મારી ચર્ચા ફેરફાર કરો

મારી ચર્ચા હુ જ ચાલૂ કરુ છુ. રંગીલો ગુજરાતી (ગપ્પા) ૨૩:૪૨, ૧૬ ઓકટોબર ૨૦૧૧ (UTC)

ભાઈશ્રી Rangilo Gujarati, શુભ સંધ્યા, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા   પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

--સતિષચંદ્રચર્ચા/યોગદાન

સ્વાગત અને ધન્યવાદ ફેરફાર કરો

Welcome to the group of gujarati wiki friends ....I saw your recent contributions on gujarati wiki, good work! Do keep it up. looking forward to valuable contributions from your end. --sushant ૧૩:૫૫, ૧૭ ઓકટોબર ૨૦૧૧ (UTC)

જરુર, આપના સહકાર બદલ આભાર. રંગીલો ગુજરાતી (ગપ્પા) ૧૩:૫૯, ૧૭ ઓકટોબર ૨૦૧૧ (UTC)

મારી ગુજરાતી પણ કાંઈ સારી તો ન જ કહી શકાય. હજી આજે પણ ધવલ ભાઈ મારી જોડણીની ભૂલો સુધારે છે. શું તમે વિકી કોન્ફરન્સમાં ભાગ લેવા મુંબઈ આવવાના છો. આવો તો જરૂર મળશો. હું મુંબઈમાં રહું છું. આમ જુઓ તો ટેકનિકલ બાબતોમાં મારું મગજ ઓછું ચાલે છે તો તમે મારા અનુવાદોની ટેકનિકલ બાબતો સાચવજો તો મારે એટલું ટેન્શન ઓછું. તમારી સાથે મૈત્રી કરતા આનંદ થયો. :) --sushant ૧૬:૦૫, ૧૭ ઓકટોબર ૨૦૧૧ (UTC)

મને મુંબઈ માટે સ્કોલરશીપ પણ મળી ગયી, પણ મારી PUNE UNIVERSITY ની Engineering exam હોવા થી નહિ આવું. દુખ છે પણ કઈ કરી શકું તેમ નથી, થોડાક દિવસ પેહલા જ મેં સ્કોલરશીપ ની નાં પાડી. રંગીલો ગુજરાતી (ગપ્પા) ૧૬:૧૦, ૧૭ ઓકટોબર ૨૦૧૧ (UTC)

રંગીલાભાઈ, તમારૂં ગુજરાતી વિકિપીડિયામાં સ્વાગત છે. આપનો પરિચય આપવા બદલ આભાર. મેં આપનું યોગદાન જોયું, અને અહીં ઉપર સુશાંતે લખેલા સંદેશા પરથી પણ જાણ થાય છે કે તમે સારું કાર્ય કરી રહ્યા છો. એક નિરાશા એ વાતની થઈ કે તમે મુંબઈ નથી આવવાના. નહિતર એ બહાને આપને રૂબરૂ મળવાનો મોકો મળત. તમે ટેકનિકલ યોગદાન કરવા ઇચ્છો છો તે જાણીને વળી વધુ આનંદ થયો. કાંઈ સ્પેસિફિક છે તમારા મગજમાં જે તમે અહીં કરવા ચાહતા હોવ? જો આપ સોફ્ટવેરની લાઈનમાં હોવ તો, મુંબઈ કોન્ફરન્સ દરમ્યાન હેકેથલોન છે તેમાં તમારી ખોટ સાલસે. પરંતુ તમારી અન્ય જગ્યાએ ઉપસ્થિતી જરૂરી છે, હશે! કોઈકેને કોઈક રીતે મળવાનો મેળ પડશે, નહી પડે તો આ વિકિના આપણા ચર્ચાના પાનાઓ તો છે જ ને.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૦૯, ૧૮ ઓકટોબર ૨૦૧૧ (UTC)

આભાર, જી હા મારી પાસે ગુજરાતી વિકિપેડિયા માટે ટેકનીકલ બાબતો લઇ ને ઘણા બધા વિચારો છે, તે માટે મેં શીજુ એલેક્ષ નો સંપર્ક સાધ્યો છે, તે WMF માં નવા Indic Consultant છે, તેમનો અભિપ્રાય મળ્યા પછી આપણે ગુજરાતી વિકિપેડિયા ને જોર શોર થી આગળ વધારીશું, મને પણ મુંબઈ નાં આવી શકવાનો ખુબ અફસોસ છે પરુંતુ ફરી ક્યારેક આવો મોકો મળે તેની આશા રાખું છું. આભાર. રંગીલો ગુજરાતી (ગપ્પા) ૧૩:૧૬, ૧૮ ઓકટોબર ૨૦૧૧ (UTC)


શુભ દિપાવલી સાથે નુતન વર્ષાભિનંદન ફેરફાર કરો

 
શુભ દિપાવલી - નુતન વર્ષાભિનંદન

રંગીલાભાઈ, સીતારામ....જય માતાજી... તમને અને તમારા પરિવાર તથા સૌ પ્રિયજનોને મારા અને મારા પરિવાર ઉપરાંત સમગ્ર ગુજરાતી વિકિપીડિયા પરિવાર તરફથી પણ ગુજરાતી નવા વર્ષની શુભેચ્છા. નવું વર્ષ સૌને જીવનમાં રંગોળીની જેમ વિવિધ રંગોથી, નવા વિચારોથી તેમજ દિપકનાં પ્રકાશથી ભરી દે અને જીવનમાં ઉચ્ચ શિખરો શર કરવાની અને સત્યને અનુસરવાની શક્તિથી ભરી દે તેમજ સૌને નિરોગી રાખે તેવી ઈશ્વરને પ્રાર્થના સાથે શુભ દિપાવલી સાથે નુતન વર્ષાભિનંદન . તેમજ તમારા અમુલ્ય જ્ઞાનનો લાભ અમને સૌને આ નવા વર્ષમાં ગયા વર્ષ કરતા પણ વધુ મળે તે જ કામના. તો ચાલો, મનાવીએ આ શુભ અવસરને...જય માતાજી...--જીતેન્દ્રસિંહ ૧૧:૨૨, ૨૧ ઓકટોબર ૨૦૧૧ (UTC)

શુભકામના ફેરફાર કરો

બધા મીત્રોને, દીવાળી અને નવા વર્ષ માટે સાલ મુબારક અને નુતન વર્ષ અભીનંદન...Vkvora2001 ૦૫:૩૧, ૨૨ ઓકટોબર ૨૦૧૧ (UTC)

ઈટ્રીયમ ફેરફાર કરો

ઈટ્રીયમ - This article shows some errors, can you please fix them and let me know how to avoid them? --sushant ૧૬:૫૮, ૨૨ ઓકટોબર ૨૦૧૧ (UTC)

ગુજરાતી વિકિપીડિયાનો પ્રચાર ફેરફાર કરો

અર્નવ ભાઈ, તમારા ગુજરાતી વિકિપીડિયાના પ્રચાર વિષેના પ્રતિભાવો ફેસબુક દ્વારા મોકલાવાયેલા ઈ-મેલ મારફતે મળ્યાં. ટમે જે કહો છો તે બરાબર છે. આનો પ્રચાર કરવાની જરૂર છે. આ પ્રચાર કરવા અર્થે આપણે અમુક એક સામાજિક સંસ્થાઓ કે સાહિત્ય સંસ્થાઓના નેજા હેઠળ પ્રયત્નો શરૂ કરી શકીયે. આવો એક પ્રયાસ અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદ ના નેજા હેઠળ કરાયો હતો. જોકે તેમાં સભ્યો મોટી ઊંમરના અને ટેક્નોસેવી ન હોવાને કારણે કોઈ વધુ એડિટરોનો કે અનુવાદકો કે લેખકોનો સહયોગ ધાર્યા પ્રમાણે ન મળી શક્યો. જે હોય તે આવા પ્રયાસો મુંબઈ માં કરી શકાય. વળી તમે પુના માં છો તો મુંબઈ પણ આવે શકો. આપણે સાથે મળી ને આ કાર્ય કરી શકીયે. તમે તમારી અનુકુળતા જણાવશો અને કેમાગળ વધવું તે પણ જણાવશો. --sushant ૦૮:૧૧, ૧ નવેમ્બર ૨૦૧૧ (UTC)

આ તરફ એક નજર ફેરવવા વિનન્તી. મે અમુક ફેરફારો અને અમુક નવા પ્રોજેક્ટ્સ સુઝવ્યા છે, તો ક્રુપા કરી એમને આગળ ધપાવવા પોતાના ઇનપુટ્સ આપશો.

--DharavSolanki ૦૫:૩૩, ૨૨ નવેમ્બર ૨૦૧૧ (UTC)

આપના પ્રતિભાવની આવશ્યકતા ફેરફાર કરો

મિત્ર Rangilo Gujarati, મેં તાજેતરમાં ચોતરા ઉપર બે ચર્ચાઓ શરૂ કરી છે જે વિકિપીડિયાની નીતિઓ નિર્ધારિત કરવામાં અને આવશ્યક ફેરફારો માટે જરૂરી છે. આપને વિનંતી છે કે જો શક્ય હોય તો ચોતરા પર Mailing List અને ચિત્રો ચઢાવવા અંગેની નીતિ પર ફેરવિચાર અંગેની ચર્ચામાં ભાગ લઈ આપના અભિપ્રાયો જણાવશો. આ અભિપ્રાયો જેટલા વહેલા જણાવી શકશો તેટલા ઝડપથી આપણે ફેરફારો અહીં લાવી શકીશું. પરિવર્તન એ સૃસ્ટિનો નિયમ છે, અને આપણું ગુજરાતી વિકી વિકસી રહ્યું છે એટલે આપણે વખતો વખત આપણી નીતિઓ ઘડતા રહેવું પડે અને નવા ફેરફારો લાવતા રહેવું પડે. આમ કરતી વખતે અહીં રહેલા બહુમતિ સક્રિય સભ્યોની સહમતી મેળવવી હું આવશ્યક માનું છું, અને માટે આપનો મત જાણવાની ઉત્કંઠા છે.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૧૧, ૫ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

મિત્ર, આપનો આભાર અને અભિનંદન. આપણી ટપાલ યાદી (મેઈલિંગ લિસ્ટ) હવે તૈયાર થઈ ગઈ છે, આપ અહીં મુલાકાત લઈને તેમાં જોડાઈ શકો છો.--ધવલચર્ચા/યોગદાન ૨૩:૪૯, ૧૧ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

સલામત મૈથુન ફેરફાર કરો

આપે કરેલું ભાષાંતર મેં પાછું વાળ્યું છે, કારણકે તે યાંત્રિક/ઓટોમેટેડ લાગતું હતું અને તે કારણે વાક્ય રચના યોગ્ય ન હોવાથી કોઈ અર્થ સરતો નહોતો. જો આપે જાતે ભાષાંતર કર્યું હોય તો જણાવશો, જેથી હું યોગ્ય ભાષાંતર સુચવી શકું જેથી આપ ભવિષ્યમાં ધ્યાન રાખી શકો. પરંતુ મારા માનવા પ્રમાણે તે મશિન દ્વારા કરવામાં આવેલું હોય તેવું હતું તેથી રિવર્ટ કર્યું છે.--ધવલચર્ચા/યોગદાન ૨૨:૪૯, ૨૯ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

મને સૂચવવા બદલ આપનો આભાર, જી હા મેં થોડાક વાક્યો માટે યાંત્રિક મદદ લીધી હતી જેમ કે ગૂગલ ટ્રાંસલેટ, કારણ કે આ લેખ માં અમુક એવા શબ્દો ની રચના હતી કે તેનું શુદ્ધ ગુજરાતીકરણ કરવા નું મને સહેજ અઘરું લાગતું હતું, તેથી. પણ હવે મને થોડું ઘણું સમજવા લાગ્યું છે, also I would work on little less complicated articles now . આભાર. રંગીલો ગુજરાતી (ગપ્પા) ૧૭:૪૩, ૩૦ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
હાશ. તમે આને હળવાશથી લીધું તે બદલ આભાર. I know this was a tempting subject ;-)... but yes, start with less complecated ones. રવિવારે યાદ રાખીને આ મુદ્દો પણ ચર્ચીશું કે ભાષાંતર કરતી વેળા શું બાબતો ધ્યાનમાં રાખવી.--ધવલચર્ચા/યોગદાન ૧૯:૧૬, ૩૦ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

શ્રી રંગીલાજી, આપે એ તો નોંધ્યું જ કે લખાણને અંતે લખેલું હતું કે nobat.com પરથી. નોબત એ જામનગરથી પ્રસિદ્ધ થતું એક દૈનિક સમાચાર પત્ર છે અને તે નાતે તેમાં પ્રસિદ્ધ થતી દરેક માહિતી પ્રકાશનાધિકારથી સુરક્ષિત હોય. જે લખાણ જામનગરના લેખમાંથી મેં આજે દૂર કયું છે તે તમે એ જ nobat.comનાં મુખપૃષ્ઠની About Jamnagarની આ કડી પર જોઈ શકશો. કોઈ પણ જગ્યાએ રહેલું લખાણ અહિં બેઠેબેઠું મુકાવું ના જોઈએ. હા, અન્ય સ્થળે રહેલા લખાણમાંથી અંશ અહિં મુકી શકાય અથવા તેનો આધાર લઈને આપણે અહિં લખી શકીએ, પરંતુ કોઈકે કરેલી મહેનતને આપણે અક્ષરશ: અહીં મુકવી યોગ્ય ના જ ગણાય. આશા છે કે આપ સહમત થશો.--ધવલચર્ચા/યોગદાન ૨૦:૨૮, ૯ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)

જી હા nobat મારા જ શહેર નું દૈનિક છે, મેં manually નોબત દોટ કોમ પર ચેક નોતું કર્યું, તે થી આ માહિતી મારા ધ્યાન બહાર થય ગયી. અને copyright violation નું મહત્વ હું ખુબ અજ સારી રીતે જાણું છું, કારણ કે I closely dealt with it during India education program. પણ જેમ મેં સૂચવ્યું હતું ગૂગલ did not return the exact match એટલે આ મારા ધ્યાન બહાર ગયું. આભાર. રંગીલો ગુજરાતી (ગપ્પા) ૧૮:૧૮, ૧૧ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
મારો ઉદ્દેશ તમને પ્રકાશનાધિકારથી અવગત કરાવવાનો જરા પણ ન હતો. તમે ઉઠાવેલા સવાલનો મેં ફક્ત જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે. કેમકે nobat.com પર copyrightનો કોઈ ઉલ્લેખ નથી, આગળ વધુ પ્રશ્નો ઉઠતા અટકાવવાના હેતુથી જ મેં મારા સંદેશામાં પાછળની વાત લખી હતી. આપને ખરાબ લાગ્યું હોય તો તે બદલ ક્ષમા ચાહું છું.--ધવલચર્ચા/યોગદાન ૨૨:૦૩, ૧૧ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
અરે ધવલ ભાઈ, આમાં ખરાબ લાગવાનો તો કોઈ સવાલ નથી, હું જ્યાં પણ ખોટું કરું ત્યાં તમને ટોકવાનો અધિકાર છે જ :) મારા જવાબો કદાચ ક્યારેક તુચ્છ લગતા હશે કારણ કે I am unable to express it properly in gujarati પણ આવી નાની વાતે કોઈ દિવસ ખોટું નાં લાગે. આભાર. રંગીલો ગુજરાતી (ગપ્પા) ૧૫:૧૬, ૧૨ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
ના ભાઈ ના, ક્યારેય તુચ્છ લાગવાનો અવકાશ જ પેદા નથી થતો. અને હું તો માનું છું કે પ્રશ્ન કરવાથી જ જાગૃતિ અને જ્ઞાન બંને વધે છે. અને જ્યાં સુધી વિચારો અને લાગણીઓની અભિવ્યક્તિનો સવાલ છે, ગમે તે ભાષા વાપરી શકો છો, જેમાં તમે અનુકૂળ મહેસુસ કરતા હોવ તે ભાષામાં વાત કરો. મૂળ લેખોના લખાણમાં જ સ્પષ્ટ અને શુદ્ધ ગુજરાતી વાપરવાનો આગ્રહ રાખીએ છીએ, ચર્ચાઓમાં નહી.--ધવલચર્ચા/યોગદાન ૨૨:૪૭, ૧૨ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)

આર્નવભાઈ, આહિર લેખમાં સુંદર કામ કરવા બદલ આભાર. મેં તેમાં રહેલી થોડી અન્ય વ્યાકરણની ભૂલો સુધારી છે. અને એક ફકરો નજરાંદાજ કર્યો છે, જે યાંત્રિક ભાષાંતર છે. મૂળ લેખનું લખાણ (સંભવતઃ અંગ્રેજી) જોઈને તે ફકરો નવેસરથી લખવાની જરૂર છે. જો આપને ફાવટ હોય તો કરી શકો છો, નહિતર હું કરી આપીશ. માફ કરજો, ગઈકાલે જણાવવાનું રહી ગયું હતું.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૧૯, ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૨ (UTC)

આભાર.રંગીલો ગુજરાતી (ગપ્પા) ૧૭:૧૨, ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૨ (UTC)

ભાઈશ્રી, ચોતરા પર નવી ચર્ચા ચાલુ કરતી વખતે, આખાં પાનાંમાં ફેરફાર કરીને છેડે નવો વિષય ઉમેરવાને બદલે વિકિપીડિયા:ચોતરો પર જમણી બાજુ ઉપરની તરફ એક ચોરસ ખાનું દેખાશે જેમાં ચોતરો (સમાચાર) અને ચોતરો (અન્ય) એમ લખ્યું છે અને તે બંનેની સામેના કોઠામાં નવી ચર્ચાની કડી છે, આમાંથી આપની ચર્ચાના વિષયને અનુરૂપ વિભાગમાં નવી ચર્ચા પર ક્લિક કરીને નવો વિષય ઉમેરવા વિનંતી. આમ કરવાથી ચોતરાનું સુવ્યવસ્થિત માળખું જળવાઈ રહેશે.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૧૭, ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૨ (UTC)

બરોબર, અત્યાર સુધી મારી નજર ત્યાં પડી જ ન હતી :D. આભાર. રંગીલો ગુજરાતી (ગપ્પા) ૧૭:૧૪, ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૨ (UTC)

વિકિસ્ત્રોત લોગો (મતદાન) ફેરફાર કરો

સમ્યક અને આકૃતિ ફોન્ટ્સના પરવાનાની ચોક્કસ માહિતીનો અભાવ હોવાથી તે ગેરમાન્ય ઠરે છે. આપનો મત અન્ય લોગોને આપવા માટે આપનું સ્વાગત છે. આજે મધ્યરાત્રી સુધી પડેલા મતોને આધારે આખરી નિર્ણય લેવામાં આવશે. તો ઝડપ કરો અને આપનો મત આપો.--ધવલચર્ચા/યોગદાન ૧૨:૪૦, ૯ માર્ચ ૨૦૧૨ (UTC)

સભ્ય:BPositive ફેરફાર કરો

ye dekh che. :P BPositive (talk) ૦૯:૦૧, ૧૭ માર્ચ ૨૦૧૨ (UTC)

Reply ફેરફાર કરો

તમે મને લખ્યા બદ્દલ ખુબ આભાર. શું તમારી પાસે ગુજરાતી keyboard છે? :) ! Nickzlapeor (talk) ૨૦:૫૧, ૬ એપ્રિલ ૨૦૧૨ (IST)ઉત્તર

નરેન્દ્ર મોદી ફેરફાર કરો

ના ભાઈ, ભૂલ તો મારાથી થઈ હતી, તમારાથી નહી. હું તમને એ વિષયે સંદેશો લખવાનો જ હતો, પણ મોડો પડ્યો. થયું એવું કે તમે ગઈકાલે કરેલું ભાષાંતર મૂળ અંગ્રેજીને અસંગત લાગ્યું એટલે મેં ખાલી એ ફેરફાર પાછો વાળવા ધાર્યું. પણ જોયું નહી કે એ તમે કર્યો હતો અને ઇતિહાસમાં એના પહેલાના બધા ફેરફારો પણ તમારા જ હતા. એટલે તમારા પાછલા બધા ફેરફારો એક ઝાટકે રદ થઈ ગયા (અમને એડમિન્સને એ વધારાની સુવિધા હોય છે). જ્યારે કામ થયા ગયાનો કન્ફ્રમેશન મેસેજ જોયો ત્યારે મારી ભૂલ સમજાઈ, અને માટે તમે ૧૨ તારીખ પહેલા કરેલા બધા ફેરફારો પુન:સ્થાપિત કર્યા. ગઈકાલે તમે જે વાક્યનો અનુવાદ કર્યો હતો તે ૨૦૧૦માં સીટે ન.મો.ને બેકસુર જાહેર કર્યા તેમ હતું, જ્યારે તમારા ભાષાંતરમાં તમે લખ્યું હતું કે ૨૦૦૯માં સુપ્રિમ કોર્ટે સીટની નિમણુંક કરી. ફક્ત એટલે જ એ ફેરફાર ઉલટાવ્યો હતો. કન્ફ્યુઝન ક્રિએટ કરવા બદલ ક્ષમા ચાહું છું.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૧૬, ૧૩ એપ્રિલ ૨૦૧૨ (IST)ઉત્તર

જી, મને લાગ્યુ જ કે કંઇક કન્ફ્યુઝન થયુ છે, no problem :), અને હાલમાં અંગ્રેજી વિકિપીડિયા પર નાં લેખ પ્રમાણે તેની સ્થાપના ૨૦૦૯માં થયેલી, તેથી મેં ૨૦૦૯ લખેલું, કઈ વાંધો નહિ, I ll check that with more sources and see what is the correct date. આભાર. રંગીલો ગુજરાતી (ગપ્પા) ૧૮:૩૧, ૧૩ એપ્રિલ ૨૦૧૨ (IST)ઉત્તર
તમારી જાણકારી અને અંગ્રેજી વિકિમાં રહેલી માહિતી બંને સાચી જ છે, અને અહિંનું લખાણ પણ સાચું છે. સીટની સ્થાપના ૨૦૦૯માં થઈ હતી, પણ લખાણમાં એમ આવે છે કે ૨૦૧૦માં તે સીટે નરેન્દ્ર મોદીને આરોપોમાંથી મુક્ત કર્યા. આ વાક્યનો જે સંદર્ભ આપ્યો છે તે પણ આમ જ સૂચવે છે. સંદર્ભ જ ચકાસી જુઓ, આઈડિયા આવી જશે.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૫૮, ૧૩ એપ્રિલ ૨૦૧૨ (IST)ઉત્તર

Brampton ફેરફાર કરો

Thank you so much for starting it! I added the interwikis! WhisperToMe (talk) ૦૯:૨૫, ૧૪ એપ્રિલ ૨૦૧૨ (IST)ઉત્તર

ધન્યવાદ ફેરફાર કરો

ઢાંચો:ઉચ્ચારણ ની પ્રશંસા માટે. Chirayu.Chiripal (talk) ૧૮:૫૧, ૨૮ એપ્રિલ ૨૦૧૨ (IST)ઉત્તર

Krushynka (Крушинка in original, Ukrainian) ફેરફાર કરો

Hi! I'm nickispeaki (Pryhodko Mykola) from Kyiv, Ukraine. I was born in Krushynka, It's village in Kyiv region. I created article and now even wiki-project "en:Krushynka, my wiki-project, my village". Please, translate it to gujaraty. Thanks! ;-) --Nickispeaki (talk) ૧૩:૪૬, ૫ મે ૨૦૧૨ (IST)ઉત્તર

નૂતન વર્ષાભિનંદન ફેરફાર કરો

સિન્ડ્રેલા ફેરફાર કરો

કૃપયા લેખ સિન્ડ્રેલા પર ડિલિશન ટૅગ માટેનું કારણ જણાવશોજી. આ લેખ સુધારો માગે છે પરંતુ હટાવવા યોગ્ય છે કે નહિ તે તેના ચર્ચાના પાને જણાવવું. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૮:૦૨, ૧ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર

નમસ્તે, હું અને મિત્ર સભ્ય:કોનારક ગોઆ ખાતે એક ટેક્નીકલ સેમિનારમાં સ્ક્રિપ્ટ, ગેજેટ્સ વિશે વાત કરતા હતા અને ભુલથી તાજા ફેરફારોમાં જઇ સિન્ડ્રેલા પર પાનુ હટાવવા માટેની સ્ક્રિપ્ટ એક્ટિવ થય ગઇ હતી. પછિ તે હટાવવાનું ધ્યાન જ ન રહ્યુ. આભાર. માફ કરજો :) --રંગીલો ગુજરાતી (ગપ્પા) ૧૨:૧૧, ૨ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર
સમજાયું. આપ સમા સંન્નિષ્ઠ સભ્યશ્રી કશું ટૅગ કરે ત્યારે અમારી ફરજ છે કે ગંભીરતાથી લઈ યોગ્ય કાર્યવાહી કરવી. અરે એમાં "માફ કરવું" જેવું કંઈ હોતું હશે ! આપનાં સુંદર કાર્યની (ખાસ તો હમણાં જે ઈન્ફોબોક્ષનું કાર્ય થાય છે) અમે સૌ સરાહના કરીએ છીએ. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૪:૧૭, ૩ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર

વિકિસ્રોતની પ્રથમ વર્ષગાંઠના કાર્યક્રમમાં તમારી હાજરી ફેરફાર કરો

રંગીલાજી, આશરે પંદરેક દિવસમાં ગુજરાતી વિકિસ્રોતની પ્રથમ વર્ષગાંઠ આવી જશે. તે નિમિત્તે વિશિષ્ટ ઉજવણીના હેતુથી આપણે એક કાર્યક્રમનું આયોજન ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર નરસિંહ મહેતા એવોર્ડની યજમાન સંસ્થા રૂપાયતન ખાતે કરવામાં આવ્યું છે. જૂનાગઢ નજીક આવેલી આ સંસ્થામાં ૩૧ માર્ચના રોજ સવારે દસ વાગ્યાથી એક વાગ્યા દરમ્યાન યોજાનારા આ કાર્યક્રમમાં આપ પણ પધારો એવી પ્રાર્થના. કાર્યક્રમ વિષે વધુ જાણવા માટે અને તમારા આવવાની અમને જાણ કરવા માટે તેને માટે બનાવવામાં આવેલા વિશિષ્ટ પૃષ્ઠ વિકિસ્રોત:પ્રથમ વર્ષગાંઠની મુલાકાત લો~-ધવલ સુ. વ્યાસચર્ચા/યોગદાન ૦૪:૪૨, ૧૪ માર્ચ ૨૦૧૩ (IST)ઉત્તર

શુભકામના ફેરફાર કરો

જન્મ દિવસ ની ખુબ ખુબ સુભેચ્છા .... આમ ને આમ પ્રગતી કરતા રહો એવી પ્રભુ ને પ્રાથના ........ ને પાર્ટી પાસે આપડી પાર્ટી જમા રહેશે જેની નોધ લેસો . :) :) --Ashvin Patel (talk) ૦૦:૧૦, ૧૯ માર્ચ ૨૦૧૩ (IST)ઉત્તર

||હાર્દિક શુભકામનાઓ|| Happy Birth Day--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૨:૨૬, ૧૯ માર્ચ ૨૦૧૩ (IST)ઉત્તર
જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છા --sushant (talk) ૦૭:૦૭, ૧૯ માર્ચ ૨૦૧૩ (IST)ઉત્તર

આપ બધાનો ખુબ ખુબ આભાર !!! --રંગીલો ગુજરાતી (ગપ્પા) ૧૯:૩૮, ૨૦ માર્ચ ૨૦૧૩ (IST)ઉત્તર

ના રે, એ તો તમને એવું લાગે છે બાકી મેં તો ઇમેલ જ લખેલું છે.



lol.
સતત મઝાક કરવાની મારી આદત છે. માફ કરશો. પણ શુ છે કે ... હસતા રહેવાથી જીંદગી થોડી સહ્ય બને છે !!!! બાકી મૃદુસુક્ષ્મ ચાલકતંત્ર (ગુજરાતિમાં તમે જેને Microsoft OperatingSystem કહો છો તે યાર !) વડે ચાલતા યંત્રો સામે બેસી બેસીને તો ડાગળી જ ચસકી જાય!!!. તો કવિ એમ કહેવા પધાર્યા છે કે ::નમસ્તે રંગીલાજી! અહીયા તો ઇમેલ નથી એનેબલ કરતો પણ આપ gu.wikipedia મેઇલીંગ લીસ્ટ પર ઇમેલ કરો મને મળશે એટલે હું તમારા ઇમેલ નો સીધો તમને જવાબ આપીશ. આપના વિજાણુ પત્રની પ્રતિક્ષા-રત્ત

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters ફેરફાર કરો

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (ચર્ચા) ૨૧:૫૮, ૩૦ જૂન ૨૦૨૧ (IST)ઉત્તર

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.