ચર્ચા:જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન

NavBox ભારતના રાષ્ટ્રીય ઉદ્યાનો મુક્યુ. પણ જોઉ છું કે તે સંપુર્ણ ભાષાંતરીત નથી. સુધારવા પ્રયત્ન કર્યો પણ "અધિકાર" ન હોવા ના કારણે નથી થઇ શકતું એમ લાગે છે. માહીતી ચોકઠા કે કોષ્ટકોનાં સમારકામ માટેના અધીકાર મને મળી શકે ખરા? (કાઠિયાવાડી Lingo: મારે પણ અહીં કોઠા-કબાડા કરવા છે. મને પણ કરવા માટે છુટ આપો ને !!! :)), [Disclaimer: અહીં કોઠા-કબાડા કરવા છે અા વાત ફક્ત રમુજ માટે છે. મહેરબાની કરીને અંગત લઇને હૃદય સોંસરવું ઉતારવું નહી. રમુજ એટલે શું એમ પુછતા મિત્રો માફ કરે અને આગળ વધે !] )--વિહંગ (talk) ૧૧:૪૯, ૧ ઓકટોબર ૨૦૧૩ (IST)

વિહંગજી, આપ કયા ઢાંચામાં સુધારો કે ભાષાંતર કરવા માગો છો તે મારા (મંદબુદ્ધિ !!!) મગજમાં સમજાયું નહિ. જો કે કોઈ બે-ચાર બહુ જટીલ ઢાંચાઓને બાદ કરતાં અન્ય કોઈપણ ઢાંચા પર, (પાના પર, શ્રેણી પર, એમ બધે જ.) કોઈપણ માન.સભ્યશ્રી ફેરફાર કરી જ શકે છે. એમાં કોઈ ખાસ અધીકાર જેવું હોતું નથી. (હા, કેટલાંક પાના કે ઢાંચા, જેમાં અગાઉ અકારણ તોડફોડ પ્રવૃત્તિ, મોટાભાગે તો સભ્ય ન હોય તેવા લોકો દ્વારા, થઈ હોય તો તેને સુરક્ષિત કરાયા હોય તેમ બને). અહીં ઢાંચો:Navbox પણ સભ્યશ્રી ફેરફાર કરી શકે એ માટે ખુલ્લો જ છે. ઢાંચો:ભારતના રાષ્ટ્રીય ઉદ્યાનો પણ ખુલ્લો જ છે. આપ આ બંન્નેમાંના કોઈ ઢાંચામાં ભાષાંતર/ફેરફાર કરવા ઇચ્છતા હોય તો કરી જ શકો છો. મારા ધારવા પ્રમાણે આપ ‘ઢાંચો:ભારતના રાષ્ટ્રીય ઉદ્યાનો’ પર ભાષાંતર કરવા ધારો છો. આવકાર્ય બાબત છે. આગે બઢો...હમ આપકે સાથ હૈ...ક્યાંય અડચણ જણાય તો ખુશીથી અમારી પ્રબંધકોની સેવા માગી શકો છો. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૪:૫૬, ૧ ઓકટોબર ૨૦૧૩ (IST)
Return to "જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન" page.