ચર્ચા:ચીમન મારુ
છેલ્લી ટીપ્પણી: પાનાંને દૂર ન કરવાની વિનંતિ વિષય પર KartikMistry વડે ૮ દિવસ પહેલાં
પાનાંને દૂર ન કરવાની વિનંતિ
ફેરફાર કરો@Dsvyas @Brihaspati કૃપા કરીને આ પેજને દૂર ન કરો, કેમ કે આ પાનું દૂર થવા લાયક નથી. જો તમને લાગે છે કે તેમાં કોઈ 'જાહેરાત અથવા સ્વપ્રશંસા' જેવી બાબતો છે, તો કૃપા કરીને તે વાક્ય, શબ્દ અથવા પાસાને દૂર, બદલવા અથવા બદલવા માટે વિચારો. અમે આ પેજ વિકિપીડિયાની માર્ગદર્શિકાઓ પ્રમાણે લખ્યું છે અને આ લેખ ન્યૂટ્રલ પોઈન્ટ ઓફ વિયુ (NPOV) પર આધારિત છે. નોંધપાત્રતાના માપદંડમાં 'YourStory' જેવી જાણીતી ન્યૂઝ વેબસાઈટે આ વિષયને કવર કર્યું છે. ઉપરાંત, આ લેખના વીકિક્વોટ અને વિકિડેટા પર પણ નોંધ છે. જો આ લેખને સુધારવાની જરૂર હોય, તો અમે તે સુધારણા કરવા માટે પણ તૈયાર છીએ. 61.246.56.170 ૧૭:૫૧, ૨૧ ઓક્ટોબર ૨૦૨૪ (IST)
- તમે ક્વોરા અને જીની જેવી વેબસાઇટ્સને સંદર્ભ તરીકે લીધી છે? વધુમાં કોમન્સની શ્રેણી સ્વપ્રશંસા માટે દૂર કરાઇ જ છે એટલે આ પાનું દુર કરવું જ જોઇએ એવો મારો મત છે. -- કાર્તિક ચર્ચા ૧૯:૧૮, ૨૧ ઓક્ટોબર ૨૦૨૪ (IST)
- આભાર તમારી ટિપ્પણી માટે. જો ક્વોરા અને જીની જેવા માધ્યમોને યોગ્ય માનવામાં ન આવે, તો અમે તેને હટાવવા માટે તૈયાર છીએ અને વધુ માન્ય, વિશ્વસનીય સ્ત્રોતો સામેલ કરવા માટે તૈયાર છીએ, જેમ કે YourStory અને અન્ય નિષ્ઠાવાન ન્યૂઝ પોર્ટલ્સ. અમારો ઉદ્દેશ્ય ફક્ત સત્ય અને યોગ્ય માહિતી પ્રદાન કરવાનો છે, અને અમે વિકિપીડિયાની તમામ નીતિઓનું પાલન કરવા પ્રતિબદ્ધ છીએ. ShrutiVedd (ચર્ચા) ૧૯:૫૭, ૨૧ ઓક્ટોબર ૨૦૨૪ (IST)
- એક મિનિટ. અમે એટલે કોણ? એકથી વધુ વ્યક્તિઓ આ લેખ બનાવી રહ્યા છે? @Dsvyas, @Aniket અહીં દાળમાં કંઇ કાળું છે કે દાળ જ આખી કાળી છે? પાનું દુર કરવાની સાથે આ આખી ટીમને પ્રતિબંધિત કરવા વિનંતી છે. -- કાર્તિક ચર્ચા ૨૨:૨૨, ૨૧ ઓક્ટોબર ૨૦૨૪ (IST)
- જી, દાળ બરોબર ગળી નહી. કાળી પણ હતી. વઘાર પણ બળી ગયેલો હતો. એટલે યોગ્ય પગલાં લીધા છે. આભાર --અ ને કાંઈ નહી અ (ચર્ચા) ૧૧:૩૦, ૨૨ ઓક્ટોબર ૨૦૨૪ (IST)
- શું તમારું કામ ફક્ત પેજને ડિલીટ કરવાનું જ છે? શું તમે પેજને સુધારી શકતા નથી? જે વિષય નોંધપાત્ર નથી, તેને હટાવીને, જે નોંધપાત્ર છે તે રાખી શકતા નથી?
- @KartikMistry @Aniket @Dsvyas 61.246.56.170 ૦૯:૫૯, ૨૪ ઓક્ટોબર ૨૦૨૪ (IST)
- જી હા, અમે જે પેજ માન્યતાના માપદંડોમાં ઊણું ઉતરે તેને સુધારવાને બદલે ડિલિટ કરવાને જ અમારા અને સૌના સમયનો સદઉપયોગ સમજીએ છીએ. નોંધપાત્ર અમને જે દેખાય એના વિષે અમે જાતે લેખ તૈયાર કરીએ છીએ, અને બાકીના લોકો પણ ફક્ત નોંધપાત્ર વિષયો પર જ લેખો બનાવે એવો આગ્રહ રાખીએ છીએ. જે એમાં ચૂકે એનો લેખ એમને ચેતવણી આપી ને દૂર કરીએ છીએ. આશા રાખું કે મારા આ જવાબથી તમે સંતુષ્ટ થયા હશો. ધવલચર્ચા/યોગદાન ૧૪:૧૬, ૨૪ ઓક્ટોબર ૨૦૨૪ (IST)
- જી, દાળ બરોબર ગળી નહી. કાળી પણ હતી. વઘાર પણ બળી ગયેલો હતો. એટલે યોગ્ય પગલાં લીધા છે. આભાર --અ ને કાંઈ નહી અ (ચર્ચા) ૧૧:૩૦, ૨૨ ઓક્ટોબર ૨૦૨૪ (IST)
- એક મિનિટ. અમે એટલે કોણ? એકથી વધુ વ્યક્તિઓ આ લેખ બનાવી રહ્યા છે? @Dsvyas, @Aniket અહીં દાળમાં કંઇ કાળું છે કે દાળ જ આખી કાળી છે? પાનું દુર કરવાની સાથે આ આખી ટીમને પ્રતિબંધિત કરવા વિનંતી છે. -- કાર્તિક ચર્ચા ૨૨:૨૨, ૨૧ ઓક્ટોબર ૨૦૨૪ (IST)
- આભાર તમારી ટિપ્પણી માટે. જો ક્વોરા અને જીની જેવા માધ્યમોને યોગ્ય માનવામાં ન આવે, તો અમે તેને હટાવવા માટે તૈયાર છીએ અને વધુ માન્ય, વિશ્વસનીય સ્ત્રોતો સામેલ કરવા માટે તૈયાર છીએ, જેમ કે YourStory અને અન્ય નિષ્ઠાવાન ન્યૂઝ પોર્ટલ્સ. અમારો ઉદ્દેશ્ય ફક્ત સત્ય અને યોગ્ય માહિતી પ્રદાન કરવાનો છે, અને અમે વિકિપીડિયાની તમામ નીતિઓનું પાલન કરવા પ્રતિબદ્ધ છીએ. ShrutiVedd (ચર્ચા) ૧૯:૫૭, ૨૧ ઓક્ટોબર ૨૦૨૪ (IST)
- 'YourStory' જેવી જાણીતી ન્યૂઝ વેબસાઈટ? આ 'YourStory' શું છે? ક્યારથી અને કેવી રીતે જાણીતી ન્યૂઝ વેબસાઇટ બની ગઈ? વિકિડેટા એ નોંધપાત્રતાનો માપદંડ નથી એ વાતનું ધ્યાન રાખજો. ધવલચર્ચા/યોગદાન ૧૪:૫૩, ૨૨ ઓક્ટોબર ૨૦૨૪ (IST)
- શું Medium.com નોંધપાત્રતા ધરાવતું નથી? શું Wikiquote નોંધપાત્ર નથી? શું IMDb નોંધપાત્ર નથી? શું Amazon Prime નોંધપાત્ર નથી? તો, તમે કહેતા હોવ કે Quora Discussions પ્રમાણભૂત નથી, તો તમારી દ્રષ્ટિએ સ્થાનિક વિકિઓ માટે શું યોગ્ય છે? શું હવે સ્થાનિક વિકિઓ માટે ફક્ત BBC News, The Guardian, અને Forbes જેવા ન્યૂઝ ચેનલોના આર્ટિકલ્સ જરૂરી છે?
- @KartikMistry @Aniket @Dsvyas 103.244.34.47 ૦૯:૫૪, ૨૪ ઓક્ટોબર ૨૦૨૪ (IST)
- આપ જેવા લોકો જ છે જેઓ ગુજરાતી લોકોનો પ્રગતિનો માર્ગ અટકાવે છે. 61.246.56.170 ૦૯:૫૬, ૨૪ ઓક્ટોબર ૨૦૨૪ (IST)
- ઓહો. કોઇ પણ યોગદાન આપ્યા વગર સીધા આરોપ? ;) -- કાર્તિક ચર્ચા ૧૧:૦૯, ૨૪ ઓક્ટોબર ૨૦૨૪ (IST)
- આ પ્રમાણાપત્ર માટે આભાર. આગળ શું કરી શકાય? ગુજરાત યુનિવર્સિટીના ભાષા ભવનને કે ગુજરાત વિદ્યાપીઠને, ગુજરાતી સાહિત્ય પરિષદને અને ગુજરાત સાહિત્ય અકાદમીને આ વાતની જાણ કરશો? કે પછી કોઈ માર્કેટિંગ કે પબ્લિક રિલેશન એજન્સીઓનું સંગઠન હોય તેમાં ફરિયાદ કરશો? કેમ કે તમને આ વિષય કરતા તમારી વધુ ચિંતા લાગે છે અને તમે ગુજરાતી લોકો માટે કેટલું કરો છો તે તો તમે બનાવેલા લેખ અને એને દૂર કરવાને કારણે તમને થયેલી તકલીફ પરથી ફલિત થાય છે. ધવલચર્ચા/યોગદાન ૧૪:૧૦, ૨૪ ઓક્ટોબર ૨૦૨૪ (IST)
- Medium.com એ બ્લોગ છે, એટલે નોંધપાત્રતા નથી. Imdbને સંદર્ભ તરીકે ન લઇ શકાય - કારણ કે તે પણ ક્વોરા જેવું (લોકો વડે સંપાદિત થતું છે, અને તેમાં લોકો કંઇ પણ લખે છે. ઉ.દા. જોયતા હોય તો આપી શકું છું.), એમેઝોન પ્રાઇમ ક્યારથી સંદર્ભ બની ગયો? વિકિક્વોટ કે અન્ય વિકિ પ્રકલ્પો સંદર્ભ તરીકે ન ચાલે. બાહ્ય કડીઓ તરીકે મૂકી શકાય. તમે આ જ લેખ પર કેમ ધ્યાન આપી રહ્યા છો. ગુજરાતી વિકિપીડિયામાં કરવા જેવા ઘણા કામ છે, તે પૂરા કરો. અને હા, લોગ-ઇન કરીને વિગતો મૂકો એટલે ખબર પડે કે આ કોઇ માર્કેટિંગ માટે લખાયેલો લેખ તો નથી ને (જોકે એમ જ હતું એટલે લેખ દૂર કરાયો છે!) -- કાર્તિક ચર્ચા ૧૧:૦૯, ૨૪ ઓક્ટોબર ૨૦૨૪ (IST)
- અરે કાર્તિક ભાઈ, જો હું માર્કેટિંગ માટે પેજ બનાવી રહ્યો હોત, તો તમે મારા માસીયાર તો નથી કે તમે તેને મંજૂરી આપી જ દો. શું આ એવું છે કે જો કોઈ માનસનો લેખ ટોચની ન્યૂઝ વેબસાઇટ પર આવે અથવા નોંધપાત્ર કાર્ય કરે, તો તે પોતે પોતાનો લેખ વિકિપીડિયા પર સંદર્ભ આપીને નહીં લખી શકે? જો પેજ કોઈ માર્કેટિંગ કંપની દ્વારા લખાય, કોઈ બીજો યોગદાનકર્તા લખે અથવા પોતે પોતાનો લેખ લખે, તો તમને એમાં શું ફેર પડે છે? મહત્વનો મુદ્દો તો એ છે કે નોંધપાત્રતા હોવી જોઈએ અને તેનો કવરેજ મળવો જોઈએ. જો મેં નોંધપાત્ર કાર્ય કર્યું છે અને મને ટાઈમ્સ ઓફ ઈન્ડિયા, હિંદુસ્તાન ટાઈમ્સ, ફોર્બ્સ જેવી ન્યૂઝમાં કવરેજ મળી રહી છે, તો શું હું એ source ઉપયોગ કરીને પોતાનો લેખ ન બનાવી શકું? 61.246.56.170 ૧૪:૨૦, ૨૪ ઓક્ટોબર ૨૦૨૪ (IST)
- એટલે તમે એમ કહો છો કે તમે પોતે ચીમન મારુ છો? કે તમે એ વાતનો સ્વીકાર કરો છો કે તમે કોઈક માર્કેટિંગ એજન્સીમાંથી આવો છો જેમાં તમે ચીમન મારુને પ્રસિદ્ધિ અપાવવા માટે યોનકેન પ્રકારે ફી લીધી છે અને તે કરાર અંતર્ગત તમે આ પાનું બનાવ્યું છે? સ્પષ્ટતા કરશો. ધવલચર્ચા/યોગદાન ૧૪:૨૩, ૨૪ ઓક્ટોબર ૨૦૨૪ (IST)
- હું પોતે જ ચીમન મારુ છું અને મારી ઓળખ છુપાવવાનો કોઈ પ્રશ્ન જ નથી. હું કોઈ માર્કેટિંગ એજન્સીનો ભાગ નથી અને ન તો કોઈએ મને આ પાનું બનાવવા માટે ફી આપેલી છે. આ પાનું મારી વ્યક્તિગત ઓળખ અને કારકિર્દી સાથે જોડાયેલી સાચી માહિતી પર આધારિત છે. આપણી ચર્ચામાં આ બાબતની વધુ સ્પષ્ટતા માટે હું હંમેશા તૈયાર છું. 103.244.34.47 ૧૪:૫૦, ૨૪ ઓક્ટોબર ૨૦૨૪ (IST)
- શું હું પોતે મારી પેજ બનાવી શકું નહીં? જો મેં નોંધપાત્ર કામ કર્યું હોય અને મારા લેખો ટોપ 10 ન્યૂઝ વેબસાઇટ્સ પર પ્રકાશિત થયા હોય તો? શું મેટાવિકી નીતિમાં એવું લખ્યું છે કે કોઈ વ્યક્તિ પોતાનું લેખ નહીં બનાવી શકે જો તેણે નોંધપાત્ર કામ કર્યું હોય તો? હા, હું જાણું છું કે કૉન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ (COI) મુજબ, આપણે પોતે લેખ બનાવી શકતા નથી. તો હું તમને તમામ સ્ત્રોતો પ્રદાન કરીશ, તો તમે મને લેખ બનાવી આપશો? 103.244.34.47 ૧૪:૫૮, ૨૪ ઓક્ટોબર ૨૦૨૪ (IST)
- ના! ધવલચર્ચા/યોગદાન ૧૫:૧૯, ૨૪ ઓક્ટોબર ૨૦૨૪ (IST)
- આ ચીમનભાઇ આપણા સૌનો સમય બગાડી રહ્યા છે એટલે તેમના બધાં આઇ.પી. સરનામા તાત્કાલિક ધોરણે બ્લોક કરવા વિનંતી છે. -- કાર્તિક ચર્ચા ૧૯:૧૭, ૨૪ ઓક્ટોબર ૨૦૨૪ (IST)
- ના! ધવલચર્ચા/યોગદાન ૧૫:૧૯, ૨૪ ઓક્ટોબર ૨૦૨૪ (IST)
- એટલે તમે એમ કહો છો કે તમે પોતે ચીમન મારુ છો? કે તમે એ વાતનો સ્વીકાર કરો છો કે તમે કોઈક માર્કેટિંગ એજન્સીમાંથી આવો છો જેમાં તમે ચીમન મારુને પ્રસિદ્ધિ અપાવવા માટે યોનકેન પ્રકારે ફી લીધી છે અને તે કરાર અંતર્ગત તમે આ પાનું બનાવ્યું છે? સ્પષ્ટતા કરશો. ધવલચર્ચા/યોગદાન ૧૪:૨૩, ૨૪ ઓક્ટોબર ૨૦૨૪ (IST)
- અરે કાર્તિક ભાઈ, જો હું માર્કેટિંગ માટે પેજ બનાવી રહ્યો હોત, તો તમે મારા માસીયાર તો નથી કે તમે તેને મંજૂરી આપી જ દો. શું આ એવું છે કે જો કોઈ માનસનો લેખ ટોચની ન્યૂઝ વેબસાઇટ પર આવે અથવા નોંધપાત્ર કાર્ય કરે, તો તે પોતે પોતાનો લેખ વિકિપીડિયા પર સંદર્ભ આપીને નહીં લખી શકે? જો પેજ કોઈ માર્કેટિંગ કંપની દ્વારા લખાય, કોઈ બીજો યોગદાનકર્તા લખે અથવા પોતે પોતાનો લેખ લખે, તો તમને એમાં શું ફેર પડે છે? મહત્વનો મુદ્દો તો એ છે કે નોંધપાત્રતા હોવી જોઈએ અને તેનો કવરેજ મળવો જોઈએ. જો મેં નોંધપાત્ર કાર્ય કર્યું છે અને મને ટાઈમ્સ ઓફ ઈન્ડિયા, હિંદુસ્તાન ટાઈમ્સ, ફોર્બ્સ જેવી ન્યૂઝમાં કવરેજ મળી રહી છે, તો શું હું એ source ઉપયોગ કરીને પોતાનો લેખ ન બનાવી શકું? 61.246.56.170 ૧૪:૨૦, ૨૪ ઓક્ટોબર ૨૦૨૪ (IST)
- Quora Discussions, Medium.com, IMDb, Amazon Prime એમાંનું એકેય પ્રમાણભૂત કે નોંધપાત્ર નથી, નથી ને નથી જ. તમે જો એને પ્રમાણભૂત માહિતીનો સ્રોત ગણતા હોવ તો તમારે પણ તમારો વિચાર બદલવાની જરુર છે. વિકિપીડીયાની નીતિઓનો પહેલા અભ્યાસ કરો અને પછી સવાલો પૂછો. તમે અમારો પૂરતો સમય બગાડી ચૂક્યા છો, વધુ બગાડશો તો તમારા આઇપી એડ્રેસ પર પ્રતિબંધ મૂકતા ખચકાઈશું નહીં. જો ખરેખર ગુજરાતી ભાષા (લોકો નહીં) માટે યોગદાન આપવું જ હોય તો સભ્ય બનો અને યોગદાન કરતા રહો. ધવલચર્ચા/યોગદાન ૧૪:૧૪, ૨૪ ઓક્ટોબર ૨૦૨૪ (IST)
- જરૂર, મને ખુશી થશે તમારી સાથે કામ કરવા મા, પરંતુ હું માત્ર ગુજરાતી ભાષા જ નહીં, પરંતુ લોકો માટે પણ યોગદાન આપવાનું મહત્વ રાખું છું, જેમણે નોંધપાત્રતા ધરાવતી હોય અને જેમનું સારો news coverage હોય. આમ જોતા હું 2020 થી વિકિપીડીયામાં ક્યાંક ને ક્યાંક યોગદાન આપતો આવ્યો છું. તેમજ Bureaucrats, Stewards અને ArbCom સાથે કામ કરેલું છે, અને Wikimedia Foundation Staff (Developers) માટે મેં અરજી પણ કરી છે. હું એક સોફ્ટવેર ડેવલપર છું અને MediaWiki સાથે લાગણશીલ છું, જેનાથી વિકિપીડીયા બનાવવામાં આવે છે. 61.246.56.170 ૧૪:૪૭, ૨૪ ઓક્ટોબર ૨૦૨૪ (IST)
- તમે ગુજરાતી નથી, તો તમારે જે ભાષા પર તમારી પકડ હોય તેમાં કામ કરવું જોઈએ. ગુજરાતી ભાષા મારા જેવા નવરા માણસો પર છોડી દો. ધવલચર્ચા/યોગદાન ૧૫:૧૯, ૨૪ ઓક્ટોબર ૨૦૨૪ (IST)
- અરે મારા વાલા હું પ્યોર ગુજરાતી કાઠીયાવાડી છું GJ25 2402:3A80:4421:9D4E:566:AEC2:9134:5CBB ૧૭:૩૦, ૨૪ ઓક્ટોબર ૨૦૨૪ (IST)
- ઓહો. તમે સ્ટાફ મારે અરજી કરી છે એટલે તમે મિડિઆવિકિ માટે લાગણીશીલ થઇ ગયા? અને તેમાં લાગણીશીલ થયા એટલે ગુજરાતી વિકિપીડિયામાં તમારા નામનો લેખ બનવો જોઇએ? -- કાર્તિક ચર્ચા ૧૯:૧૮, ૨૪ ઓક્ટોબર ૨૦૨૪ (IST)
- તમે ગુજરાતી નથી, તો તમારે જે ભાષા પર તમારી પકડ હોય તેમાં કામ કરવું જોઈએ. ગુજરાતી ભાષા મારા જેવા નવરા માણસો પર છોડી દો. ધવલચર્ચા/યોગદાન ૧૫:૧૯, ૨૪ ઓક્ટોબર ૨૦૨૪ (IST)
- જરૂર, મને ખુશી થશે તમારી સાથે કામ કરવા મા, પરંતુ હું માત્ર ગુજરાતી ભાષા જ નહીં, પરંતુ લોકો માટે પણ યોગદાન આપવાનું મહત્વ રાખું છું, જેમણે નોંધપાત્રતા ધરાવતી હોય અને જેમનું સારો news coverage હોય. આમ જોતા હું 2020 થી વિકિપીડીયામાં ક્યાંક ને ક્યાંક યોગદાન આપતો આવ્યો છું. તેમજ Bureaucrats, Stewards અને ArbCom સાથે કામ કરેલું છે, અને Wikimedia Foundation Staff (Developers) માટે મેં અરજી પણ કરી છે. હું એક સોફ્ટવેર ડેવલપર છું અને MediaWiki સાથે લાગણશીલ છું, જેનાથી વિકિપીડીયા બનાવવામાં આવે છે. 61.246.56.170 ૧૪:૪૭, ૨૪ ઓક્ટોબર ૨૦૨૪ (IST)
- આપ જેવા લોકો જ છે જેઓ ગુજરાતી લોકોનો પ્રગતિનો માર્ગ અટકાવે છે. 61.246.56.170 ૦૯:૫૬, ૨૪ ઓક્ટોબર ૨૦૨૪ (IST)
Delete this article please
ફેરફાર કરો103.1.103.92 ૦૩:૦૩, ૨૨ ઓક્ટોબર ૨૦૨૪ (IST)