વિહંગ
બાર્નસ્ટાર માટે આભાર
ફેરફાર કરોવિહંગભાઈ, તમે વિહંગ વ્યાસંગી બનીને મૂજ પર વરસાવેલી કૃપા બદલ આપનો આભારી છું.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૨૦, ૫ જાન્યુઆરી ૨૦૧૪ (IST)
- ધવલભાઇ, કૃપા વરસાવવાનું કાર્યતો ફક્ત પરમકૃપાળુ જ કરી શકે. હું નહી. હું તો મને તો જે વ્યાજબી લાગે તેને ફક્ત શબ્દ-દેહ આપું છું. લાંબો સમય સતત એકધારી સેવા આપવી અને એ પણ પાછું ગુણવત્તાનું પ્રમાણ જાળવી રાખી ને કરવું તે કોઇ કાચાપોચાનું કામ નથી. હું અંગત રીતે તમને જેટલો જાણુ / ઓળખું છું કે મને ખબર છે કે તમે કોઇ બાર્નસ્ટારનાં મોહતાજ નથી. તમે તમારૂ કાર્ય બાર્નસ્ટાર મળે કે ન મળે છતા કરવાના જ છો. ગુજ.વિકિ. ના એક અદનાં સભ્યહોવાને નાતે મને એમ લાગ્યું કે તમારી આ સેવાની નોંધ લેવાવી જ જોઇએ એ માટે આ હરકત કરી છે. આભાર. --લિ., વિહંગ વ્યાસંગી ૧૭:૪૨, ૫ જાન્યુઆરી ૨૦૧૪ (IST)
- વિહંગભાઈ, આ વિકિ પર બસ તમારા જેવા મિત્રો બન્યા કરે છે એ જ સૌથી મોટી ઉપલબ્ધિ છે. બનેલા મિત્રોમાંથી અમુક સથે આત્મિયતા કેળવાય છે અને અમુક સાથે સહ્રદયી બની જવાય છે. તમે મારા માટે એ બધાથી પર છો. મારી સેવાઓની વાત કરો છો પણ તમે તો મને પણ ટાપી જાવ એવા છો પ્રભુ! હું તો નામ સાથે યશ લઉં છું, જ્યારે તમે તો તમારી ઓળખ છતી ન કરીને આ કામ કરી રહ્યા છો. ભાષાની સાચી સેવા તો એ છે, પણ એના માટે કોઈ બાર્નસ્ટાર કોઈએ બનાવ્યો નથી. તમે મને સ્ટાર આપ્યો એ મારે માટે કૃપા સમાન જ છે. બસ આપણી વચ્ચેની અંગત મિત્રતા કે આત્મિયતા કે સહૃદયતા કદી ઓછી ન થાય એ જ પરમેશ્વરને પ્રાર્થના.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૪૯, ૫ જાન્યુઆરી ૨૦૧૪ (IST)
- વિહંગભાઈએ કરેલા સન્માન સાથે હું પણ સહમત છું, અને એ બદલ વિહંગજીનો આભારી પણ છું. (એક આડપ્રશ્ન, કમ્પ્યુટર પર દેખાતાં ચિત્ર માંહ્યલી વસ્તુ ડાઉનલોડ કઈ રીતે કરી શકાય ?! હંમ્મ્મ્મ્મ ! વડા તો વડા, ચટણી ભી સુભાન અલ્લાહ !!)--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૦:૩૩, ૫ જાન્યુઆરી ૨૦૧૪ (IST)
- "StarTrek"નામની એક સિરિયલ વર્ષો પહેલા દિદિવાળા (જોજો ભાઈ, D.D. - દુરદર્શનની વાત છે કોઇ ધાર્મિક સંગઠનની નહી. ચોખવટ સારી, ભાઇ. પંકજભાઇ ત્રીવેદી જેવા હાલ આપણા પણ થાય તો !) બતાવતા હતા. એમાં આખે આખા માણસો અપલોડ અને ડાઉનલોડ થાય એમ બતાવતા હતા. (જોવું હોય તો અહીંયા છે.) એ મશીન ખરીદીને ઘરે લગાવી દઇએ તો પરેશભાઇ રાવળ કહે છે તેમ 'લાઇફ જીંગાલાલા' થઇ જાય એમ છે. એ પછી જગતભરમાંથી બઘી જ ભાવતી વસ્તુઓ ડાઉનલોડ થઇ શકે - એવી મારી અંગત માન્યતા છે. અમદાવાદમાં પોલીટેકનીક કોલેજ ના દરવાજા પાસે ગોપાલભાઇ નામના શખ્શ એ ચિત્રમાં દર્શવ્યા મુજબનો અસલ એવો જ માલસામાન વેચે છે. આપણી પાસે જો એ સ્ટારટ્રેકવાળુ મશીન હોય તો હાલ ના હાલ બધાજ મિત્રોને પોલીટેકનીક પાસે ડાઉનલોડ કરી લઇએ અને પછી જ્યાફ્ત માણીએ.--લિ., વિહંગ વ્યાસંગી ૨૨:૪૨, ૫ જાન્યુઆરી ૨૦૧૪ (IST)
- વિહંગભાઈએ કરેલા સન્માન સાથે હું પણ સહમત છું, અને એ બદલ વિહંગજીનો આભારી પણ છું. (એક આડપ્રશ્ન, કમ્પ્યુટર પર દેખાતાં ચિત્ર માંહ્યલી વસ્તુ ડાઉનલોડ કઈ રીતે કરી શકાય ?! હંમ્મ્મ્મ્મ ! વડા તો વડા, ચટણી ભી સુભાન અલ્લાહ !!)--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૦:૩૩, ૫ જાન્યુઆરી ૨૦૧૪ (IST)
- વિહંગભાઈ, આ વિકિ પર બસ તમારા જેવા મિત્રો બન્યા કરે છે એ જ સૌથી મોટી ઉપલબ્ધિ છે. બનેલા મિત્રોમાંથી અમુક સથે આત્મિયતા કેળવાય છે અને અમુક સાથે સહ્રદયી બની જવાય છે. તમે મારા માટે એ બધાથી પર છો. મારી સેવાઓની વાત કરો છો પણ તમે તો મને પણ ટાપી જાવ એવા છો પ્રભુ! હું તો નામ સાથે યશ લઉં છું, જ્યારે તમે તો તમારી ઓળખ છતી ન કરીને આ કામ કરી રહ્યા છો. ભાષાની સાચી સેવા તો એ છે, પણ એના માટે કોઈ બાર્નસ્ટાર કોઈએ બનાવ્યો નથી. તમે મને સ્ટાર આપ્યો એ મારે માટે કૃપા સમાન જ છે. બસ આપણી વચ્ચેની અંગત મિત્રતા કે આત્મિયતા કે સહૃદયતા કદી ઓછી ન થાય એ જ પરમેશ્વરને પ્રાર્થના.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૪૯, ૫ જાન્યુઆરી ૨૦૧૪ (IST)
ન સમજાણું ???
ફેરફાર કરોસભ્યની ચર્ચા:Ashok modhvadia#email આમાં કંઈ ન સમજાણું. કોઈ મેઇલ મળ્યો નથી. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૪૨, ૨૬ જાન્યુઆરી ૨૦૧૪ (IST)
- સમજ્યો, પણ મારા મેઇલમાં આપનો કોઈ મેઇલ આવેલો દેખાયો નહિ. કદાચ કંઈ એડ્ડ્રેસભુલ હશે. અહીં મારૂં મેઇલ એડ્ડ્રેસ લખું છું. કૃપયા વાંચીને ભુંસી નાખશો. () પધારો પધારો. સ્વાગત છે. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૭:૦૮, ૨૮ જાન્યુઆરી ૨૦૧૪ (IST)
- ફરી વખત એક ઇમેલ મોકલ્યો છે. આભાર. --લિ., વિહંગ વ્યાસંગી ૧૮:૨૧, ૨૮ જાન્યુઆરી ૨૦૧૪ (IST)
Invitation to Community Consultation in Bangalore
ફેરફાર કરોDear Vihang,
I would like to invite you to attend the India Community Consultation 2014 in Bangalore. Please e-mail me as soon as you can, at abartov@wikimedia.org, so that we can arrange your travel as soon as possible. Ijon (talk) ૧૮:૪૫, ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)
દૂર કરવા વિનંતી | ભીમનાથ મહાદેવ ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું. જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે. |
કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૧:૨૨, ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)
- જરા સરખા મરામત કાર્યથી કડી પુનઃ કાર્યરત થઈ ગઈ છે. હવે રદ્દીકરણની જરૂર નથી લાગતી. આભાર. --Aniket (ચર્ચા) ૨૧:૨૯, ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)
2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters
ફેરફાર કરોGreetings,
The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.
You can also verify your eligibility using the AccountEligiblity tool.
MediaWiki message delivery (ચર્ચા) ૨૧:૫૮, ૩૦ જૂન ૨૦૨૧ (IST)
Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.