અલગથી મુકવામાં આવી ન હોય સંપાદન દ્વારા કાઢી શકાતી નથી ! પરંતુ આ બંન્ને લેખમાં ઢાંચો (Infobox Indian Jurisdiction) વપરાયો છે અને તે ઢાંચામાં જ (ક્ષતિપૂર્ણ રીતે જ) આપોઆપ આ શ્રેણી અપાયેલી છે. તેથી સુધારો ઢાંચામાં કરવો પડશે. કોશિશ કરૂં છું, અન્યથા ધવલભાઈ મદદ કરી શકે છે. (http://gu.wikipedia.org/w/index.php?title=%E0%AA%A2%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AB%8B:Infobox_Indian_Jurisdiction&action=edit) --અશોક મોઢવાડીયા ૧૪:૧૮, ૯ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)

ઉપર જણાવેલો ઢાંચો વાપરતી વખતે જો (|districts ) વાપર્યું હશે તો સ્વચાલિત ઢબે શ્રેણી:ગુજરાતના જિલ્લાઓ મુકાઈ જશે. આથી આ ઢાંચો વાપરનારે આટલું ધ્યાન રાખવાનું રહેશે. (હવે ઢાંચો સંપાદન કરવાની જરૂર રહેતી નથી - જાણ માટે) --અશોક મોઢવાડીયા ૧૪:૩૩, ૯ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
અશોકભાઈ, તમે તો ડુબતાના તારણહાર બનીને આવ્યા. ઘણો-ઘણો આભાર.--ધવલચર્ચા/યોગદાન ૨૦:૫૯, ૯ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
ઢાંચામાં મરામત કરતા હવે (|districts ) વાપરવા છતાં ગુજરાતના જિલ્લાઓની શ્રેણી નહી ઉમેરાય.--ધવલચર્ચા/યોગદાન ૨૨:૫૯, ૧૧ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
વાહ, ખુબ સરસ સંશોધન અશોકભાઇ અને ઢાંચાની મરામત બદલ આભાર, ધવલભાઇ. --Tekina ૧૦:૩૮, ૧૨ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
આભાર તો આપ સૌનો મિત્રો, સૌ આ જ્ઞાનકોષને સ_રસ બનાવવા પોતાનાથી બનતો પ્રયાસ કરે જ, બહુ આનંદની વાત છે. (ધવલભાઈ, ઘણો સમય થયો તેથી ઢાંચાને અડકતા જરા ડર લાગતો હતો ! આપનો આભાર)
Return to "કેરળ" page.