ચર્ચા:ઝવેરચંદ મેઘાણી
ઝવેરચંદ મેઘાણી
ફેરફાર કરોઆ લેખમાં મેઘાણીનું પાઘડી સાથે ફોટો જોઇએ તથા સૌરાષ્ટ્રની રસધારમાંથી ચાર લાઇન જોઇએ. Vkvora2001 ૦૩:૦૭, ૧૦ એપ્રિલ ૨૦૦૮ (UTC)
- વલ્લભજીભાઇ, કોની રાહ જુઓ છો, યા હોમ કરીને પડો, ફતેહ છે આગે. પાઘડી વાળો ફોટો કોઇની પાસે હોય તો લાવી આપો, મેં શોધ્યો પણ વિવિધ વેબ સાઇટ્સ ઉપર ઉપલબ્ધ ફોટાનાં કોપી રાઇટ્સની કોઇ માહિતિ નથી. હું તપાસ કરી રહ્યો છું, જો મેળ પડશે તો ફોટાની ફાઇલ ચડાવીશ, પણ જો કોઇની પાસે ઝવેરચંદ મેઘાણીનું કોઇ પુસ્તક હોય, કે તેમનો કોઇ ફોટો હોય જે કમ સે કમ ૨૦ વર્ષ પહેલાં પ્રકાશિત થયો હોય તો મારા ખ્યાલ પ્રમાણે તેને આપણે વાપરી શકીયે કેમકે મારા ખ્યાલ મુજબ "પ્રકાશનાધિકાર" (અંગ્રેજીમાં કૉપીરાઇટ્સ) પ્રકાશનનાં ૨૦ વર્ષ પછી ખલાસ થઇ જાય છે. રહી વાત ચાર લીટીની, તો તમે તો સાહિત્યનાં રસિયા છો, ક્યાંકથી શોધી લાવો અને તમને ગમતી ચાર લીટી લખી નાંખો.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૩૨, ૧૦ એપ્રિલ ૨૦૦૮ (UTC)
લાગ્યો કસુંબીનો રંગ
ફેરફાર કરોકવિતા અહિંથી હટાવીને મુળ લેખમાં ઉમેરી છે.....--ધવલચર્ચા/યોગદાન ૧૪:૩૩, ૭ મે ૨૦૦૮ (UTC)
ધણણ તોપ ફુટે
ફેરફાર કરોશિવાજીનું પારણું, કોઇ લખી આપશે? 59.184.170.12 ૧૭:૧૦, ૭ મે ૨૦૦૮ (UTC)
શિવાજીનું હાલરડું – ઝવેરચંદ મેઘાણી
આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ રે (2)
બાળુડાને માત હીંચોળે ધણણણ ડુંગરા બોલે. શિવાજીને નીંદરું ના’વે માતા જીજાબાઇ ઝુલાવે.
પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ - લખમણની વાત માતાજીને મુખ જે દીથી, ઊડી એની ઊંઘ તે દીથી….શિવાજીને…
પોઢજો રે, મારાં બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ – કાલે કાળાં જુદ્ધ ખેલાશે : સૂવાટાણું ક્યાંય ન રહેશે….શિવાજીને…
ધાવજો રે, મારાં પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ – રહેશે નહીં, રણઘેલુડા ! ખાવા મૂઠી ધાનની વેળા…..શિવાજીને…
પ્હેરી - ઓઢી લેજો પાતળાં રે ! પીળાં-લાલ-પીરોજી ચીર – કાયા તારી લોહીમાં ન્હાશે : ઢાંકણ તે દી ઢાલનું થાશે….શિવાજીને…
ઘૂઘરા, ધાવણી, પોપટ-લાકડી ફેરવી લેજો આજ – તે દી તારે હાથ રહેવાની રાતી બંબોળ ભવાની….શિવાજીને…
લાલ કંકુ કેરા ચાંદલા ને ભાલે તાણજો કેસરાઆડ્ય – તે દી તો સિંદોરિયા થાપા છાતી માથે ઝીલવા, બાપા !….શિવાજીને…
આજ માતા ચોડે ચૂમીયું રે બાળા ! ઝીલજો બેવડ ગાલ – તે દી તારાં મોઢડાં માથે ધૂંવાધાર તોપ મંડાશે…….શિવાજીને…
આજ માતાજીની ગોદમાં રે તુંને હૂંફ આવે આઠ પ્હોર – તે દી કાળી મેઘલી રાતે વાયુ ટાઢા મોતના વાશે…..શિવાજીને…
આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડાં કેરી સેજ – તે દી તારી વીરપથારી પાથરશે વીશભુજાળી……શિવાજીને…
આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય – તે દી તારે શિર ઓશીકાં મેલાશે તીર- બંધૂકા….શિવાજીને…
સૂઈ લેજે, મારા કેસરી રે ! તારી હિંદવાણ્યું જોવે વાટ – જાગી વ્હેલો આવ, બાલુડા ! માને હાથ ભેટ બંધાવા….શિવાજીને…
જાગી વ્હેલો આવજે, વીરા ! ટીલું માના લોહીનું લેવા !
શિવાજીને નીંદરું ના’વે માતા જીજાબાઇ ઝુલાવે. બાળુડાને માત હીંચોળે ધણણણ ડુંગરા બોલે.
______________ હાય રે હાય કવિ ! - ઝવેરચંદ મેઘાણી
ધરતીને પટે પગલે પગલે મૂઠી ધાન વિના નાના બાળ મરે, પ્રભુહીન આકાશેથી આગ ઝરે: અહોરાત કરોડ કરોડ ગરીબોના પ્રાણ ધનિકોને હાથ રમે - ત્યારે હાય રે હાય કવિ ! તને પૃથ્વી ને પાણીતણાં શેણે ગીત ગમે !
લથડી લથડી ડગલાં ભરવી, લાખો નાર ગલીગલીએ ફરતી, સારી રાત ભૂખે મજૂરી કરતી: ‘મારાં બાળ પરોઢિયે જાગીને માગશે ભાત’ વિચારી એ દેહ દજો - ત્યારે હાય રે હાય, કવિ ! તને સંધ્યા ને તારકનાં શેણે ગીત ગમે !
મન ! છોડ નિહાળવા તારલિયા કાળાં કેદખાનાં કેરા જો સળિયા - એનાં ક્રન્દન શું નથી સાંભળિયા? એની ભીતર મૌન એકાકી રિબાઇ રિબાઇ હજારોના પ્રાણ શમે - ત્યારે હાય રે હાય, કવિ! તુંને સાગરતીર કેરાં શેણે ગીત ગમે !
મહારોગ ને મૃત્યુના સાગરમાં લાખો ચીસ નિ:શ્વાસભર્યા જગમાં સિતમે સળગંત ધરા-તલમાં: રસ-સુંદરતા કેરી શાયરી છે બધી જાળ સુનેરી ભૂખ્યાં જનને, ત્યારે હાય રે હાય, કવિ! તુંને શબ્દોની ચાતુરી ગૂંથવી કેમ ગમે !
દિનરાત જેઓની નસેનસમાં પડે ઘોષ ભયંકર યંત્રતણા: પીએ ઝેરી હવા જે દમેદમમાં, એને શાયર શું! કવિતા શું! ફૂલો અને તારલિયામાં એ કેમ રમે? ત્યારે હાય રે હાય, કવિ! તુંને કૃષ્ણકનૈયાની બંસરી કેમ ગમે!
સારા વિશ્વની જે દી ક્ષુધા શમશે, ભૂખ્યાં બાળુડાં પેટ ભરી જમશે, પૂરી રોટી પ્રતિજનને જડશે: કવિ! તે દિન નીલ આકાશ તારા કેરી સુંદરતા સહુ સાર્થ બને, તારાં કૂજન આજ જલાવી દે, પ્રાણ! રે દંભ ગાવા તને કેમ ગમે ?
_________________________________________________
ઝાકળબિંદુ ! - ઝવેરચંદ મેઘાણી
ઝાકળના પાણીનું બિંદુ એકલવાયુ બેઠુ’તુ ; એકલવાયુ બેઠુ’તુ ને સુરજ સામે જોતું ‘તુ; સુરજ સામે જોતું ‘તું ને ઝીણુ ઝીણુ રોતું ‘તું;
“સુરજ ભૈયા સુરજ ભૈયા! હુ છુ ઝીણું જ્લબિંદુ; મુઝ હૈયે તમને પધરાવું શી રીતે હે જગબંધુ!
તમે દુર વાદળમા વસતા સાત અશ્વને કરમાં કસતા બ્રહ્માંડોની રદ રજ રસતા ઘુમો છો બંધુ તમ વો’ણુ મુજ જીવન સઘળુ અશ્રુમય હે જગબંધુ”
“જ્લબિંદુ રે જ્લબિંદુ! ઓ નાજુક ઝાકળબિંદુ! સૂરજ બોલે સુણ બંધુ!
“હુ તો ત્રિલોક્મા ફરનારો, કોટિ કિરણો પાથરનારો, ગગને રમનારો : તેમ છ્તા હુ તારો તારો, હે ઝાકળબિંદુ !
“તોય મને તુ વા’લુ વા’લુ બાળાભોલા જ્લબિંદુ તુજ હૈયે હુ પોઢી જાણું હે ઝાકળબિંદુ !
“તુજ સરીખો નાનો થઈને, તુજ અંતરમા આસન લઈને, ઈન્દ્રધનુની રમતો રમવા આવીશ હે બિંદુ “તુજ જીવનમા પ્રકાશ વાવુ, તુજ અશ્રુને હાસ્ય બનાવુ હે નાજુક બિંદુ! “
હસતે મુખડે સૂરજ રાણા જ્લબિંદુમા જઈ સમાણા: રુદનભર્યાં જીવનમા ગાણા ગાઈ રહ્યું ઝાકળબિંદુ !
Zaverchand megani nu koi pan ek pustak nu book review kari aapso
Jayrami (ચર્ચા) ૧૯:૦૭, ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૭ (IST)
ઝવેરચંદ મેઘાણીની તસવીર
ફેરફાર કરોપ્રિય ચિરાગભાઇ, આપે ઝવેરચંદ મેઘાણીની તસવીર ઉમેરી તે બદલ ઘણો ઘણો આભાર, પરંતુ, આ તસવીર વિવાદમાં છે, મેં તે થોડા સમય પહેલા અપલોડ કરી હતી અને મારું માનવું હતું કે તે હવે પબ્લિક ડોમેઇનમાં છે એટલે કે હવે આ તસવીર પર કોઇ પ્રકાશનાધિકાર (કોપીરાઇટ્સ) છે નહી, પરંતુ તેમ સાબીત કરવા માટે આપણે તસવીરનું મુળ સ્ત્રોત, અને તેના રચયિતાની માહિતિ જોઇએ છે. હું પોતે લોક મિલાપ ટ્રસ્ટનાં યશ સંઘવી સાથે સંપર્કમાં છું જેથી કરીને ચિત્ર વિષે કંઇક માહિતિ મેળવી શકાય. જ્યાં સુધિ આપણે પુરવાર ન કરી દઇએ કે આ ચિત્ર ઉપર હવે કોઇનાં પ્રકાશનાધિકાર બાકી નથી ત્યાં સુધી તેને વિકિપીડિયા ઉપર રાખવું વિકિની નિતિ વિરુદ્ધ છે, અને માટે મે તેને દૂર કર્યું છે. જો તમારી પાસે તેને લગતી કોઇ માહિતિ હોય તો મને જણાવશો, મારી પાસે એડિટ કરેલી આ ઇમેજ છે જેને હું અવશ્ય અપલોડ કરીશ, ત્યાં સુધિ આપણે યશભાઇની રાહ જોઇએ.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૨૫, ૨૩ જૂન ૨૦૦૮ (UTC)
- અંગ્રેજી વિકિપીડિયામાંથી ચિત્ર ઉમેરેલ છે :) --KartikMistry (talk) ૧૭:૧૮, ૭ મે ૨૦૧૪ (IST)
પાનાંની લંબાઈ
ફેરફાર કરોઆ છેલ્લા ફેરફારોને કારણે પાનું ખૂબ લાંબું થઈ ગયું નથી લાગતું? વધુમાં શું આ બધી જ અને આથી પણ વધુ કૃતિઓની યાદિ શું અહિં આપવી આવશ્યક છે? હા, તે પહેલેથી અહિં હતી તે વાતનો સ્વીકાર કરૂં છું, પણ હવે જ્યારે તેના પર ધ્યાન ગયું છે ત્યારે આ મુદ્દો ચર્ચી લેવો ઉચિત લાગે છે.--ધવલચર્ચા/યોગદાન ૦૨:૨૯, ૧૮ એપ્રિલ ૨૦૧૨ (IST)
- ધવલભાઇ ઝવેરચંદ મેઘાણી રષ્ટ્રિય શાયર છે. તો એમની બધી ક્રૃતિઓ બતાવીએ તો સારુ. પછી ચર્ચામા જે નક્કી થાય એ પ્રમણે કરીશુ. મારા મત મુજબ રાખવી જોઉએ. -- હર્ષ કોઠારીચર્ચા/યોગદાન ૨૩:૧૬, ૧૮ એપ્રિલ ૨૦૧૨ (IST)
- પણ એને બદલે વિકિસ્રોતમાં આ સર્જકની કૃતિઓ ઉપલબ્ધ છે એવો ઢાંચો ઉમેરી દઈએ તો? અહિં કેટલીક કૃતિઓની યાદિ બનાવવા બેસીશું? આખરે તો આ જ્ઞાનકોશ છે ને?--ધવલચર્ચા/યોગદાન ૦૩:૨૬, ૧૯ એપ્રિલ ૨૦૧૨ (IST)
- કૃતિઓ અહીં ઉમેરવાને બદલે હવે જ્યારે આપણી પાસે આપણી પોતાનુ અલગ, અલાયદુ વિકિસ્રોત જાળસ્થળ છે તો તેના પર ઉમેરવાનું જ મારા મતે યોગ્ય છે. આભાર. --Tekina (talk) ૧૨:૨૯, ૧૯ એપ્રિલ ૨૦૧૨ (IST)
- પણ એને બદલે વિકિસ્રોતમાં આ સર્જકની કૃતિઓ ઉપલબ્ધ છે એવો ઢાંચો ઉમેરી દઈએ તો? અહિં કેટલીક કૃતિઓની યાદિ બનાવવા બેસીશું? આખરે તો આ જ્ઞાનકોશ છે ને?--ધવલચર્ચા/યોગદાન ૦૩:૨૬, ૧૯ એપ્રિલ ૨૦૧૨ (IST)
જન્મ તારીખ
ફેરફાર કરો28-8 કે 17-8 ??
અધિકૃત વેબ પર 28 છે, સા.પ.ની વેબ પર 17 છે ! આપણે કઈ રાખવાની ? જાણકાર મિત્રો તપાસીને યોગ્ય કાર્યવાહી કરે એવી વિનંતી.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૪:૨૩, ૧૮ ઓગસ્ટ ૨૦૧૭ (IST)
- અધિકૃત વેબસાઈટ પરની જ સાચી હશે. એટલે એણે રાખો. પરિષદની વેબબસાઈટ પર ઘણી વાર ખોટી તારીખ હોય છે એટલે ૨૮ ઓગસ્ટ જ સાચી ગણશો.--Nizil Shah (ચર્ચા) ૧૦:૦૩, ૧૯ ઓગસ્ટ ૨૦૧૭ (IST)