ચર્ચા:ગુજરાતની નદીઓની યાદી

છેલ્લી ટીપ્પણી: વિચાર વિષય પર Tekina વડે ૧૨ વર્ષ પહેલાં

આ લેખ મા સુધરા કરવાના બાકી છે. અગ્રેજી વિકિપીડિયા મા લેખ બની જશે પછી હર્ષ આ લેખ મા કોઠો પણ બનાવી દેશે.Kondicherry (talk) ૧૯:૦૧, ૧૦ માર્ચ ૨૦૧૨ (UTC)

વિચાર ફેરફાર કરો

ધવલભાઇ, આપશ્રીએ આ લેખ હટાવવા માટે nominate કર્યુ છે, ત્યારે મને એક વિચાર આવ્યો છે. આપે જણાવેલ પ્રમાણે શ્રેણી:ગુજરાતની નદીઓ અસ્તિત્વમાં છે જ, પરન્તુ જ્યારે કોઇ વિકિપીડિયા થી અપરીચીત વ્યક્તી ગુજરાતની નદીઓ માટે સર્ચ કરે તો તેને આ લેખ(યાદી) દેખાવો જોઇએ. તેવુ મારુ માનવુ છે. english વિકિપીડિયા પર પણ category અને આ પ્રમણે ની યાદીઓ નો લેખ જોવા મળે છે. હું સર્વને આ ચર્ચામાં ભાગ લેવા અને સુજાવ આપવા માટે વિનંતી કરુ છુ. રંગીલો ગુજરાતી (ગપ્પા) ૧૯:૦૯, ૧૦ માર્ચ ૨૦૧૨ (UTC)

અંગ્રેજીમાં છે માટે ગુજરાતીમાં હોવો જોઈએ તેવું જરૂરી નથી. આવા લેખો અહિં ખસ કરીને વેન્ડલિઝમનું ઇઝી ટાર્ગેટ બને છે, માટે ફક્ત યાદીઓ રાખવાની તરફેણમાં હું નથી. પણ હા, તેની તદ્દન વિરૂદ્ધમાં પણ નથી. અન્ય સભ્યોનો મત ના જાણું ત્યાં સુધી આખરી નિર્ણય નહિ લઉં.--ધવલચર્ચા/યોગદાન ૦૦:૨૭, ૧૮ માર્ચ ૨૦૧૨ (UTC)

ધવલભાઇ આ માત્ર યાદી જ નથી, આમાં નદીનુ ઉદ્ગમ, લંબાઈ, કેચમેન્ટ વિસ્તારની પણ માહિતી છે. અને સૌથી અગત્યની વાત તેમા આધારભૂત સંદર્ભો પણ છે. અને હજી પણ વધારે માહિતી ઉમેરવાની ઇચ્છા રાખુ છુ. હર્ષ કોઠારી ૨૦:૦૬, ૧૯ માર્ચ ૨૦૧૨(UTC)

હર્ષભાઈ, હવે તેમાં અન્ય વિગતો દેખાય છે. જો પહેલેથી આ બધી વિગતો હોત તો પ્રશ્ન જ ના ઉઠત. આભાર. એક સૂચન કરું? ઉદ્ગમ સ્થાનની સાથે સાથે, સંગમ સ્થાનની પણ જાણકારી ઉમેરી શકાય તો ઘણું સારું રહેશે. આ સાથે ડિલિશન ટેગ દૂર કરું છું.--ધવલચર્ચા/યોગદાન ૦૦:૨૮, ૧૯ માર્ચ ૨૦૧૨ (UTC)
ધવલભાઇ આભાર આપનો. અને આપનુ સુચન હુ જરુર થી ધ્યાનમા રાખીશ અને સંગમ સ્થાનની પણ માહિતી ઉમેરવાનો પ્રયત્ન કરીશ. હર્ષ કોઠારી ૧૭:૧૪, ૧૯ માર્ચ ૨૦૧૨ (UTC)
ધવલભાઇ આપના સુચન મુજબ મેં સંગમ સ્થાનની પણ જાણકારી ઉમેરી છે.-- હર્ષ કોઠારી ૧૮.૩૫, ૧૯ માર્ચ ૨૦૧૨ (UTC)
અતિ ઉત્તમ હર્ષભાઈ. તમને લાગશે કે આ તો આંગળી આપતા પોંચો પકડવા આવે છે, પણ એક વધુ સૂચન, કે સંગમસ્થાનમાં ફક્ત કચ્છનું રણ, ખંભાતનો અખાત કે અરબી સમુદ્ર એમ ન લખતાં, કોઈ ચોક્કસ ગામ કે સ્થળ વિષેની માહિતી જો ઉપલબ્ધ હોય તો વધુ અસરકારક રહેશે. જો કે મેં જોયું કે ગુજરાત સરકારની વેબસાઇટ કે જેનો તમે સંદર્ભ આપ્યો છે ત્યાં આવી માહિતી ઉપલબ્ધ નથી. જો ક્યાંકથી પ્રાપ્ત થઈ શકે તો શોધીએ.--ધવલચર્ચા/યોગદાન ૨૨:૧૦, ૧૯ માર્ચ ૨૦૧૨ (UTC)
આભાર ધવલભાઇ અને મને કાંઇ એવુ નથી. તમારા સુચન હમેશા આવકાર્ય છે. અને હુ જરુર થી પ્રયત્ન કરુ છુ એ પ્રમાણેની માહિતી શોધવાની. --હર્ષ કોઠારી ૦૪:૪૨, ૨૧ માર્ચ ૨૦૧૨ (UTC)
આ યાદીથી કોઇ અર્થ સરતો નથી. કેમકે સંગમ સ્થાનની પણ જાણકારી વગેરે વિગતો જ્યાથી બાકીની વિગતો કોપી કરાઇ છે ત્યાં પણ નથી. જીપીએસની સાધનના ટ્રેક અને ગુગલ મેપની મદદથી ભાલ વિસ્તારની થોડી નદીઓ વિષે અહિયા થોડી માહીતી એકઠી કરલી પણ એ બહુ રજળપાટ માંગી લેતુ કામ છે. તો બધી ૧૮૦ કરતા વધુ જેટલી નદીનું તો શું પુછવું? --Tekina (talk) ૨૧:૫૫, ૧૩ એપ્રિલ ૨૦૧૨ (IST)ઉત્તર
Return to "ગુજરાતની નદીઓની યાદી" page.